સિનેમાઘરોમાં ફરી રિલીઝ થશે ‘શોલે’,આ વખતે દર્શકોને જોવા મળશે ફિલ્મનો એ ઓરિજનલ ‘ક્લાઈમેક્સ’ જેના પર ફરી હતી સેન્સર બોર્ડની કાતર
આઈકોનિક ફિલ્મ શોલે સિનેમા ઘરોમાં ફરી રિલીઝ થશે. ખુદ રમેશ સિપ્પીએ આ વાતની પુષ્ટિ કરતા જાણકારી આપી છે. અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર અભિનીત ફિલ્મ શોલેનો ઓરિજનલ એન્ડ જે સૌપ્રથમ ફિલ્માવવામાં આવ્યો હતો અને બાદમાં સિપ્પીએ ક્લાઈમેક્સને ટ્વીસ્ટ કરવા કટ મુકી દીધો હતો. આખરે એ ક્લાઈમેક્સ સાથે ફિલ્મ ફરી સિનેમાઘરોમાં આવશે.

1970માં આવેલી અને બહુ ચાલેલી રમેશ સિપ્પીની ફિલ્મ શોલે ફરી રિલીઝ થવા જઈ રહી છે. ડાયરેક્ટર રમેશ સિપ્પીએ તેની પુષ્ટિ કરી છે કે તેમની પ્રતિષ્ઠિત ફિલ્મ ‘શોલે’ ફરી સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ વખતે ફિલ્મ તેના પહેલા ક્લાઈમેક્સ સીન સાથે શુટ કરીને બતાવવાની યોજના છે. ફિલ્મનો એ અંતિમ સીન જેને પાછળથી બદલવો પડ્યો અને જ ક્યારેય ફાઈનલ કટમાં ન આવી શક્યો. આખરે સિનેમાઘરોમાં 70 ના દશકની એ ક્લાસિક ટ્વિસ્ટ વાળી ફિલ્મ તેના ઓરિજનલ ક્લાઈમેક્સ સાથે આવશે. તેમા એ બધુ જ છે જે તમારે જોવુ જરૂરી છે..
શોલે નવેમ્બરમાં ફરી સિનેમાઘરોમાં રિલીઝ થશે અને આ વખતે ફિલ્મનો એ પહેલાવાળો અંતિમ શૉટ બતાવવામાં આવશે. રમેશ સિપ્પીએ પિંકવિલાને વીડિયો દેવારા આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યુ કે,” અમે તેને મૂળ અંતના રૂપે શુટ કરી હતી, પરંતુ સેંસર બોર્ડમાં પાસ ન થવાને કારણે તેને ફરીથી શુચ કરવો પડ્યો. એ સમયે ઈમરજન્સી હતી. એટલે અમે એક પોલીસ ઈન્સપેક્ટરને દુશ્મનને મારીને બદલો લેતો નહોંતો બતાવી શક્યા. પરંતુ હવે 24 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની સાથે અમે તેને બતાવશુ.”
હાલની શોલેનો અંત ઘણો કરૂણ અને દુ:ખદ છે. જેમા એક સૌથી સારો મિત્ર એક એવા દગામાં પોતાનો જીવ ગુમાવી દે છે, જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. આ ફિલ્મ એ એક સીનની સાથોસાથ અન્ય સીન માટે પણ ઘણી પ્રસિદ્ધિ મેળવી હતી.
ચાહે દાદા-દાદી હોય, માતાપિતા હોય કે બાળકો કે તેમના બાળકો, શોલે એક સંપૂર્ણ પારિવારિક મનોરંજન છે. જેણે અનેક પેઢીઓને જોડી છે. આ પરિવારોને એકસાથે લાવે છે અને લાવી પણ ચુકી છે. આ ફિલમ જોતી વખતે દરેકની લાગણીઓ એક જેવી જ હોય છે. ખાસ કરીને તેના ડાયલોગ્સ છેલ્લા વર્ષોમાં ઘણા લોકપ્રિય થયા છે. આ ફિલ્મ હાલ તો પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમિંગ કરી રહી છે.
