ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયતે, બોલિવુડ ફિલ્મ છાવા અને કલ્કિને પાછળ છોડી
Gujarati Movie : ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હાલમાં લાલો કૃષ્ણ સદા સહાયતે ફિલ્મ ધમાલ મચાવી રહી છે. આ ઈન્ડસ્ટ્રીની એક એવી ફિલ્મ રહી છે જેમણે ખુબ શાનદાર કલેક્શન કર્યું છે. લાલો કૃષ્ણ સદા સહાયતે ફિલ્મ રિલીઝ થયાના 5 અઠવાડિયાથી વધુનો સમય થયો છે અને હજુ પણ ફિલ્મના શો હાઉસફુલ જોવા મળી રહ્યા છે.

છેલ્લા થોડા સમયથી ફિલ્મી ચાહકોના મોંઢા પર એક જ ફિલ્મનું નામ આવી રહ્યું છે અને આ ફિલ્મ બોલિવુડ, હોલિવુડ સાઉથની નથી પરંતુ ગુજરાતી ફિલ્મ છે. જે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. સોશિયલ મીડિયા પર પણ લાલો ફિલ્મના ખુબ વખાણ થઈ રહ્યા છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી છેલ્લા કેટલાક સમયથી વધારે ચર્ચામાં રહી છે. કારણ કે, ગુજરાતી ફિલ્મને લોકો ખુબ વખાણ કરી રહ્યા છે. આ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ બની છે. અત્યાર સુધી આ રેકોર્ડ ચાલ જીવી લઈએ ફિલ્મના નામ પર હતો. આ ફિલ્મે અંદાજે 50- કરોડનું કલેક્શન કર્યું હતુ.
ત્યારબાદ વર્ષ 2025માં 5 અઠવાડિયા પહેલા લાલો કૃષ્ણ સદા સહાયતે નામની એક ગુજરાતી ફિલ્મ આવી હતી. આ ફિલ્મે ઓપનિંગ ડે પર 3 લાખનું કલેક્શન કર્યું હતુ. ત્યારબાદ આ ફિલ્મની કમાણી ધીમે ધીમે વધવા લાગી છે.ચાલો જાણીએ કે આ 5 અઠવાડિયામાં ફિલ્મે કેટલું કલેક્શન કર્યું છે અને આવનારા સમયમાં આ ફિલ્મ પાસેથી શું અપેક્ષા રાખી શકાય છે.
લાલો કૃષ્ણાએ 38 દિવસમાં કેટલી કમાણી કરી?
લાલો કૃષ્ણ સદા સહાયતે ફિલ્મની વાત કરીએ તો, તેણે રિલીઝના ચોથા અઠવાડિયામાં 10.32 કરોડની કમાણી કરી હતી. ત્યારબાદ પાંચમા અઠવાડિયામાં તેણે 24.7 કરોડની કમાણી કરી હતી. ફિલ્મે હવે ચાર દિવસ પૂરા કર્યા છે અને આ ચાર દિવસમાં 16.75 કરોડની કમાણી કરી છે. આનો અર્થ એ થયો કે 38 દિવસમાં ફિલ્મનું નેટ કલેક્શન 52.75 કરોડ પર પહોંચી ગયું છે.37 દિવસમાં તેનું ગ્રોસ કલેક્શન 54.75 કરોડ હતું. હવે, ફિલ્મનું કુલ કલેક્શન 38 દિવસમાં 61.25 કરોડ પર પહોંચી ગયું છે.
કલ્કી અને છાવાને પાછળ છોડી
આ ફિલ્મની ખાસ વાત એ છે કે તેના 38મા દિવસે, તેણે તેની કમાણી સાથે અન્ય મોટી ફિલ્મોને પણ પાછળ છોડી દીધી છે. રિલીઝના 38મા દિવસે, છાવાએ 4.65 કરોડની કમાણી કરી હતી, જે લાલો કૃષ્ણાના 6.50 કરોડના કલેક્શન કરતાં ઓછી છે. પ્રભાસની કલ્કીનું કલેક્શન 38મા દિવસે પણ ઓછું હતું, તેણે ફક્ત 1.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.આ ફિલ્મે 61 કરોડની કમાણી કરી લીધી છે, જે ગુજરાતી સિનેમામાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે. જોકે, આ આંકડાની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી બહાર પાડવામાં આવી નથી.
