AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

18 મેના મહત્વના સમાચાર : ભરઉનાળે રાજ્યમાં ફરી સર્જાશે અષાઢી માહોલ, અંબાલાલની આગાહી, 24 થી 30 મે વચ્ચે ભારે વરસાદ પડવાની વકી

TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2025 | 8:59 PM
Share

Gujarat Live Updates : આજ 18 મેના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

18 મેના મહત્વના સમાચાર : ભરઉનાળે રાજ્યમાં ફરી સર્જાશે અષાઢી માહોલ, અંબાલાલની આગાહી, 24 થી 30 મે વચ્ચે ભારે વરસાદ પડવાની વકી

આજે 18 મેને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 18 May 2025 07:44 PM (IST)

    સુરત: સ્માર્ટ મીટરના વિરોધમાં ફરી થઈ મારામારી

    • સુરત: સ્માર્ટ મીટરના વિરોધમાં ફરી થઈ મારામારી
    • અમરોલીના કોસાડ વિસ્તારમાં કર્મચારી પર હુમલો
    • સ્માર્ટ મીટર લગાવવા ગયેલા કર્મચારી સાથે મારામારી
    • 4 જેટલા શખ્સોએ કર્મચારીને જાહેરમાં ઢોર માર માર્યો
    • શખ્સોએ માર માર્યા બાદ કર્મચારીને ધમકી પણ આપી
    • બીજીવાર દેખાઈશ તો જીવતો નહીં રહેવા દેવાની ધમકી
    • DGVCL, અલેથીયા નામની કંપનીના કર્મી પર હુમલો
    • હુમલો કરનાર મહિલા સહિત 4 લોકોની કરી ધરપકડ
  • 18 May 2025 07:43 PM (IST)

    વધુ એક વાવાઝોડા માટે રહેજો તૈયાર, અંબાલાલ પટેલની મોટી આગાહી

    હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. અંબાલાલનું અનુમાન છે કે 24 થી 30 મે વચ્ચે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદના એંધાણ છે. અંબાલાલ પટેલનું માનવું છે કે મુંબઈ-ગોવા વચ્ચે મોટું ચક્રવાત આકાર લઈ રહ્યું છે. ચક્રવાતની ગતિ 100 થી 150 કિ.મી. ઉપર રહી શકે છે. મહારાષ્ટ્ર સહિત દ. ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે.

  • 18 May 2025 07:40 PM (IST)

    અમિત શાહે અમદાવાદમાં 1550 કરોડથી વધુના વિકાસકામોનું કર્યુ લોકાર્પણ

    2 દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદ અને મહેસાણામાં વિકાસકાર્યોની ભેટ આપી. અમદાવાદનાં સાયન્સ સીટી ખાતેનાં સહકારીતા સંમેલનમાં અમિત શાહે સંબોધન કર્યું. ત્યારબાદ મહેસાણાનાં ગોઝારીયામાં નર્સિંગ કોલેજના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કર્યું. અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે, વર્ષ 2014 થી 2025માં આરોગ્યલક્ષી સેવામાં ધરખમ પરિવર્તન થયું. સાણંદમાં ભારતીય સેનાના શૌર્યને બિરદાવતી તિરંગા યાત્રામાં અમિત શાહ જોડાયા હતા. ત્યારબાદ અમિત શાહે અમદાવાદનાં નારણપુરા વિસ્તારમાં રૂપિયા 117 કરોડનાં ખર્ચે બનેલા પલ્લવ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે અમદાવાદનાં 132 ફૂટ રીંગ રોડ પર બનલો પલ્લવ બ્રિજ ખુલ્લો મુકાતા વાહન ચાલકોની 4 વર્ષની મુશ્કેલીનો અંત આવશે. દૈનિક દોઢલાખથી વધુ વાહન ચાલકોને બ્રિજનાં લોકાર્પણથી ફાયદો થશે.

