દિવાળી પર તમારી મમ્મી સાથે જોઈ આવો ગુજરાતી ફિલ્મ ચણિયા ટોળી
જો તમારો પર આ દિવાળી પર પરિવાર સાથે ફિલ્મ જોવાનો પ્લાન છે. તો ગુજરાતી ફિલ્મ ચણિયા ટોળી એક એવી ફિલ્મ છે. જે તમે પરિવારના સભ્યો સાથે જોઈ શકશો છો. આ ફિલ્મ તમને હસાવીને લોથપોથ કરી દેશે.

દિવાળી પર એક ગુજરાતી ફિલ્મ ચાહકો માટે એક મનોરંજક ભેટ લઈને આવી રહી છે. આનંદ પંડિત મોશન પિકચર્સ અન જેનોક ફિલ્મ દ્વારા નિર્મિત ચણિયા ટોળીની ગુજરાતી ફિલ્મ 21 ઓક્ટોબર 2025ના રોજ દેશ સહિત વિદેશમાં રિલીઝ થશે. આ ફિલ્મ એટલે મનોરંજનની રોલર કોસ્ટર રાઈડ છે. જેમાં હાસ્ય અને રહસ્ય અને રોમાંચનો તગડો ડોઝ જોવા મળશે.
સ્ટોરી છે હટકે
ફિલ્મની સ્ટોરીની વાત કરવામાં આવે તો આ સ્ટોરી સાંભળી તમે વિચારમાં પડી જશો. સ્ટોરીનો હીરો છે યશ સોની. જે એક શિક્ષક બને છે. હવે આ ગુરુજી ગામની સાત મહિલાઓને શિષ્ય બનાવે છે. અને પછી જે પાઠ ભણાવે છે. તે સાંભળીને તમે પણ દંગ રહી જશો.
ભ્રષ્ટ સિસ્ટમ સામે સીધી બેન્ક લૂટે
આ ફિલ્મમાં ભરપુર મસાલો છે. ટુંકમાં દરેક સીન જોઈ તમે પેટ પકડીને હસવા મજબુર કરશે. તેમજ અમુક ડાયલોગ તમને વિચારવા પણ મજબુર કરી દેશે. સામાજિક મેસજ પણ સાથે આપશે.આનંદ પંડિત મોશન પિકચર્સ અને જેનોક ફિલ્મ દ્વારા નિર્મિત, ચણિયા ટોળી ગુજરાતી સિનેમામાં શુદ્ધ પારિવારિક મનોરંજન આપે છે. જેમાં પરિવારના દરેક ઉંમરના સભ્યો સાથે સિનેમાઘરમાં જોઈને ફિલ્મનો આનંદ માણી શકશો. શુદ્ધ મનોરંજન,સાંસ્કૃતિક મૂલ્યો અને યુવા ઉર્જા સાથે ગુજરાતી સિનેમાની નવી ઓળખ આપી છે. આનંદ પંડિત મોશન પિકચર્સે અને જેનોક ફિલ્મસ આ બંન્ન્ પ્રોડક્શન હાઉસે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને રાષ્ટ્રીય સ્તરે ગૌરવભર ઉભું રાખઅયું છે.
નિર્માતા આનંદ પંડિત કહે છે કે, આ ફિલ્મ માત્ર સિનેમા જ નહી પણ એક ફિલ્મનો વિષય ખુબ જ રસપ્રદ છે. અમને વિશ્વાસ છે કે, આ ફિલ્મ યુવાનો તથા પરિવાર બંન્ને વર્ગના ચાહકોને ગમશે. મૂળ અમારી ફિલ્મ પારિવારિક છે.જ્યારે નિર્માતા વિશાલ શાહ કહે છે કે, આ ફિલ્મ ગુજરાતી સિનેમાનો બદલતો ચહેરો છે. પરિવાર સાથે જોવા જેવી ફિલ્મ દરેકને ચણિયા ટોળીની સ્ટોરી સાથે જોડે છે.
ફિલ્મને ચાહકો પ્રેમથી વધાવશે
ડિરેક્ટર પાર્થ ત્રિવેદી ફિલ્મ વિશે વાત કરતાં કહે છે કે, અમારી ટીમની મહેનત અને લાગણી દરેક સીનમાં દેખાશે. ફિલ્મ તમને અંત સુધી જકડી રાખશે. જ્યારે ડિરેક્ટર જય બોડાસ કહે છે કે, આ ફિલ્મનો વિષય મહિલાઓને ઘણો જ પોતાનો લાગશે. અમારી ફિલ્મને ચાહકો પ્રેમથી વધાવશે. તેવી અમને આશા છે.તમને જણાવી દઈએ કે, ફિલ્મના ગીતો તો પહેલાથી જ ધૂમ મચાવી રહ્યા છે. તેનું ફેમસ ગીત પોપટ તો 3 કરોડથી વધુ વ્યુઝ મેળવી ચૂક્યું છે. ગરબા મહોત્સવમાં લોન્ચ થયેલા ટ્રેલર અને ટીઝરે ધમાલ મચાવી દીધી છે. તો તૈયાર થઈ જાવ. 21 ઓક્ટોબર 2025ના રોજ આ મનોરંજનથી ભરપુર ફિલ્મ જોવા માટે.