Breaking News : ISRO ગુજરાતમાં દેશનું બીજું સૌથી મોટું સ્પેસ સેન્ટર બનાવશે, જુઓ ફોટો
ગુજરાત સ્પેસ મિશન નીતિથી મોટો આર્થિક અને તકનીકી લાભો થશે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) ગુજરાતમાં દેશનું બીજું સૌથી મોટું અવકાશ મથક બનાવશે. તો ચાલો જાણીએ વધુ માહિતી.

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO)નું મુખ્ય રોકેટ લોન્ચ પેડ આંધપ્રદેશના શ્રીહરિકોટામાં આવેલું સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર છે. અહીથી ભારતે અત્યારસુધી અનેક ઐતિહાસિક મિશન લોન્ચ કર્યા છે.

શ્રીહરિકોટા બાદ દેશનું સૌથી મોટું બીજું સ્પેસ સ્ટેશન ગુજરાતમાં બનવા જઈ રહ્યું છે. આ મહત્વકાંક્ષી પરિયોજનાને લઈ તૈયારીઓ પણ થઈ ચૂકી છે. આ સ્પેશ સ્ટેશનથી SALV-PSLV રોકેટ લોન્ચ થશે.

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) ગુજરાતમાં દેશનું બીજું સૌથી મોટું અવકાશ મથક બનાવશે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે, જેનો ખર્ચ ₹10,000 કરોડ થવાનો અંદાજ છે, એમ ISRO સ્પેસ એપ્લિકેશન્સ (SAC) ના ડિરેક્ટર નિલેશ દેસાઈએ એક મીડિયાને આપેલા ઈન્ટવ્યુમાં જણાવ્યું હતું.

કેન્દ્રની નીતિની જેમ, ગુજરાત સરકારે પણ અવકાશ મિશન નીતિ રજૂ કરી છે, જેનો લાભ રાજ્યને થશે.દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાતમાં દીવ અને વેરાવળ વચ્ચે એક સ્પેશ સ્ટેશન બનાવવામાં આવશે. તેમણે કહ્યું હતું કે ગુજરાત સ્થિત આ અવકાશ મથકથી SALV અને PSLV રોકેટ લોન્ચ કરવામાં આવશે.

ISRO ના 70% કાર્યક્રમ હવે કોમ્યુનિકેશન, નેવિગેશન અને રિમોટ સેન્સિંગ પર કેન્દ્રિત છે. ચંદ્રયાન 5,મેન ઓન મેન ગગનયાન અને વીનસ ઑર્બિટ મિશન 2026 સુધીમાં પૂર્ણ થશે.

ISRO ના 70% કાર્યક્રમ હવે કોમ્યુનિકેશન, નેવિગેશન અને રિમોટ સેન્સિંગ પર કેન્દ્રિત છે. ચંદ્રયાન 5,મેન ઓન મેન ગગનયાન અને વીનસ ઑર્બિટ મિશન 2026 સુધીમાં પૂર્ણ થશે.
ISRO (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન) એ ભારત સરકારની અવકાશ એજન્સી છે. તેનું મુખ્ય મથક બેંગ્લોર, કર્ણાટકમાં છે. વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