  • 18 May 2025 06:12 PM (IST)

    પંચમહાલ: લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરનાર બે આરોપીઓની ધરપકડ

    • પંચમહાલ: લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરનાર બે આરોપીઓની ધરપકડ
    • યુવકોએ બંદૂક વડે બે રાઉન્ડ હવામાં કર્યું હતું ફાયરિંગ
    • 15 મેના રોજ પોપટપરા ગામમાં લગ્ન પ્રસંગમાં કર્યું હતું ફાયરિંગ
    • પોલીસે વાયરલ વીડિયોના આધારે કરી કાર્યવાહી
    • પોલીસે બંને આરોપીની કરી ધરપકડ
  • 18 May 2025 06:11 PM (IST)

    નવસારી: મોપેડ પર જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ

    • નવસારી: મોપેડ પર જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ
    • છુટ્ટા હાથે મોપેડ હંકારી અન્યના જીવ જોખમમાં મુક્યા
    • સુતા-સુતા વાહન ચલાવતો પણ જોવા મળ્યો યુવાન
    • કાલીયાવાડીથી ગ્રીડ રોડ વચ્ચે યુવાનના જોખમી સ્ટંટ
    • જાગૃત નાગરિકે સ્ટંટનો વીડિયો બનાવી કર્યો વાયરલ
  • 18 May 2025 04:43 PM (IST)

    સુરતમાં આહીર સમાજની વાડીનું પાટીલના હસ્તે લોકાર્પણ

    સુરતના લસકાણા વિસ્તારમાં આહીર સમાજની નવનિર્મિત વાડીનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં પ્રસંગે આહીર સમાજના યુવાનો અને વડીલો પરંપરાગત પોશાકમાં સજ્જ થયા હતા. કાર્યક્રમ દરમિયાન સી.આર. પાટીલે જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા અંગે ટિપ્પણી કરતા જણાવ્યું કે આ મોદીનું નવું ભારત છે, જ્યાં ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માંડમ,વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

  • 18 May 2025 03:59 PM (IST)

    અમદાવાદ: મંદિરની જમીન પચાવી પાડવાના મામલે ફરિયાદ

    • અમદાવાદ: મંદિરની જમીન પચાવી પાડવાના મામલે ફરિયાદ
    • 700 વર્ષ જૂના ત્રિકમજી મંદિરની જમીન પચાવી પાડ્યાનો પર્દાફાશ
    • ખોટા દસ્તાવેજના આધારે વિષ્ણુ મંદિરની જમીન પચાવી પાડી
    • ગાયકવાડ હવેલી પોલીસે 7 પૈકી 2 આરોપીની કરી ધરપકડ
    • બાબુ શાહ, મોહમ્મદ અસગર પઠાણ, નિઝામુદ્દીન શેખ સામે ગુનો
    • મોહમ્મદ બિલાલ શેખ, વિશાલ કાદરી, રોહન કાદરી, સદ્દામ કુરેશી સામે ગુનો
    • મંદિરમાં વિષ્ણુ ભગવાન, હનુમાનજી સહિત 6 મૂર્તિઓ સ્થાપિત હતી
    • મંદિરની જમીનના હેતુફેર મુદ્દે ચેરિટી કમિશનરે લીધી હતી ગંભીર નોંધ
    • સમગ્ર મામલો સામે આવતા કોર્ટે FIR કરવા કર્યો હતો આદેશ
    • ત્રિકમજી મંદિરની જમીન પચાવી પાડવા મુદ્દે બજરંગદળનું નિવેદન
    • જમાલપુરમાં પૌરાણિક ત્રિકમજી મંદિર તોડી પડાયું: બજરંગદળ
    • “બિલ્ડર બિલાલે AMC, અન્ય વિભાગના મેળાપીપણામાં મંદિર તોડ્યું”
    • અધિકારીઓ જવાબદાર હોય તો પણ કાર્યવાહી થાય તેવી માગ
    • “અગાઉ વર્ષો પહેલા મંદિર આસપાસ હિન્દૂ સમાજના લોકો રહેતા”
    • ફરીથી ભવ્ય મંદિર બનાવવા બજરંગદળ દ્વારા કરાઈ માગ
  • 18 May 2025 03:59 PM (IST)

    મહેસાણાના ગોઝારીયામાં નર્સિંગ કોલેજના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન

