આમિર ખાન ગર્લફ્રેન્ડ ગૌરીનો હાથ પકડીને ફેસ્ટિવલમાં પહોંચ્યો, જુઓ વીડિયો
બોલિવુડ અભિનેતા આમિર ખાન હાલમાં મકાઉ ઈન્ટરનેશનલ ફેસ્ટિવલમાં તેની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રૈટ સાથે જોવા મળ્યો હતો. ગૌરીએ સાડી પહેરી સૌનું ધ્યાન ખેચ્યું હતુ. બંન્ને એકબીજાના હાથ પકડી ચાલતા જોવા મળ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

બોલિવુડ અભિનેતા આમિર ખાન હાલમાં પોતાની લવ લાઈફને લઈ ચર્ચામાં છે. અભિનેતાએ પોતાની પર્સનલ લાઈફ વિશે પણ ખુલાસો કર્યો છે. આમિર ખાન બેંગ્લોરમાં રહેનારી ગૌરી સ્પ્રૈટને ડેટ કરી રહ્યો છે. તેમણે આ વાતનો ખુલાસો કર્યો હતો. હવે જે વીડિયો સામે આવ્યો છે. તેમાં આમિર ખાન ગર્લફ્રેન્ડ ગૌરી સાથે જોવા મળ્યો છે.આમિર ગર્લફ્રેન્ડ ગૌરી સાથે આ ફેસ્ટિવલમાં પહોંચ્યો હતો.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે, આમિર ખાન કાળા રંગના બ્લેક આઉટફિટમાં છે જ્યારે ગૌરીએ સાડી પહેરી છે.આ દરમિયાન આમિર અને ગૌરી બંન્ને એકબીજાના હાથ પકડી ચાલતા જોવા મળ્યા હતા.
તમને જણાવી દઈએ કે, ગત્ત મહિને પોતાના 60માં જન્મદિવસ પર પાપરાજીની સામે ગૌરી સાથેના સંબંધોની વાત સ્વીકારી હતી. તેમણે દુનિયાને ગૌરી વિશે કહ્યું કે, બંન્ને પોતાના સંબંધોને લઈ કેટલા ગંભીર છે. ગૌરી પહેલા આમિર ખાનનું નામ દંગલ કો-એક્ટર ફાતિમા સના શેખ સાથે જોડાયેલું હતુ. આ પહેલા કિરણ રાવ અને રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા. આમિર ખાન હવે ત્રીજી વખત લગ્ન કરવાના મુડમાં છે. ગૌરી સાથે પોતાની લાઈફ પસાર કરવા માંગે છે.
AamirKhan in Macao just now!!!#aamirkhan pic.twitter.com/iAa7A2nNL5
— (@ITSS_ALLGOODMAN) April 12, 2025
છેલ્લા 25 વર્ષથી એકબીજાને ઓળખે છે
આમિરે એક મુલાકાત દરમિયાન તેની ગર્લફ્રેન્ડનો પરિચય મીડિયા સમક્ષ કરાવ્યો. તેણે કહ્યું, ‘મને લાગ્યું કે તમારા બધા માટે તેને મળવાની આ એક સારી તક હશે, છુપાવવાની જરૂર નહીં પડે. તે બેંગ્લોરની રહેવાસી છે અને અમે એકબીજાને 25 વર્ષથી જાણીએ છીએ. તે મુંબઈમાં હતી અને અમે આકસ્મિક રીતે મળ્યા, જો આપણે અભિનેતા આમિર ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો, આમિર ખાન ફિલ્મ સિતારે જમીન પેનું શૂટિંગ અંદાજે પૂર્ણ થઈ ચૂક્યું છે. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે. આ સિવાય અભિનેતાએ સની દેઓલની ફિલ્મ લાહૌર 1947 પ્રોડ્યુસ કરી રહ્યો છે. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. હવે પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે.