Laalo Krishna Sada Sahaayate : લાલો ફિલ્મે સાબિત કર્યું કે, હિટ ફિલ્મ માટે બજેટ કે કોઈ સેલિબ્રિટીનું હોવું જરુરી નથી, 100 કરોડની કમાણી કરી
Laalo Krishna Sada Sahaayate Film:ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયતે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઈતિહાસ રચી દીધો છે. 100 કરોડની કમાણી કર્યા બાદ પણ આ ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયતે શાનદાર કમાણી કરી રહી છે.

ગુજરાતી ફિલ્મ “લાલો-કૃષ્ણ સદા સહાયતે” એ સાબિત કર્યું છે કે મોટું બજેટ કે પછી ફિલ્મ માટે કોઈ મોટા સેલિબ્રિટીનો ચેહરો નહી પરંતુ એક સારી સ્ટોરી અને કન્ટેન મહત્વના છે. ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયતે ફિલ્મે ગુજરાતી સિનેમામાં ધમાલ મચાવી છે. આ ફિલ્મ ગુજરાતી ઈન્ડસ્ટ્રીની અત્યારસુધીની સૌથી મોટી ફિટ ફિલ્મ રહી છે. અત્યારસુધી આ રેકોર્ડ ફિલ્મ ‘ચાલ જીવી લઈએ’ના નામે હતો. પરંતુ આ ફિલ્મે રિલીઝના 5 અઠવાડિયામાં આ ફિલ્મનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો.ફક્ત 50 લાખના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં લગભગ 100 કરોડની કમાણી કરી છે.
હિટ ફિલ્મ માટે બજેટ જરુરી નથી
તમને જણાવી દઈએ કે, જ્યારે લાલો કૃષ્ણ સદા સહાયતે ફિલ્મ રિલીઝ થઈ તો ઓપનિંગ ડે પર માત્ર 3 રુપિયાનું કલેક્શન કર્યું હતુ. ત્યારબાદ આ ફિલ્મ શાનદાર કમાણી કરી હતી.વર્ષ 2025ની સૌથી મોટી હિટ ફિલ્મની જો આપણે વાત કરીએ તો સૈયારા, કંતારા અને છાવા રહી હતી. આમાંથી કોઈ પણ ફિલ્મ આ વર્ષની બ્લોકબસ્ટર ફિલ્મ નથી. આ વર્ષે એક ફિલ્મ આવી જે ન તો હિન્દી બોલિવૂડ ફિલ્મ છે કે ન તો સાઉથના ફિલ્મ. આ ફિલ્મ ખૂબ જ ઓછા બજેટમાં બનાવવામાં આવી હતી. આ એક ગુજરાતી ફિલ્મ છે જે 50 લાખ રૂપિયાના બજેટમાં બની છે. લાલો કૃષ્ણ સદા સહાયતે ફિલ્મ ઓક્ટોબર મહિનામાં રિલીઝ થઈ હતી. અને આ વર્ષે સૌથી મોટી હિટ ફિલ્મ બની છે.જે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે એક ઐતિહાસિક સિદ્ધિ છે.
હિન્દીમાં થશે રિલીઝ
આ ગુજરાતી ફિલ્મે વર્ષની ત્રણ સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મોને પાછળ છોડી દીધી છે અને ટોચ પર પોતાનું નામ બનાવ્યું છે.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, લાલા કૃષ્ણ સદાસહાયતે ફિલ્મ હવે હિન્દીમાં પણ રિલીઝ થશે. આ ફિલ્મમાં રીવા રચ્છ, શ્રુહદ ગોસ્વામી, કરણ જોશી, અનશુ જોશી અને કિન્નલ નાયકનું નામ સામેલ છે.આ ફિલ્મ વિશે વાત કરીએ તો, આ ફિલ્મમાં ભગવાન પ્રત્યેની ભક્તિ બતાવવામાં આવી છે, આ સાથે, ફિલ્મમાં પારિવારિક મનોરંજન અને ગીતો પણ ખૂબ સુંદર છે. પરિવાર સાથે બેસી ફિલ્મ જોઈ શકો છો.