    • ગુજરાતના પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
    • મહેસાણાના ગોઝારીયામાં નર્સિંગ કોલેજના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન
    • વર્ષ 2014 થી 2025માં આરોગ્યલક્ષી પરિવર્તન થયું: અમિત શાહ
    • “છેલ્લા 10 વર્ષમાં સસ્તી દવાઓ ઉપલબ્ધ બની”
    • “પહેલાના સમયમાં આરોગ્ય સેવા સખાવતી હોસ્પિટલો પર નિર્ભર હતી”
    • “દાન પર ચાલતી હોસ્પિટલો ધીમે-ધીમે બંધ થઈ ગઈ”
    • “આજે 60 કરોડ લોકો પાસે આયુષ્યમાન કાર્ડ”
    • “આયુષ્યમાન કાર્ડથી સખાવતી હોસ્પિટલો જીવંત થઈ”
  • 18 May 2025 03:55 PM (IST)

    જાફરાબાદના દરિયામાં અજાણી બોટ દેખાયા બાદ સર્ચ શરૂ

    • ગુજરાતની દરિયાઈ સીમા પર હલચલને લઈ પોલીસ એલર્ટ
    • અમરેલીમાં પીપાવાવ મરીન પોલીસનું મધદરિયામાં પેટ્રોલિંગ
    • કોસ્ટગાર્ડ દ્વારા દમણથી હેલીકોપટર બોલાવી હાથ ધરાયું સર્ચ
    • જાફરાબાદના દરિયામાં અજાણી બોટ દેખાયા બાદ સર્ચ શરૂ
    • માછીમારોએ શંકાસ્પદ બોટને રોકવાનો પ્રયાસ કરતા બોટ ફરાર
    • સ્થાનિક માછીમારોએ શંકાસ્પદ બોટ અંગે કોસ્ટગાર્ડને કરી હતી જાણ
    • ઘટનાની ગંભીરતા સમજી કોસ્ટગાર્ડની હેલીકોપ્ટર મારફતે તપાસ
    • હેલીકોપ્ટરને જોઈ શંકાસ્પદ બોટ ભાગી રહી હોવાનું આવ્યું સામે
    • શંકાસ્પદ બોટના કારણે દરિયામાં સુરક્ષા એજન્સીઓની તપાસ તેજ
    • અમરેલીઃ ધારાસભ્ય હીરા સોલંકી જાફરાબાદ બંદર પર પહોંચ્યા
    • બોટમાંથી વાયલેસ મારફતે મધદરિયે માછીમાર સાથે વાતચીત કરી
    • અંદરની સ્થિતિ અને શંકાસ્પદ બોટ અંગે માહિતી મેળવી
    • પીપાવાવવ મરીન પોલોસની બોટ દ્વારા પેટ્રોલિંગ શરૂ
    • તમામ લેન્ડિંગ પોઇન્ટ પર પોલીસ રાખી રહી છે વોચ
    • શંકાસ્પદ બોટને લઈ અંદર કોસ્ટગાર્ડ દ્વારા બોટને પકડવાનો પ્રયાસ
    • શંકાસ્પદ બોટ અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી
  • 18 May 2025 01:20 PM (IST)

    ધોળકામાં ધોળે દિવસે જ્વેલર્સને દેશી તંમચા-છરી બતાવીને લૂંટવા આવેલો લૂંટારુ ઝડપાયો

    ધોળકામાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં છરો અને દેશી તમંચો કાઢી લૂંટ કરવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો છે. ત્રણ લોકોએ ધોળકા ટાવર બજારમાં ધોળા દિવસે લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. ધોળકાના ટાવર બજારમા આવેલ વિશાલ જ્વેલર્સ ખાતે આ બનાવ બનવા પામ્યો છે. લૂંટારૂઓ દુકાનના મલિકને છરો મારે તે પહેલા તેને પકડી પાડી પોલિસ બોલાવી હતી. વિશાલ જેવલર્સના માલિકોએ બહાદુરી બતાવી લૂંટ કરવા આવેલા લૂંટારાને ઝડપી પડ્યા અને પોલિસ બોલાવીને સોંપી દેવામાં આવ્યા છે. એક લૂંટારો પકડાયો બે લૂંટારા ફરાર થયા છે. ધોળકા ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચીને છરો તથા દેશી તમંચો કબજે કરીને ફરાર થયેલા બે લુંટારને ઝડપી પડવા શોધખોળ હાથ ધરી છે.

