ગુજરાતી ફિલ્મ ‘લાલો કૃષ્ણ સદા સહાયતે’એ બોલિવુડ ફિલ્મનો રેકોર્ડ તોડ્યો
બોક્સ ઓફિસ પર એવો ચમત્કાર જોવા મળી રહ્યો છે કે, આવો પહેલા ક્યારે પણ જોવા મળ્યો ન હતો. ગુજરાતી ફિલ્મે બોલિવુડની ફિલ્મને ટકકર આપી છે અને આટલું જ નહી બોલિવુડ ફિલ્મને પાછળ પણ છોડી છે. તો ચાલો જાણીએ લાલો કૃષ્ણ સદા સહાયતે ફિલ્મે બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી છે.

થિયેટરમાં આજકાલ બોલિવુડ નહી પરંતુ ગુજરાતી ફિલ્મના તમામ શો હાઉસફુલ થઈ રહ્યા છે. આ ફિલ્મને ચાહકો ખુબ જ પ્રેમ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ લાલો કૃષ્ણ સદા સહાયતે પર ધમાલ મચાવી રહી છે. કેટલીક એવી ફિલ્મો 2025મા આવી અને આ ફિલ્મોએ સરપ્રાઈઝ આપી છે. આ ફિલ્મોમાં માત્ર સાઉથ અને બોલિવુડની ફિલ્મો જ નથી પરંતુ ગુજરાતી અને આસમની ફિલ્મો પણ છે. જેમણે ઓછા બજેટમાં શાનદાર કમાણી કરી છે. આ ફિલ્મ 5 કરોડના ઓછા બજેટમાં બની છે. સાથે સાઉથ-બોલિવુડની ફિલ્મોને પાછળ છોડી છે.
સાઉથ-બોલિવુડની ફિલ્મોને પાછળ છોડી
ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયતેનું કલેક્શન સારું જોવા મળી રહ્યું છે. આ ફિલ્મે પોતાના કલેક્શનમાં શાનદાર વધારો કર્યો છે તેમજ દિવસે દિવસે કમાણીમાં વધારો થઈ રહ્યો છે. તેમજ આ ગુજરાતી ફિલ્મે દિવસેને દિવસે નવા રેકોર્ડ પણ બનાવી રહી છે. તો ચાલો જાણીએ કે આ બે ફિલ્મોએ બોક્સ ઓફિસ પર કેવી રીતે ધૂમ મચાવી છે અને કંતારા1-છાવા જેવી ફિલ્મોને પણ પાછળ છોડી દીધી છે.
લાલો કૃષ્ણ સદા સહાયતે કરોડોની કમાણી કરી
લાલો કૃષ્ણ સદા સહાયતે ફિલ્મની જો આપણે વાત કરીએ તો આ ફિલ્મનું બજેટ રિપોર્ટસ મુજબ માત્ર 50 લાખ રુપિયાનું છે. પરંતુ આ ફિલ્મે 60 કરોડથી વધારેની કમાણી કરી છે. આ રિપોર્ટ મજુબ ફિલ્મના રિટર્ન ઓફ ઈનવેસ્ટમેટ 12080 ટકા થયો છે. આ આવર્ષની સૌથી વધારે પ્રોફિટેબલ ફિલ્મ બની ચૂકી છે. આ ફિલ્મે છાવા અને કંતારાને પણ પાછળ છોડી છે.આ કલેક્શન જોઈ એવું લાગી રહ્યું છે કે, આ ફિલ્મ 100 કરોડ રુપિયાની કમાણી કરી શકે છે.
28 નવેમ્બરના રોજ રિલીઝ થનારી હિન્દી ડબ ફિલ્મે અત્યારથી જ ચાહકોની ઉત્સુકતા વધારી દીધી છે. કારણ કે, આ ફિલ્મે માત્ર બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ્યા નથી પરંતુ લોકોમાં તેની ભાવનાત્મક અને આધ્યાત્મિકતાથી ચાહકોને ઊંડે સુધી સ્પર્શી ગયું છે.
