શું Elon Musk પોતાનું Netflixનું સબ્સ્ક્રિપ્શન રદ કર્યું ! જાણો શું છે સમગ્ર મામલો
એલોન મસ્કે ભૂતપૂર્વ વૈજ્ઞાનિકના નેટફ્લિક્સ સબ્સ્ક્રિપ્શન રદ કરવાના વિચારને ટેકો આપ્યો. તેમણે X પર પોતાનો અભિપ્રાય ટ્વીટ કર્યો. જાણો શું છે સંપૂર્ણ મામલો

એલોન મસ્ક પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. અવારનવાર તે કોઈના નિશાને આવી જાય છે. આ વખતે નેટફ્લિક્સનો વારો છો. અમેરિકી ઉર્જા વિભાગના પૂર્વ પરમાણુ વૈજ્ઞાનિક અને એપલના પૂર્વ ફોટોગ્રાફરે એક્સ પોસ્ટ કરી જણાવ્યું કે, તેમણે પોતાનું નેટફ્લિક્સનું સબ્સક્રિપ્શન રદ્દ કર્યું છે. તેમણે પોતાની પોસ્ટમાં આનું કારણ પણ બતાવ્યું છે. તેમણે આ પોસ્ટને રીટ્વિટ કરી એલોન મસ્કના વિચાર પર સંમતિ દેખાડી છે. પરમાણુ વૈજ્ઞાનિકે પોતાનું સબ્સ્ક્રિપ્શન રદ કરવાનું કારણ નેટફ્લિક્સના એક કર્મચારીને ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે નેટફ્લિક્સ એક એવી વ્યક્તિને રોજગારી આપે છે જેણે કથિત રીતે ચાર્લી કિર્કની હત્યાની ઉજવણી કરી હતી અને જે બાળકો માટે પ્રો ટ્રાન્સ કન્ટેટ બનાવે છે.
ચાર્લી કિર્કની હત્યાની ઉજવણી કરવાનો આરોપ
અમેરિકી ઉર્જા વિભાગના પૂર્વ પરમાણુ વૈજ્ઞાનિક અને એપલના પૂર્વ ફોટોગ્રાફર મેટા વેન એક્સ પર ટ્વિટ કરી જણાવ્યું કે, તેમણે પોતાનું નેટફ્લિક્સ સબ્સ્ક્રિપ્શન રદ કર્યું છે. તેણે સ્પષ્ટપણે કહ્યું કે, તેણે આ નિર્ણય નેટફ્લિક્સ કર્મચારીના કારણે લીધો છે. જેના પર ચાર્લી કિર્કની હત્યાની ઉજવણી કરવાનો આરોપ છે. વધુમાં, તેણે કહ્યું કે તે જ કર્મચારી બાળકો માટે પ્રો ટ્રાન્સ કન્ટેટ પણ બનાવે છે. તેણે નેટફ્લિક્સ માટે કહ્યું કે જો તમે આવા કોઈને નોકરી પર રાખશો, તો તમને મારા તરફથી ક્યારેય એક પૈસો પણ મળશે નહીં.
— Elon Musk (@elonmusk) September 30, 2025
શું એલોન મસ્ક પણ પોતાનું સબ્સ્ક્રિપ્શન રદ કરશે?
વૈજ્ઞાનિકના આ ટ્વિટને રીપોસ્ટ કરી એલોન મસ્કે લખ્યું હું પણ. આનો મતલબ એ થયો કે, મસ્ક પૂર્વ વૈજ્ઞાનિકની વાત સાથે સંમત છે. તેના આ ટ્વિટ બાદ થઈ શકે કે, મસ્ક પણ નેટફ્લિક્સનું સબ્સિક્રપ્શન રદ કરી દે.
તમને જણાવી દઈએ કે, તે કર્મચારી બીજો કોઈ નહી પરંતુ નેટફ્લિક્સના નિર્દેશક હેમિશ સ્ટીલ છે. જેમણે ચાર્લી કિર્કની હત્યાની મજાક ઉડાવી હતી. સ્ટીલ, ડેડએડિયા અને નેટફ્લિક્સના હેડ એન્ડ પેરાનોર્મલ પાર્ક શોના નિર્માતા છે.આ જ કારણ છે કે, ભૂતપૂર્વ વૈજ્ઞાનિકો અને મસ્ક નેટફ્લિક્સનો વિરોધ કરી રહ્યા છે અને સબ્સ્ક્રિપ્શન રદ કરી રહ્યા છે.