  • 18 May 2025 12:19 PM (IST)

    સુરેન્દ્રનગરના વઢવાણ ગણપતી ફાટસર વિસ્તારમાં જાહેરમાં યુવતીને છરીના ઘા મારી રહેંસી નાખી

    વઢવાણ ગણપતી ફાટસર વિસ્તારમાં યુવતીની ધોળા દિવસે સરેઆમ છરીના ઘા મારી હત્યા કરવામાં આવી છે. યુવતી પસાર થતી હતી ત્યારે યુવકે, એકાએક યુવતી પર આડેધડ છરીના ઘા મારતા યુવતી ફસડાઇ પડી હતી. જાહેરમાં છરીના ઘા મારી યુવતીની હત્યા થતા લોકોમાં નાશભાગ મચી જવા પામી હતી. વઢવાણ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. યુવતીની હત્યા કરી હત્યારો ફરાર થઈ ગયો છે. મરણ જનાર‌ યુવતીના પરીવિરજનોની હત્યારો ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ નહી સ્વીકારવાની હઠ પકડી છે. હોસ્પિટલમાં મરણ જનાર યુવતીના  પરીવારજનો, સગા, પરિચિતોના ટોળા ઉમટી પડતા ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધાડા ઉતરી આવ્યા છે.

  • 18 May 2025 12:15 PM (IST)

    સુરતમાં રેસીડન્ટ તબીબે ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત

    સુરત નવી સિવિલ હોસ્પિટલમાં બોયસ હોસ્ટેલમાં રેસીડેન્ડ તબીબ વિદ્યાર્થી દ્વારા આપઘાત કરાયો છે. હોસ્ટેલમાં ગળે ફાંસો ખાઈ રેસીડેન્ડ તબીબે આપઘાત કર્યો હતો. આપધાત કરનાર તબીબનુ નામ લોકેશ એ દેવાંગ, ઉંમર વર્ષ 26 અને બેગ્લોરનો રહેવાસી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સૂરત સિવિલ હોસ્પિટલ ખાતે રેડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવી રહ્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તે આજે બેંગ્લોરની જવાનો હતો. આજે ફલાઈટ મારફેતે બેંગ્લોર જવાનો હતો. આપઘાતનું કારણ અકબંધ છે.

  • 18 May 2025 12:11 PM (IST)

    ભાજપના ધારાસભ્ય કહે છે કે અધિકારીઓ સાંભળતા નથી

    મહેસાણા જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ભાજપના ધારાસભ્યો બળાપો વ્યક્ત કરતા કહ્યું કે, અધિકારીઓ તેમનુ સાંભળતા નથી. મહેસાણામાં મોઢેરા રોડ પર વરસાદી લાઇનનું કામ મુદ્દે રજૂઆત કરાઈ હતી. કામની ફાઇલ અધિકારીઓએ તેમના ટેબલ પર મુકી રાખતા હોવાથી બેઠકમાં ફરિયાદ કરાઈ હતી. જિલ્લા કલેકટરે, બેઠકમાં રજૂ થયેલા વિવિધ પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં પદાધિકારીઓ તરફથી રજુ થયા પ્રશ્નોને પ્રાધાન્ય આપવા, જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરવા સૂચના અપાઈ હતી. તેમજ સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરાઈ હતી.

  • 18 May 2025 11:05 AM (IST)

    ખોટા દસ્તાવેજના આધારે અમદાવાદના ત્રિકમજી મંદિરની જમીન પચાવી પાડવા મુદ્દે નોંધાઈ પોલીસ ફરિયાદ, 2 વ્યક્તિની ધરપકડ

    અમદાવાદ 700 વર્ષ જૂના ત્રિકમજી મંદિરની જમીન મામલે, ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ખોટા દસ્તાવેજના આધારે વિષ્ણુ મંદિરની જમીન પચાવી પાડવાનો કારસો રચાયો હતો. ગાયકવાડ હવેલી પોલીસે બે વ્યક્તિની ધરપકડ કરી છે. મંદિરના જમીન હેતુફેર કરવા મામલે ચેરિટી કમિશનર દ્વારા મામલાની ગંભીર નોંધ લેવાઈ હતી.

