આ છે સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મો, એક ફિલ્મે તો બોલિવુડની ફિલ્મને પણ પાછળ છોડી
ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયતેએ ગુજરાતી સિનેમામાં ઈતિહાસ રચી દીધો છે. ફિલ્મની કમાણીએ તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. તો આજે આપણે સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મો વિશે વાત કરીશુ.

ગુજરાતી સિનેમાએ ભારતીય સિનેમાનો એક ભાગ છે, જે ગુજરાતી ભાષામાં ફિલ્મોના નિર્માણ કરે છે. તેને ઢોલીવુડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે આપણે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં નિર્મિત ટોચની5 સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મો વિશે જાણીએ.

લાલો કૃષ્ણ સદા સહાયતે ફિલ્મ રિલીઝ થયાને એક મહિનાથી વધુ સમય થયો છે. આજે પણ બોક્સ ઓફિસ પર હાઉસ ફુલ કમાણી કરી રહી છે. ચાહકો આ ફિલ્મને ખુબ જ પ્રેમ આપી રહ્યા છે. હવે તો આ ગુજરાતી ફિલ્મ લાલો હિન્દી વર્ઝનમાં રિલીઝ થશે.

લાલો કૃષ્ણ સદા સહાયતે ફિલ્મને અંકિત સખિયાએ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મના કાસ્ટ વિશે જો આપણે વાત કરીએ તો.રીવા રાચ્છ, શ્રીહદ ગોસ્વામી, કરણ જોષી, મિષ્ટી કડેચા છે. 50 લાખમાં બનેલી ફિલ્મે 71 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે ગુજરાતી સિનેમામાં વધુ કમાણી કરી છે.

વિકિપીડિયા અનુસાર બીજા નંબર પર ગુજરાતી ફિલ્મ ચાલ જીવી લઈએ ફિલ્મ આવે છે. આ ફિલ્મ વર્ષ 2019માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે અંદાજે 50 કરોડની કમાણી કરી હતી.

ત્રીજા નંબર પર 2 ગુજરાતી ફિલ્મોના નામ છે. જેમાં ઝમકુડી અને 3 એક્કા છે.

બંન્ને ફિલ્મે 25 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મો 2023-24માં રિલીઝ થઈ હતી.

ગુજરાતી ફિલ્મ ચણિયા ટોળી 21 ઓક્ટોબર 2025ના રોજ રિલીઝ થઈ હતી.આ ફિલ્મને લોકોએ મનોરંજનની રોલર કોસ્ટર રાઈડ કહી હતી.ચણિયા ટોળી ફિલ્મ વર્ષ 2025માં રિલીઝ થઈ હતી.તેમણે અંદાજે 23 કરોડની કમાણી કરી હતી.
ગુજરાતી સિને ઉદ્યોગનું હુલામણું નામ ઢોલીવૂડ મુંબઈ (ત્યારે બોમ્બે કહેવાતું) સ્થિત સિનેમા ઉદ્યોગના હુલામણા નામ બોલિવુડથી પ્રેરીત છે. અહી ક્લિક કરો
