ભારતીયો માટે મોટી તક, જાણો ઓસ્ટ્રેલિયન PR મેળવવાનો માર્ગ ખોલતા આ 3 વિઝા વિશે
ઓસ્ટ્રેલિયા ભારતીય કુશળ કામદારોને કાયમી રહેઠાણ (PR) મેળવવા માટે 3 મુખ્ય ટેમ્પરરી વર્ક વિઝા આપે છે. આ વિઝા (482, 485, 476) દ્વારા મર્યાદિત સમય માટે દેશમાં કામ કરીને અનુભવ મેળવી શકાય છે

ઓસ્ટ્રેલિયા વિશ્વભરના કુશળ કામદારોને આકર્ષતું દેશ છે, જ્યાં વિદેશીઓ માટે કાયમી રહેઠાણ (PR) મેળવવાની અનેક તક ઉપલબ્ધ છે. ખાસ કરીને ભારતીયો માટે, ઓસ્ટ્રેલિયાના ત્રણ મુખ્ય વર્ક વિઝા PM તરફ જવાની તક આપે છે. ટેમ્પરરી રીતે દેશમાં રહેવાની અને અનુભવ મેળવ્યા પછી PR મેળવવાનું એક સરળ માર્ગ બનાવવામાં આવ્યો છે.
ટેમ્પરરી વર્ક વિઝા શું છે?
ઓસ્ટ્રેલિયામાં જાહેર થનારા ટેમ્પરરી વર્ક વિઝા વિદેશી કામદારોને મર્યાદિત સમયગાળા માટે દેશમાં કામ કરવાની મંજૂરી આપે છે. મોટાભાગના વિઝા માટે કંપનીની સ્પોન્સરશિપ જરૂરી હોય છે અને વિઝાની શરતો અરજદારની કુશળતા તથા કામની જરૂરીયાતો પર આધારિત હોય છે. શરૂઆતમાં ટેમ્પરરી મંજૂરી આપવામાં આવે છે, જે પછી યોગ્યતા પૂરી કર્યા બાદ PR તરફનો માર્ગ ખોલે છે.
ઓસ્ટ્રેલિયા કેમ વિદેશી કામદારોને પસંદ કરે છે?
ગૃહ વિભાગના જણાવ્યા મુજબ, વિદેશી કામદારો ઓસ્ટ્રેલિયાના અનેક ક્ષેત્રો—આરોગ્ય, કૃષિ, ટેકનોલોજી, બાંધકામ—માં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. ખાસ કરીને ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં સ્થાનિક લોકો ઉપલબ્ધ ન હોય ત્યારે વિદેશી કામદારો દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
આ ત્રણ મુખ્ય વિઝા PR માટે માર્ગ ખૂલો કરે છે..
1. સ્કિલ્સ ઇન ડિમાન્ડ વિઝા (Subclass 482)
આ વિઝા અગાઉ ‘ટેમ્પરરી સ્કિલ શોર્ટેજ વિઝા’ તરીકે ઓળખાતું હતું. આ હેઠળ ઓસ્ટ્રેલિયન કંપનીઓ કુશળ વિદેશી કામદારોને સ્પોન્સર કરે છે, જ્યાં સ્થાનિક લોકો ઉપલબ્ધ ન હોય. થોડા વર્ષો સુધી કામ કર્યા બાદ અરજદાર PR માટે લાયક બની શકે છે.
2. ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા (Subclass 485)
ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે આ વિઝા ખુલ્લો માર્ગ છે. આ દ્વારા વિદ્યાર્થીઓ તેમની લાયકાત મુજબ નોકરીમાં કામ કરી શકે છે, અનુભવ મેળવી શકે છે અને પછી કાયમી રહેઠાણ (PR) માટે અરજી કરી શકે છે.
3. સ્કિલ્ડ રેકગ્નાઈઝ્ડ ગ્રેજ્યુએટ વિઝા (Subclass 476)
આ વિઝા વિશ્વની માન્ય સંસ્થાઓમાંથી એન્જિનિયરિંગ સ્નાતકો માટે છે. આ 18 મહિનાનું કાર્ય પરમિટ આપે છે, જેથી તેઓ ઓસ્ટ્રેલિયન ઉદ્યોગોમાં કામનો અનુભવ મેળવી શકે અને પછી અન્ય વર્ક વિઝા અથવા PR માટે અરજી કરી શકે છે.
વિઝા માટે અરજી પ્રક્રિયા કેવી છે?
દરેક વિઝાની જુદી નિયમાવલી અને લાયકાત હોય છે. પસંદગી કરતા પહેલાં અરજદારોએ ગૃહ વિભાગની વેબસાઇટ પર જઇ Visa Finder Tool નો ઉપયોગ કરવો જોઈએ. આ ટૂલ લાયકાત, અનુભવ અને ભવિષ્યના ધ્યેયો આધારિત યોગ્ય વિઝા નક્કી કરવામાં મદદ કરે છે.
વર્ક વિઝા મંજૂર થયા બાદ, ImmiAccount પોર્ટલ મારફતે PR માટે અરજી કરી શકાય છે. અહીં દસ્તાવેજો અપલોડ કરવું, અરજીની સ્થિતિ ટ્રેક કરવાની સુવિધા પણ મળે છે. વીઝા હોલ્ડર્સ VEVO સેવા દ્વારા તેમની વિઝાની માહિતી અને રોજગાર હક ચકાસી શકે છે.