    મંદિરમાં વિષ્ણુ ભગવાન, હનુમાનજી, રણછોડ રાયજી, નાનું શિવલિંગ અને ગણપતિજી સહિત 6 મૂર્તિ સ્થાપિત હતી.બાબુ શાહ,  મોહમ્મદ અસગર પઠાણ, નિઝામુદ્દીન શેખ, મોહમ્મદ બિલાલ શેખ, વિશાલ કાદરી, રોહન કાદરી અને સદ્દામ હુસૈન કુરેશી સામે ગુનો દાખલ કરાયો છે.

  • 18 May 2025 10:14 AM (IST)

    હૈદરાબાદના ગુલઝાર હાઉસમાં ભીષણ આગ, 8 લોકોના મોત, અનેક દાઝ્યા

    તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં મોટી આગ લાગી હોવાના સમાચાર છે. આ આગ ચારમીનાર નજીક ગુલઝાર હાઉસમાં લાગી હતી. આ ઘટનામાં, 8 લોકોના બળી જવાથી મોત થયા છે, જ્યારે અનેક લોકો દાઝ્યા છે. માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી

  • 18 May 2025 09:25 AM (IST)

    અરબી સમુદ્રમાં મોટી હલચલ ! માછીમારોની તમામ બોટને પાછી બોલાવી લેવાઈ

    દરિયાઈ સુરક્ષાને ધ્યાને લઈ અરબી સમુદ્રમાં માછીમારી કરવા ગયેલા માછીમારોની તમામ બોટોને તાત્કાલિક પાછી બોલાવી લેવાઈ છે. ફિશરીઝ વિભાગને સૂચના મળતા ફરીવાર ટોકન પ્રકિયા બંધ કરાઈ છે. દરીયાનો કોઈ દૂર ઉપયોગ કરી આતંકી પ્રવુતિ ન કરે તે માટે તકેદારીના ભાગરૂપે પરત બોલાવાઈ છે. જાફરાબાદ, ચાંચબંદર, ધારાબંદર, શિયાળબેટ, નવા બંદર સહીત બંદરો પર તાત્લાલિક બોટો બોલાવવા કડક આદેશ અપાયો છે. દરિયામા જવા માટે જ્યાં સુધી નવી સૂચના ના મળે ત્યાં સુધી કોઈએ દરિયો ખેડવો નહીં તેવી પણ સૂચના આપવામાં આવી છે.

  • 18 May 2025 08:20 AM (IST)

    દેશભરમાં આજે JEE એડવાન્સની પરીક્ષા યોજાશે

    દેશભરમાં આજે JEE એડવાન્સની પરીક્ષા યોજાશે. દેશભરમાં 2 લાખ 50 હજાર વિદ્યાર્થીઓ આપી રહ્યા છે JEE એડવાન્સની પરીક્ષા. IIT, NIT માં પ્રવેશ માટે લેવાય છે JEE એડવાન્સ પરીક્ષા. ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં JEE એડવાન્સની પરીક્ષાનું આયોજન. સવારે 9 થી 12 પહેલી શિફ્ટમાં અને બપોરે 2:30 થી 5:30 બીજી શિફ્ટમાં લેવાશે JEE એડવાન્સની પરીક્ષા.

  • 18 May 2025 07:23 AM (IST)

    ISROનું 101મું મિશન સફળ ના થયું, લોન્ચિંગમાં આવી સમસ્યા

    ઈસરોએ ટ્વીટ કરી જણાવ્યું કે, આજે 101મા પ્રક્ષેપણનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો, બીજા તબક્કા સુધી PSLV-C61 નું લોન્ચિંગ સામાન્ય હતું. ત્રીજા તબક્કામાં ટેકનિકલ ખામીને કારણે મિશન પૂર્ણ થઈ શક્યું નહીં.

Published On - May 18,2025 7:22 AM

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">