Tesla Car Price: ટેસ્લા કારની ભારતમાં એન્ટ્રી ! કેટલી હશે તેના Y મોડેલની કિંમત? જાણો અહીં
Tesla Car Price In India: ટેસ્લાનો શોરૂમ મુંબઈના BKC એટલે કે બોમ્બે-કુર્લા કોમ્પ્લેક્સમાં ખુલ્યો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેનુ ઉદ્દઘાટન કર્યું છે, ત્યારે ભારતમાં ટેસ્લાની એન્ટ્રી થતા જ લોકો આ કારની કિંમત કેટલી છે તે જાણવા માંગે છે. તો ચાલો જાણીએ

ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ બજાર છે. દેશમાં ઇલેક્ટ્રિક વાહનો (EVs) ના વેચાણની ગતિ ઝડપથી વધી રહી છે. જૂનમાં, ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનોનું વેચાણ 13,178 યુનિટ હતું. ઓટોમોબાઈલ બજારમાં પેસેન્જર વાહનો EVs નો હિસ્સો વધીને 4.4% થયો છે. આ શક્યતાઓને ધ્યાનમાં રાખીને, એલોન મસ્કની બહુચર્ચિત EV કંપની ટેસ્લાએ ભારતમાં એન્ટ્રી કરી છે.

ટેસ્લાનો શોરૂમ મુંબઈના BKC એટલે કે બોમ્બે-કુર્લા કોમ્પ્લેક્સમાં ખુલ્યો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેનુ ઉદ્દઘાટન કર્યું છે, ત્યારે ભારતમાં ટેસ્લાની એન્ટ્રી થતા જ લોકો આ કારની કિંમત કેટલી છે તે જાણવા માંગે છે. તો ચાલો જાણીએ

રોઇટર્સના અહેવાલ મુજબ, છેલ્લા કેટલાક મહિનામાં, ટેસ્લાએ ભારતમાં $1 મિલિયનથી વધુ કિંમતના ઇલેક્ટ્રિક વાહનો, ચાર્જર અને એસેસરીઝ આયાત કર્યા છે. આ બધું ચીન અને અમેરિકાથી આયાત કરવામાં આવ્યું છે. અહેવાલમાં જણાવાયું છે કે આમાં કંપનીની સૌથી વધુ વેચાતી કાર મોડેલ Y ના 6 યુનિટનો સમાવેશ થાય છે.

મોડેલ-Yનું આ મોડેલ ભારતમાં ખરીદદારો માટે ઉપલબ્ધ થશે. જો કે, ભારે આયાત ડ્યુટીને કારણે, આ કારની કિંમત અમેરિકા અથવા ચીનમાં તેની વાસ્તવિક કિંમત કરતા ઘણી વધારે હશે. હકીકતમાં, દેશમાં ઇલેક્ટ્રિક કાર આયાત કરવાને કારણે, કંપનીએ લગભગ 70 ટકા આયાત ડ્યુટી અને અન્ય કર ચૂકવવા પડશે. એલોન મસ્કે દેશમાં આયાતી વાહનો પર ભારે ટેક્સ બાબતે નારાજગી વ્યક્ત કરી હતી.

આ કાર પર આયાત ડ્યુટી અને કર સહિત કુલ 21 લાખ રૂપિયા સરકારને ચૂકવવા પડશે. જોકે, કંપની દ્વારા ભારત માટે તેની વેબસાઇટ પર અપડેટ કરાયેલી કિંમતો અનુસાર, કિંમતો લગભગ 60 લાખ રૂપિયાથી શરૂ થઈ શકે છે.

આ મોડેલ રીઅર-વ્હીલ ડ્રાઇવની કિંમત લગભગ 59.89 લાખ રૂપિયા કહેવામાં આવી રહી છે, જેની ઓન-રોડ કિંમત 61.07 લાખ રૂપિયા હશે.

આ જ મોડેલમાં, લાલ વેરિઅન્ટમાં લોંગ રેન્જ રીઅર-વ્હીલ ડ્રાઇવની કિંમત લગભગ 68.14 લાખ રૂપિયા કહેવામાં આવી રહી છે, જેની ઓન-રોડ કિંમત 71.02 લાખ રૂપિયા હશે.
ઓટોમોબાઈલ ઉદ્યોગમાં વાહનોની ડિઝાઇન, ઉત્પાદન, માર્કેટિંગ અને વેચાણનો સમાવેશ થાય છે. Automobile ના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..
