ગુજરાતની સૌથી મોટી હિટ ફિલ્મ ‘લાલો કૃષ્ણ સદા સહાયતે’ જાણો હિન્દીમાં ક્યારે રિલીઝ થશે
Gujarati Film : બોક્સ ઓફિસ પર ગુજરાતી ફિલ્મ લાલો ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મને લોકો ખુબ પસંદ પણ કરી રહ્યા છે. ફિલ્મની કમાણી 4 અઠવાડિયા પછી પર ધમાકેદાર કમાણી કરી રહી છે. આ કલેક્શન જોઈ એવું લાગી રહ્યું છે કે, આ ફિલ્મ 100 કરોડ રુપિયાની કમાણી કરી શકે છે.

ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયતે હવે હિન્દી સિનેમામાં રિલીઝ થશે. આ ફિલ્મે ગુજરાતી સિનેમામાં ઈતિહાસ રચ્યો છે. ફિલ્મની કમાણીએ બોલિવુડ ફિલ્મને પણ પાછળ છોડી છે. દરરોજ અવનવા રેકોર્ડ પણ બનાવી રહી છે. ગુજરાતી સિનેમામાં રિલીઝ થયા પછી લાલો કૃષ્ણ સદાસહાયતે હિન્દી ચાહકોનો મનોરંજન કરવા માટે પણ તૈયાર છે. 28 નવેમ્બરના રોજ રિલીઝ થનારી હિન્દી ડબ ફિલ્મે અત્યારથી જ ચાહકોની ઉત્સુકતા વધારી દીધી છે. કારણ કે, આ ફિલ્મે માત્ર બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ્યા નથી પરંતુ લોકોમાં તેની ભાવનાત્મક અને આધ્યાત્મિકતાથી ચાહકોને ઊંડે સુધી સ્પર્શી ગયું છે.
ફિલ્મ 50 લાખ રુપિયાના બજેટમાં બની
10 ઓક્ટોબર 2025ના રોજ ગુજરાતમાં રિલીઝ થયેલી ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ છે.50 લાખમાં બનેલી ફિલ્મે કરોડોની કમાણી કરી અત્યાર સુધી કુલ કમાણી 71 કરોડનો આંકડો પાર કર્યો હતો. આશા છે કે, આ ફિલ્મ 100 કરોડના ક્લબમાં એન્ટ્રી કરી લેશે. આ ફિલ્મના બજેટની વાત કરીએ તો આ ફિલ્મ 50 લાખ રુપિયાના બજેટમાં બની છે. ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મે અંકિત સકિયાએ ડાયરેક્ટ કરી છે.
100 કરોડની ખુબ નજીક છે લાલો ફિલ્મ
ફિલ્મને વીકએન્ડમાં ખુબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. જો આ ફિલ્મ આવનાર વીકએન્ડમાં પણ ધમાકેદાર કમાણી કરે છે તો 100 કરોડની ક્લબમાં સામેલ થઈ શકે છે. તેમજ પહેલી ગુજરાતી ફિલ્મ 1932માં આવી હતી. ત્યારબાદ અત્યારસુધી કોઈપણ ગુજરાતી ફિલ્મે ઈતિહાસ રચ્યો નથી. કે પછી જેમણે 100 કરોડની આસપાસ કલેક્શન કર્યું હોય. પરંતુ ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયતે આ સ્થાન મેળવનારી પહેલી ફિલ્મ બની શકે છે.
નિર્માતાઓ હાલમાં ફિલ્મના ડબિંગ પર કામ કરી રહ્યા છે, જે લગભગ પૂર્ણ થઈ ગયું છે. ટીમ હાલમાં સમયસર સેન્સર સર્ટિફિકેટ મેળવવા માટે કામ કરી રહી છે, અને ટૂંક સમયમાં સત્તાવાર રિલીઝ તારીખ જાહેર કરવામાં આવશે.આ ફિલ્મમાં ડ્રામા, ઈમોશનનું મિશ્રણ ચાહકોને ખૂબ ગમ્યું છે, અને ઘણી મોટી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મનું શુટિંગ જૂનાગઢમાં કરવામાં આવ્યું છે.
