AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vash Level 2: 8 કરોડમાં બનેલી એક ગુજરાતી ફિલ્મે રેકોર્ડ બનાવ્યો, 16 કરોડની કમાણી કર્યા બાદ OTT ડીલથી પણ મોટી કમાણી કરી

Vash Level 2 : આ વર્ષે જે મોટી ફિલ્મો ધમાલ મચાવી શકી નથી તે નાની ફિલ્મોએ કામ કરી દેખાડ્યું છે. નાના બજેટમાં તૈયાર થયેલી ફિલ્મે બોક્સ ઓફિસ પર ખુબ ધમાલ મચાવી છે. આ વચ્ચે 8 કરોડમાં બનેલી ગુજરાતી ફિલ્મ વશ લેવલ 2એ ઈતિહાસ રચ્યો છે. ફિલ્મે ઓટીટી ડીલથી મોટી કમાણી કરી છે.

Vash Level 2: 8 કરોડમાં બનેલી એક ગુજરાતી ફિલ્મે રેકોર્ડ બનાવ્યો, 16 કરોડની કમાણી કર્યા બાદ OTT ડીલથી પણ મોટી કમાણી કરી
| Updated on: Oct 29, 2025 | 2:48 PM
Share

આ વર્ષ મોટી ફિલ્મોને લઈ ખુબ ધમાલ મચી છે પરંતુ આ ફિલ્મોએ રિલીઝ થતાંની સાથે નબળી કમાણી કરી હતી. તો બીજી બાજુ એક નાના બજેટમાં બનેલી ફિલ્મની વાત થઈ ન હતી. પરંતુ તેમણે આખી ગેમ પલટી નાંખી હતી. વાત સૈયારાની હોય કે પછી લોકા, મિરાઈ કે પછી બીજી સાઉથની ફિલ્મો હોય. આ સાથે ગુજરાતી ફિલ્મ વંશની સીકવલ વંશ લેવલ 2એ પણ ચાહકોને ખુબ ઈમ્પ્રેસ કર્યા છે. જાનકી બોડીવાલા અને હિતેન કુમાર તેમજ હેતુ કનોડિયાની ફિલ્મે આ વખેત બોક્સ ઓફિસ્ પર ખુબ ધમાલ મચાવી હતી.

વશ લેવલ 2નો રેકોર્ડ

જ્યાં પહેલી ફિલ્મને લઈ લોકોને જાણ ન હતી પરંતુ પહેલી ફિલ્મના પરફોર્મન્સ બાદ સીકવલની રાહ જોવાતી હતી. 8 કરોડમાં બનેલી ફિલ્મે ઓટીટી પ્લેટફોર્મ પર એન્ટ્રી કરી છે પરંતુ શું તમે જાણો છો કે, ઓટીટીના રોકોર્ડબ્રેક ડીલથી જાનકીની ફિલ્મે ઈતિહાસ રચ્યો છે.22 ઓક્ટોબરના રોજ ગુજરાતી ફિલ્મ વશ લેવલ 2 અને હિંદી ડબ વર્ઝનને નેટફિલ્કસ પર રિલીઝ પર કરવામાં આવી હતી. આ નિર્ણય એટલા માટે પણ મોટો છે કારણ કે, કોઈ ગુજરાતી ફિલ્મ પસંદ કરવી સામાન્ય નથી. જોકે, નેટફ્લિક્સે વશ લેવલ 2 ને રેકોર્ડ કિંમતે હસ્તગત કરી હોવાથી આ ફિલ્મ ચર્ચામાં આવી છે. જાણો તેની કિંમત કેટલી છે.

વશ લેવલ 2એ ઈતિહાસ રચ્યો

હાલમાં એક રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં જાણવા મળ્યું છે કે, નેટફ્લિક્સે વશ લેવલ 2 અને વશ વિવશ લેવલ 2ના ડિજિટલ રાઈટ્સ ખરીદ્યા છે. ત્યારબાદ ઓટીટી પ્લેટફોર્મે 3.50 કરોડ રુપિયાની મોટી કિંમત ચુકાવી છે. જે કોઈ પણ ગુજરાતી ફિલ્મ માટે સૌથી વધારે કિંમત છે. જે કોઈ ઓટીટી પ્લેટફોર્મે આપી છે. આવું કરવા પાછળનું કારણ ફિલ્મનું કન્ટેન છે. જે સારી રીતે બનાવવામાં આવ્યું છે. આ કારણ છે કે,ફિલ્મ રીલિઝ થયા બાદ લોકો ફિલ્મના ખુબ વખાણ કરી રહ્યા છે. મેકર્સે ફિલ્મને હિન્દીમાં ડબ કરી છે. જેને નેટ્ફ્લિકસ પર શાનદાર રિસ્પોન્સ મળ્યો છે.

નેટફ્લિક્સનો સાથ કેટલી લાંબી ડીલ?

એક નવા રિપોર્ટમાં જણાવાયું છે કે ડીલ મુજબ, નેટફ્લિક્સ સાડા ત્રણ વર્ષ માટે ફિલ્મનું સ્ટ્રીમિંગ કરશે. વધુમાં, નેટફ્લિક્સ એકમાત્ર એવી સાઇટ હશે જ્યાં બંને વર્ઝન એક વર્ષ માટે ઉપલબ્ધ રહેશે.

ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાને મળ્યો નેશનલ ફિલ્મ એવોર્ડ, આવો છે પરિવાર અહી ક્લિક કરો

લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
ભાવનગરથી માત્ર 20 કિલોમીટર દૂર સિંહોના આંટાફેરા
ભાવનગરથી માત્ર 20 કિલોમીટર દૂર સિંહોના આંટાફેરા
g clip-path="url(#clip0_868_265)">