ટેસ્લા બાદ આ કંપનીઓની પણ ભારતમાં થશે એન્ટ્રી ! એક તો ધાસુ મોડલ સાથે લાવ્યું ટેસ્લાથી સસ્તી કાર
ટેસ્લા મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) ખાતે વિશ્વના ત્રીજા સૌથી મોટા કાર બજારમાં તેનો પહેલો શોરૂમ શરૂ થયો છે. બીજી તરફ, વિયેતનામી કંપની વિનફાસ્ટ ભારતમાં તેની સફર શરૂ થવાની સાથે ઇલેક્ટ્રિક SUV મોડેલ્સનું સત્તાવાર બુકિંગ શરૂ કરવા જઈ રહી છે.

આજે એટલે કે 15 જુલાઈ 2025 એ ભારતીય ઓટો ઉદ્યોગ માટે એક મોટો દિવસ છે. આજે, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની અમેરિકન ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લા અને વિયેતનામી કાર કંપની વિનફાસ્ટ ભારતમાં એકસાથે પોતાની સફર શરૂ કરવા જઈ રહી છે. ટેસ્લા મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) ખાતે વિશ્વના ત્રીજા સૌથી મોટા કાર બજારમાં તેનો પહેલો શોરૂમ શરૂ થયો છે. બીજી તરફ, વિયેતનામી કંપની વિનફાસ્ટ ભારતમાં તેની સફર શરૂ થવાની સાથે ઇલેક્ટ્રિક SUV મોડેલ્સનું સત્તાવાર બુકિંગ શરૂ કરવા જઈ રહી છે.

આ એક ખૂબ જ અનોખો સંયોગ છે કે અમેરિકન અને વિયેતનામી દિગ્ગજો એક જ દિવસે ભારતીય ભૂમિ પર સામસામે આવી રહ્યા છે. જ્યારે ટેસ્લા વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર કંપનીઓમાંની એક છે, ત્યારે વિનફાસ્ટ પણ ઝડપથી વિકસતી કાર ઉત્પાદક કંપની છે. ટેસ્લા આજે ભારતમાં તેનો પહેલો શોરૂમ મુંબઈમાં ખોલ્યો છે, જ્યારે વિનફાસ્ટ આ બાબતમાં થોડું આગળ છે. વિનફાસ્ટે દેશના 27 શહેરોમાં 32 ડીલરશીપ સાથે ભાગીદારી કરી છે અને કંપની આજથી તેની કારનું બુકિંગ શરૂ કરશે.

આ વર્ષે માર્ચમાં, ટેસ્લાએ તેની બે કાર મોડેલ Y અને મોડેલ 3 માટે હોમોલોગેશન અરજીઓ ફાઇલ કરી હતી. ભારતમાં નવી કાર લોન્ચ કરતા પહેલા હોમોલોગેશન એ અંતિમ પગલાંઓમાંનું એક છે. તે બધી કારને લાગુ પડે છે, પછી ભલે તે ભારતમાં ઉત્પાદિત હોય, ભારતમાં એસેમ્બલ કરવામાં આવે અથવા કમ્પ્લીટ બિલ્ટ યુનિટ (CBU) રૂટ દ્વારા ભારતમાં લાવવામાં આવે.

ભારત સરકારની ઇલેક્ટ્રિક નીતિ મુજબ, ટેસ્લા કાર ભારતમાં મોંઘી હોઈ શકે છે. ભારતમાં વેચાતી ટેસ્લા કાર પર લગભગ 70% આયાત ડ્યુટી વસૂલવામાં આવશે. આવી સ્થિતિમાં, ભારતમાં ટેસ્લાની ઇલેક્ટ્રિક કારની શરૂઆતની કિંમત 60 લાખ રૂપિયાથી શરુ થઈ શકે છે.

જ્યારે ટેસ્લા CBU રૂટ દ્વારા ભારતમાં પ્રવેશ કરી રહી છે, ત્યારે વિનફાસ્ટે બીજો રસ્તો પસંદ કર્યો છે. વિનફાસ્ટ ભારતમાં કાર એસેમ્બલ કરશે અને અહીંના બજારમાં વેચશે. તેનો સૌથી મોટો ફાયદો કારની કિંમતમાં જોવા મળશે. જોકે, કંપનીએ ભારતના 27 મોટા શહેરોમાં લગભગ 32 શોરૂમ શરૂ કરી દીધા છે. કંપની આવતીકાલથી તેની બે ઇલેક્ટ્રિક કાર VF6 અને VF7 નું સત્તાવાર બુકિંગ શરૂ કરશે. આ બંને ઇલેક્ટ્રિક SUV છે.

વિનફાસ્ટે તાજેતરમાં દેશના કેટલાક મોટા શહેરોમાં તેની કારનું પ્રદર્શન કર્યું છે. કંપનીએ દેશમાં તેની VF6 અને VF7 ઇલેક્ટ્રિક કાર રજૂ કરી છે. કંપનીએ દિલ્હી, ચેન્નાઈ, હૈદરાબાદ, અહમદાબાદ, પુણે, ગુરુગ્રામ, વિજયવાડા, બેંગલુરુ, કોચી, લખનૌ અને તિરુવનંતપુરમના શોપિંગ મોલમાં આ SUVનું પ્રદર્શન કર્યું છે.

જોકે, લોન્ચ પહેલાં વિનફાસ્ટ કારની કિંમત વિશે કંઈ કહેવું મુશ્કેલ છે. પરંતુ નિષ્ણાતો માને છે કે કંપની VF6 ને લગભગ 25 થી 30 લાખ રૂપિયાની શરૂઆતની કિંમતે અને VF7 ને 45 થી 50 લાખ રૂપિયાની શરૂઆતની કિંમતે લોન્ચ કરી શકે છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે આ કારોની કિંમત શું નક્કી થાય છે. કારણ કે ભારતીય બજારમાં, ટાટા મોટર્સ, મહિન્દ્રા અને MG મોટર્સ પહેલાથી જ ઇલેક્ટ્રિક વાહન સેગમેન્ટમાં સખત સ્પર્ધા બનાવી ચૂક્યા છે.

આ બાદ MGની પણ કાર થોડા દિવસોમાં લોન્ચ થવાની છે, તે સાથે Audi, MAHINDRA, Mercedes અને BMWની EV કાર થોડા સમયમાં આવી રહી છે
ઓટોમોબાઈલ ઉદ્યોગમાં વાહનોની ડિઝાઇન, ઉત્પાદન, માર્કેટિંગ અને વેચાણનો સમાવેશ થાય છે. Automobile ના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..
