Breaking News : આઈપીએલ 2026 સીઝન માટે ડિસેમ્બરમાં ઓક્શન, ખેલાડીઓને રિટેન કરવાની આ છે ડેડલાઈન
IPL Auction for Next Season : આઈપીએલ 2026નું ઓક્શન આ વર્ષે ડિસેમ્બર મહિનામાં થઈ શકે છે. રિપોર્ટ મુજબ આગામી સીઝન માટે ખેલાડીઓને રિટેન કરવાની છેલ્લી તારીખે 15 નવેમ્બર હશે.

IPL Auction : આઈપીએલ 2026 માટે ખેલાડીઓનું ઓક્શન ક્યારે થશે. તેની તારીખ સામે આવી ગઈ છે. આ સિવાય ખેલાડીઓના રિટેન્શનને લઈ પણ મોટું અપટેડ સામે આવ્યું છે. ક્રિકબઝના રિપોર્ટ મુજબ આઈપીએલ 2026નું ઓક્શન આ વર્ષે ડિસેમ્બરમાં થઈ શકે છે. આ ઓક્શન ડિસેમ્બરના બીજા અને ત્રીજા અઠવાડિયામાં થઈ શકે છે. એવી પણ આશા છે કે, 13 થી 15 ડિસેમ્બર વચ્ચે ઓક્શન થઈ શકે છે. તેમજ ફ્રેન્ચાઈઝીની પાસે ખેલાડીઓને રિટેન કરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર સુધીની રહેશે.
ક્યાં થશે IPL 2026નું ઓક્શન ?
હવે સવાલ એ છે કે, આગામી આઈપીએલનું ઓક્શન ક્યાં થશે?ક્રિકબઝના રિપોર્ટ મુજબ હાલમાં આને લઈ કોઈ જાણકારી સામે આવી નથી. કે, ઓક્શન દેશમાં થશે કે, છેલ્લી 2 સીઝનની જેમ વિદેશમાં. આઈપીએલ 2023નું ઓક્શન દુબઈમાં થયું હતુ. આઈપીએલ 2024નું ઓક્શન જેદ્દામાં કરવામાં આવ્યું હતુ. ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલા સુત્રો મુજબ રિપોર્ટમાં લખ્યું છે કે, બીસીસીઆઈ આ વખતે મિની ઓક્શન ભારતમાં જ કરશે, આના પર હજુ નિર્ણય આવવાનો હજુ બાકી છે.
રિટેન્શનની ડેડલાઈન
આઈપીએલ 2026 માટે થનારા મિની ઓક્શન પહેલા ફ્રેન્ચાઈઝીઓની પાસે ખેલાડીઓને રિટેન કરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર છે. આ દિવસ સુધી તમામ ફ્રેન્ચાઈઝીએ પોતાના રિટેન ખેલાડીઓના નામ આપવાના રહેશે. રિપોર્ટ મુજબ ચેન્નાઈ અને રાજસ્થાન ફ્રેન્ચાઈઝીને છોડી અન્ય ફ્રેન્ચાઈઝીઓએ પોતાના વધારે ખેલાડીઓને રિલીઝ કરવાની આશા ના બરાબર છે.
CSK અને RR આ ખેલાડીઓને કરી શકે છે રિલીઝ
રિપોર્ટ મુજબ ચેન્નાઈ સુપર કિંગ્સમાંથી રિલીઝ થનારા ખેલાડીઓના લિસ્ટમાં દીપક હુડ્ડા, વિજય શંકર, રાહુલ ત્રિપાઠી, સૈમ કરન અને ડેવન કોનવેનું નામ આવી શકે છે. આ સિવાય અશ્વિને સંન્યાસ લીધો છે. તો તેના પર્સમાં એક મોટી રકમ વધી છે. તેમજ રાજસ્થાન રોય્લસ વાનિદું હસારંગા અને મહિશ તીક્ષણા જેવા સ્પિનરને રિલીઝ કરી શકે છે. આ સિવાય સંજુ સેમસન પણ આગામી સીઝનમાં રાજસ્થાન રોયલ્સનો ભાગ નહી હોય. આ બંન્ને ટીમ છેલ્લી સીઝનમાં પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે હતી.
