KBC 17 : ઇશિત ભટ્ટે અમિતાભ બચ્ચન સામે કરેલા વર્તન બદલ માફી માંગી, કહ્યું, ‘હું નર્વસ હતો’
હાલમાં અમિતાભ બચ્ચનના શો KBC 17માં એક 10 વર્ષનો સ્પર્ધક ઈશિત ભટ્ટ જોવા મળ્યો હતો. ઈશિતે હોટ સીટ પર બેસી અમિતાભ બચ્ચનની સાથે દુવ્યવ્હાર કર્યો હતો. જે ચાહકોને પસંદ આવ્યો ન હતો હવે આ બાળકની ખુબ અલોચના થઈ રહી છે. આ વચ્ચે બાળકે અમિતાભ બચ્ચન પાસે માફી માંગી છે.

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન પોતાની ફિલ્મોની સાથે સાથે ચાહકોનું મનોરંજન પોતાના ક્વિઝ શૌ કૌન બનેગા કરોડપતિથી કરે છે. હાલમાં તેઓ 17મી સીઝન હોસ્ટ કરી રહ્યા છે. હંમનેશા શોમાં કેટલાક મજેદાર મોમેન્ટ જોવા મળતી હોય છે. જે કેટલીક વખત ચર્ચાનો વિષય પણ બને છે. જોકે, ઘણીવાર કંઈક એવું જોવા મળે છે જેની લોકો બિલકુલ અપેક્ષા રાખતા નથી.
અમિતાભ બચ્ચનના ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિમાં એક 10 વર્ષનો બાળક ઈશિત ભટ્ટ પણ જોવા મળ્યો હતો. આ બાળકે હોટ સીટ પર બેસી બીગ બી સાથે ગેરવર્તન કર્યું હતુ. જ્યારે અમિતાભ બચ્ચન નિયમો સમજાવે છે. તો તેમને કહે છે કે, તેને નિયમ વિશે ખબર છે અને વારંવાર બિગ બીને વચ્ચે અટકાવતો હતો. તેના વર્તનની ખુબ ટીકા થઈ હતી. છોકરાએ હવે તેની ભૂલ અને ખરાબ વર્તન માટે દિગ્ગજ અભિનેતાની માફી માંગી લીધી છે. તેણે કહ્યું કે તેને તેના વર્તનનો પસ્તાવો છે અને તે ગભરાઈ ગયો હતો.
10 વર્ષના બાળકે માંગી માફી
ઈશિત ભટ્ટના એપિસોડ સાથે જોડાયેલી એક ક્લિપ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. જેમાં બિગ બીને રિકવેસ્ટ કરતો જોવા મળે છે. ત્યારબાદ બિગ બી બાળક સાથે ફોટો ક્લિક કરે છે. આ વીડિયો@ishit_bhatt_official નામના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે. આ પેજ હવે દુર કરવામાં આવ્યું છે પરંતુ તે ખુબ વાયરલ થઈ રહ્યો છે.
When arrogance meet loud mouth. pic.twitter.com/WXxrKIjk36
— The Cinéprism (@TheCineprism) October 12, 2025
આ કેપ્શનમાં લખ્યું હતુ કે, તમામને નમસ્કાર. હું કૌન બનેગા કરોડપતિમાં મારા ખરાબ વ્યવ્હાર માટે માફી માંગું છુ. મને ખબર છે કે, મારી બોલવાની રીતથી લોકો ખુબ નિરાશ હતા. મને ખુબ પછતાવો થઈ રહ્યો છે. ત્યારે હું ગભરાય ગયો હતો. મારો દુર્વવ્હાર કરવાનો ઈરાદો ન હતો. હું અમિતાભ બચ્ચન સર તેમજ આખી કેબીસી ટીમનું ખુબ સન્માન કરું છું.
બિગ બીને કહ્યું મને નિયમ ન સમજાવો
આ પહેલા પણ બિગ બી ઈશિતને સવાલ પુછવાના શરુ કરે છે. તે મેગાસ્ટારને કહે છે કે, મને નિયમ ખબર છે. એટલા માટે મને નિયમ ન સમજાવો. ત્યારબાદ જ્યારે બિગ બી સવાલ પુછવાનું શરુ કરે છે. તો ઓપ્શન આપતાં પહેલા જ ઈશિતે જવાબને લોક કરવાનું કહ્યું હતુ. ભલે તે કોન્ફિડન્ટ હતો પરતું લોકોને આ વર્તન પસંદ આવ્યું ન હતુ.
