બીજી વખત લગ્નના બંધનમાં બંધાયો સ્ટાર સ્પિનર,જુઓ ફોટો
અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાને બીજી વખત લગ્ન કર્યા છે. તેમણે મંગળવારે બીજા લગ્નનો ખુલાસો સોશિયલ મીડિયા પર કર્યો હતો. તેમણે આ વર્ષે ઓગસ્ટમાં લગ્ન કર્યા હતા.

અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાન ફરી એક વખત વરરાજો બન્યો છે. તેમણે મંગળવારે તેમના બીજા લગ્નનો ખુલાસો કર્યો હતો, દિગ્ગજ ખેલાડીએ જણાવ્યું કે, તેમણે આ ઓગસ્ટમાં લગ્ન કર્યા છે. 27 વર્ષીય ખેલાડીએ ગત્ત વર્ષે ઓક્ટોમ્બર મહિનામાં પહેલા લગ્ન કર્યા હતા. હવે 10 મહિના બાદ બીજી વખત લગ્ન કર્યા છે.

રાશિદ ખાને બીજા લગ્નની જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી. 2 ઓગસ્ટ 2025ના રોજ મે મારા જીવનનો એક નવું સાર્થક અધ્યાય શરુ કર્યું છે. મારા લગ્ન એક એવી મહિલા સાથે થયા છે. જે શાંતિ અને સમજદારીનું પ્રતિક છે જેની મને હંમેશા આશા હતી.

હાલમાં રાશિદ ખાન એક મહિલા સાથે કાર્યક્રમમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ અનેક અટકળો ચાલી રહી હતી. હવે આ સ્ટાર સ્પિનરે ખુલાસો કર્યો છે. તે મારી પત્ની છે અને અમે સાથે છીએ. એ બધાનો આભાર જેમણે સમર્થન અને સમજદારી દેખાડી છે.

રાશિદ ખાનના કરિયરની વાત કરીએ તો તેમણે અફઘાનિસ્તાન માટે અત્યારસુધી 6 ટેસ્ટ,117 વનડે અને 108 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. તેમણે આઈપીએલમાં 136 મેચ રમી છે. 27 વર્ષીય સ્પિનરે 158 વિકેટ પોતાને નામ કરી છે.

હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે રાશિદ ખાનની બીજી પત્ની કોણ છે? આ અંગે હજુ સુધી કોઈ નક્કર માહિતી મળી નથી. જોકે, સોશિયલ મીડિયા પર દાવા કરવામાં આવી રહ્યા છે કે રાશિદે એક અફઘાન મોડેલ સાથે લગ્ન કર્યા છે.

રાશિદ ખાનના પહેલા લગ્ન 3 ઓક્ટોબર, 2024 ના રોજ થયા હતા. રસપ્રદ વાત એ છે કે, તેના ત્રણ ભાઈઓએ પણ એક જ દિવસે લગ્ન કર્યા હતા. લગ્ન કાબુલમાં એક ભવ્ય સમારોહમાં થયા હતા. જોકે, રાશિદે હજુ સુધી તેની બંને પત્નીઓની ઓળખ જાહેર કરી નથી.
એક એવો ક્રિકેટર કે, તેના ઘરમાંથી જ પ્લેઈંગ 11 બની જાય, 1 વર્ષમાં કર્યા બીજા લગ્ન આવો છે પરિવાર અહી ક્લિક કરો
