Big Prediction : દુનિયાના સૌથી ધનિક વ્યક્તિએ ચોંકાવનારો દાવો કર્યો! કહ્યું, “થોડા વર્ષો પછી માણસો…”
દુનિયાના સૌથી ધનિક વ્યક્તિએ આવનારા સમયને લઈને એટલે કે ભવિષ્ય વિશે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમનું કહવું છે કે, AI અને રોબોટિક સિસ્ટમનો વિકાસ થોડા વર્ષોમાં સમાજના માળખામાં પરિવર્તન લાવશે.

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે Artifical Intelligence અને Robotics ના ભવિષ્ય વિશે ચોંકાવનારી આગાહી કરી છે. યુએસ એરોસ્પેસ કંપની SpaceX ના સીઈઓ એલોન મસ્કે કહ્યું કે, ભવિષ્યમાં માણસો માટે કામ કરવું એ ફક્ત એક ઓપ્શન જ રહી જશે. તેમણે આ નિવેદન ઝેરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામતના પોડકાસ્ટ “People by WTF” માં આપ્યું હતું.
‘AI’ સમાજનું માળખું બદલી દેશે: મસ્ક
મસ્કના મતે AI અને રોબોટિક સિસ્ટમ્સ એટલી ઝડપથી વિકસી રહી છે કે, તે 10 વર્ષથી ઓછા સમયમાં સમાજનું માળખું બદલી નાખશે. મસ્કે આગાહી કરી કે, “ભવિષ્યમાં તમારે નોકરી મેળવવા માટે શહેરમાં જવું પડશે નહીં. ભવિષ્યમાં કામ કરવું એ એક વિકલ્પ બનીને રહી જશે.”
મસ્કે એમ પણ કહ્યું કે, જ્યારે AI દ્વારા કામ કરવામાં આવશે, ત્યારે રૂપિયાનું મહત્વ પણ ઓછું થઈ શકે છે. તેમનું માનવું છે કે, AI અને રોબોટ્સ દરેક વસ્તુનું ઉત્પાદન એટલી કાર્યક્ષમતા સાથે કરશે કે, બધાને જરૂરથી વધારે સામાન અને સેવાઓ મળી રહેશે, જેનાથી ગરીબી પણ દૂર થશે.
મસ્કે વધુમાં શું કહ્યું?
મસ્કે ભવિષ્યમાં કામ કરવાની સરખામણી એક શોખ સાથે કરી અને સમજાવ્યું કે, જેમ આજે લોકો બજારમાંથી શાકભાજી ખરીદવાને બદલે શોખ માટે તેમના બગીચામાં શાકભાજી ઉગાડે છે, તેવી જ રીતે ભવિષ્યમાં, નોકરી મેળવવી પણ એક સમાન વિકલ્પ બની જશે.
વધુમાં એલોન મસ્કે એમ પણ કહ્યું કે, સમાજ અને ટેકનોલોજીને આ લેવલ સુધી પહોંચવા માટે હજુ ઘણું કામ કરવાનું બાકી છે. મસ્કને વિશ્વાસ છે કે, ભવિષ્યમાં આ લેવલ સુધી પહોંચી શકાશે.
મસ્કના જણાવ્યા અનુસાર, “આપણે એવા યુગ તરફ આગળ વધી રહ્યા છીએ, જ્યાં પ્રોડક્ટિવ વર્ક મશીનો દ્વારા કરવામાં આવશે, ખર્ચ ઘટશે અને લોકો તેમના મનગમતા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે.”
