Travel Tips : લાલો કૃષ્ણ સદા સહાયતે ફિલ્મ જોઈ લીધો હોય તો ફરી આવો ફિલ્મમાં દર્શાવવામાં આવેલા આ સ્થળો પર, જુઓ ફોટો
ગુજરાતી ફિલ્મ 'લાલો કૃષ્ણ સદા સહાયતે' એ રિલીઝ થયાના પાંચ અઠવાડિયા પૂર્ણ કર્યા છે. છતાં શાનદાર કલેકશન કરી રહી છે. કલેક્શનમાં સતત વધારો થઈ રહ્યો છે.તો આજે આપણે આ ફિલ્મ ગુજરાતના જે સ્થળે શૂટ કરવામાં આવી તેના વિશે વાત કરીશે. આ સ્થળો ફરવા માટે બેસ્ટ છે.

આજે આપણે ગુજરાતના એવા સ્થળો વિશે વાત કરીશું, જ્યાં ગુજરાતની સૌથી વધારી કમાણી કરનાર ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયતેનું શૂટિંગ થયું છે. તમે પણ આ સ્થળોની મુલાકાત લઈ શકે છે.

લાલો કૃષ્ણ સદા સહાયતે ફિલ્મ ગુજરાત સહિત વિદેશમાં પણ ધુમ મચાવી રહી છે. લોકોને ગુજરાતી ફિલ્મ લાલો ખુબ પસંદ પણ આવી રહી છે. આ ફિલ્મ અંકિત સખિયા દ્વારા દિગ્દર્શિત અને ક્રુષાંશ વાજા, વિકી પૂર્ણિમા અને અંકિત સખિયા દ્વારા લખાયેલી ગુજરાતી ભક્તિમય ડ્રામા ફિલ્મ છે.

હવે આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ બની ગઈ છે.આ ફિલ્મનું શૂટિંગ મુખ્યત્વે જૂનાગઢ અને તેની આસપાસ કરવામાં આવ્યું હતું, જેમાં ભવનાથ, ગિરનાર, દામોદર કુંડ અને નરસિંહ મહેતાનો ચોરો જેવા જાણીતા સ્થાનિક સ્થળોએ ફિલ્માવવામાં આવ્યા હતા,

જે ગુજરાતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસા સાથે ગાઢ રીતે સંકળાયેલા સ્થળો છે.

29 સપ્ટેમ્બર 2025ના રોજ, લાલો - કૃષ્ણા સદા સહાયતેનું ટ્રેલર સોશિયલ મીડિયા અને યુટ્યુબ પ્લેટફોર્મ પર રિલીઝ થયું હતુ.આ ફિલ્મ 10 ઓક્ટોબર 2025ના રોજ થિયેટરમાં રિલીઝ થઈ છે. જેમણે બોલિવુડ ફિલ્મને પણ ટકકર આપી છે.

ગિરનાર ગુજરાતનાં ધાર્મિક સ્થળોમાંનો એક છે.દામોદર કુંડ પૌરાણિક કથા મુજબ બ્રહ્માએ તથા ઈન્દ્રે આ તીર્થમાં અનેક યજ્ઞો કર્યા હતા. જેમાં બધા દેવ-દેવીઓ ઉપસ્થિત રહ્યા હતા.નરસિંહ મહેતાના જીવનની ઝાંખી કરાવતું સ્થળ એટલે નરસિંહ મહેતાનો ચોરો કહેવામાં આવે છે.

લાલો કૃષ્ણ સદા સહાયતે ફિલ્મના બજેટની વાત કરીએ તો માત્ર 50 લાખ રુપિયા હતુ. જ્યારે આ ફિલ્મે વીકિપીડિયા અનુસાર બોક્સ ઓફિસ પર અંદાજે 58.25 કરોડ રુપિયાનું કલેક્શન કર્યું છે.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
