Breaking News : મા અંબે પ્રત્યે અનંત અંબાણીની અતૂટ શ્રદ્ધા, અંબાજીમાં જય અંબે તિથિ ભોજન માટે કર્યુ 27 કરોડનું દાન
યાત્રાધામ અંબાજીમાં મા અંબેના દર્શનાર્થે દરરોજ હજારો ભક્તો આવે છે. હવે આ ભક્તોને નિઃશુલ્ક અને ભરપેટ ભોજન મળે તે માટે ‘જય અંબે તિથિ ભોજન યોજના’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પવિત્ર પહેલમાં એક જ દિવસમાં 30 કરોડ રુપિયાનું દાન મળ્યુ છે. જેમાં સૌથી મોટું યોગદાન અનંત અંબાણી દ્વારા આપવામાં આવ્યું છે.

જય અંબે તિથિ ભોજન યોજના અંતર્ગત રીલાયન્સ ફાઉન્ડેશનના અનંત અંબાણી દ્વારા 27 કરોડની રકમ અર્પણ કરાઈ છે. આ દાનથી અંબાજી આવતા માઈભક્તોને પ્રસાદ સ્વરૂપે નિઃશુલ્ક ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે. યોજનાના પ્રારંભ દિવસે જ ભક્તોમાં અદભૂત ઉત્સાહ જોવા મળ્યો હતો અને કુલ 30 કરોડ રૂપિયાથી વધુ દાન એકત્ર થયું હતું.
જય અંબે તિથિ ભોજન યોજના હેઠળ એક દિવસના બંને સમયના ભોજન માટે 1 લાખ 51 હજાર રૂપિયાની રકમ નક્કી કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ પોતાના પરિવારજનોની જન્મતિથિ, લગ્નવાર્ષિકી કે પુણ્યતિથિ જેવા પ્રસંગે આ યોજના અંતર્ગત દાન આપી શકે છે. આ રીતે દાન આપનાર ભક્તો મા અંબેની કૃપા મેળવવા સાથે સમાજ સેવા પણ કરી શકે છે. અમદાવાદના એક શ્રદ્ધાળુએ પણ તિથિ ભોજન યોજનામાં 52 લાખની રકમ ભેટ ધરી છે.
T20 World Cup 2026 Breaking News: IND-PAK વચ્ચે ફરી જોવા મળશે મુકાબલો? સુપર-8માં પાકિસ્તાનની છેલ્લી ઘડીની એન્ટ્રીએ સમીકરણો બદલી નાખ્યા
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન