KBC 17 : 10 વર્ષના છોકરાએ અમિતાભ બચ્ચન સાથે દુર્વ્યવહાર કર્યો, કહ્યું મને નિયમ ન સમજાવો
કૌન બનેગા કરોડપતિ સીઝન 17માં એક 10 વર્ષના બાળકે અમિતાભ બચ્ચનની સાથે એવું વર્તન કર્યું કે, લોકો નારાજ જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર આ બાળકનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. તેમજ તેના માતા-પિતા પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

કૌન બનેગા કરોડપતિની સીઝન 17 હજુ ચાલી રહી છે. હાલમાં કેટલાક બાળકો હોટ સીટ પર હોસ્ટ અમિતાભ બચ્ચને પુછેલા સવાલનો જવાબ આપતો જોવા મળ્યો છે. મોટાભાગના બાળકો બિગ બી સાથે મૈત્રીપૂર્ણ અને આદરપૂર્ણ વર્તન કરતા હતા, પરંતુ એક બાળકે મેગાસ્ટાર સાથે એવી રીતે વાત કરી કે સોશિયલ મીડિયા પર તેની ટીકા થઈ.
KBC 17માં આ બાળકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સનું કહેવું છે કે, આ બાળકનું નામ ઈશિત ભટ્ટ છે. તેમણે અમિતાભ બચ્ચન સાથે ખરાબ વર્તન કર્યું છે. તમને જણાવી દઈએ કે, ઈશિત ભટ્ટ ગાંધીનગરનો રહેવાસી છે. ઈશિત ભટ્ટ ધોરણ 5માં અભ્યાસ કરે છે. શો દરમિયાન બાળકના વર્તનથી લોકો ગુસ્સે થયા છે.
When arrogance meet loud mouth. pic.twitter.com/WXxrKIjk36
— The Cinéprism (@TheCineprism) October 12, 2025
બિગ બીને કહ્યું મને નિયમ ન સમજાવો
આ પહેલા પણ બિગ બી ઈશિતને સવાલ પુછવાના શરુ કરે છે. તે મેગાસ્ટારને કહે છે કે, મને નિયમ ખબર છે. એટલા માટે મને નિયમ ન સમજાવો. ત્યારબાદ જ્યારે બિગ બી સવાલ પુછવાનું શરુ કરે છે. તો ઓપ્શન આપતાં પહેલા જ ઈશિતે જવાબને લોક કરવાનું કહ્યું હતુ. ભલે તે કોન્ફિડન્ટ હતો પરતું લોકોને આ વર્તન પસંદ આવ્યું ન હતુ.
It’s okay if your child has knowledge, but if he doesn’t have manners or if he doesn’t know how to talk in front of elders he can never be successful.
If I was in Amitabh Bachchan’s place, I would slap him twice and then ask questionshttps://t.co/n7TXFwVZcR
— Space Recorder (@1spacerecorder) October 12, 2025
હાર્યો ઈશિત ભટ્ટ
ત્યારબાદ મુશ્કેલ સવાલ આવવા પર ઈશિતે બિગ બીને કહ્યું અરે ઓપ્શન આપો. ત્યારબાદ જવાબમાં તેણે કહ્યુ કે સર એક વાર શું 4 વાર લોક કરી દો, પરંતુ લોક કરો. ઈશિતાનો જવાબ ખોટો નીકળ્યો અને તે હારી જતા પૈસા વગર ચાલ્યો ગયો હતો.
યુઝર્સે થયા ગુસ્સે
બાળકના આ વર્તનથી યુઝર્સ ખુબ નારાજ થયા છે. એક યુઝર્સે કહ્યું તમારા બાળકમાં જ્ઞાન તો છે પરંતુ શિષ્ટાચાર નથી. મોટા વ્યક્તિ સાથે વાત કરવાનું આવડતું નથી. તે ક્યારે સફળ થઈ શકતો નથી.
