ઈસરો
ISRO (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન) એ ભારત સરકારની અવકાશ એજન્સી છે. તેનું મુખ્ય મથક બેંગ્લોર, કર્ણાટકમાં છે. આ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય કાર્યોમાં ભારતને અવકાશ સંબંધિત ટેકનોલોજી પ્રદાન કરવી અને ઉપગ્રહો, પ્રક્ષેપણ વાહનો, સાઉન્ડિંગ રોકેટ અને ગ્રાઉન્ડ સિસ્ટમ્સ વિકસાવવાનો સમાવેશ થાય છે.
ભારત દેશનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ 19 એપ્રિલ 1975ના રોજ સોવિયેત સંઘના રોકેટનો ઉપયોગ કરીને અવકાશમાં છોડવામાં આવ્યો હતો. તેનું નામ મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટના નામ પરથી રાખવામાં આવ્યું હતું.
ઈસરોને વર્ષ 2014 માટે શાંતિ, નિઃશસ્ત્રીકરણ અને વિકાસ માટે ઈન્દિરા ગાંધી પુરસ્કાર આપવામાં આવ્યો છે. જૂન 2016 સુધીમાંમાં ISROએ લગભગ 20 જુદા-જુદા દેશોમાંથી 57 ઉપગ્રહો લોન્ચ કર્યા છે અને અત્યાર સુધીમાં US$100 મિલિયનની કમાણી કરી છે.
ઈસરોના વર્તમાન ડાયરેક્ટર ડૉ. એસ. સોમનાથ છે. આજે ભારત માત્ર તેની અવકાશ સંબંધિત જરૂરિયાતો પૂરી કરવાની સાથેસાથે અવકાશ ક્ષમતા સાથે વ્યાપારી અને અન્ય સ્તરે વિશ્વના ઘણા દેશો સાથે સહયોગ પણ કરી રહ્યું છે.