AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bollywood: પોતાની ફિલ્મને ‘બોયકૉટ’ થતાં જોઈને મુસ્લિમ એક્ટર આમિરને ફરી યાદ આવી ‘નકલી દેશભક્તિ’

આમિર, સલમાન અને શાહરૂખની જેમ, ઘણા બોલિવૂડ સ્ટાર્સ છે જેમણે દેશમાં કટોકટીના સમયે પહેલા પાકિસ્તાન, તુર્કી અથવા અમેરિકા જેવા દેશોમાં તેમના ફેન ફોલોઇંગની ચિંતા કરી, અને પછી ભારતની, જ્યાં કરોડો લોકોએ તેમને દિલથી સુપરસ્ટાર બનાવ્યા. આ સ્ટાર્સે ભારતમાં પણ તેમના ચાહકોના દિલ તોડી નાખ્યા છે. ત્રણેય ખાન, શાહરૂખ, સલમાન કે આમિરે સેના વિશે કંઈપણ પોસ્ટ કર્યું નથી કે કંઈ કહ્યું નથી, જેને લઈને લોકો હવે આ સ્ટારને ટ્રોલ કરી રહ્યા છે.

Bollywood: પોતાની ફિલ્મને 'બોયકૉટ' થતાં જોઈને મુસ્લિમ એક્ટર આમિરને ફરી યાદ આવી 'નકલી દેશભક્તિ'
| Updated on: May 17, 2025 | 5:44 PM
Share

મુસ્લિમ એક્ટર આમિર ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ તરીકે ઓળખાય છે, આ એ જ ખાન છે કે જે નકલી દેશભક્ત, પાકિસ્તાન પ્રેમ અને મુસ્લિમ આતંકવાદના સમર્થન પર આગળ આવ્યો હતો. હવે આ વાત અમે નહીં પણ તેની હરકતોથી સાબિત થાય છે. આમિરે પહલગામ ઘટના પર મૌન સેવ્યુ અને તે ઘટનાને લઈને કશું જ બોલ્યો નહોતો.

વાત એમ છે કે, મુસ્લિમ એક્ટર આમિર ખાનની પ્રોડક્શન હાઉસની ફિલ્મ ‘સિતારે જમીન પર’ રિલીઝ થવાના આરે છે. એવામાં હવે આ ફિલ્મને ‘બોયકૉટ’ કરવાની માંગ સમગ્ર દેશમાં થઈ રહી છે. આ બોયકૉટ કેમ્પેનને જનતાજનાર્દનનું પૂરેપૂરું સમર્થન મળી રહ્યું છે.

બોયકૉટ કેમ્પેન પાછળનું કારણ?

22 એપ્રિલ 2025ના રોજ કાશ્મીરના પહલગામમાં પાકિસ્તાની મુસ્લિમ આતંકવાદીઓએ 26 નિર્દોષ હિન્દુઓની હત્યા કરી હતી. આ હત્યા ફક્ત એટલા માટે જ કરવામાં આવી કેમ કે તેઓ હિન્દુઓ હતા. આ ઘટનાથી આખો દેશ આક્રોશમાં હતો. જો કે, આ ઘટનાને આમિર ખાને હલકામાં લીધી હતી અને નિર્દોષ હિન્દુઓ માટે બે શબ્દો બોલ્યો ન હતો. આ મુસ્લિમ એક્ટરે હિન્દુઓ સાથે બનેલ ઘટનાને લઈને પોતાની દયા-ભાવના અને સંવેદનાને નેવે મૂકી હતી.

આટલું જ નહીં જ્યારે ઈન્ડિયા પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાયું હતું અને ભારતીય સેના આતંકવાદ દેશને જડબાતોડ જવાબ આપી રહી હતી ત્યારે પણ આ મુસ્લિમ એક્ટર ચૂપ બેસી રહ્યો અને ભારતીય સેનાના સમર્થનમાં કંઈ બોલ્યો નહોતો. જ્યારે બીજા અભિનેતાઓએ દેશ પ્રત્યે પોતાની દેશભક્તિ બતાવી ત્યારે આમિરે ફક્ત દેખાડો કરવા માટે એક પોસ્ટ કરી હતી.

વધુમાં આમિર ખાન અને તેની ટીમે ચાલાકી દેખાડી છે અને લોકોનું ધ્યાન તેમની તરફ ખેંચ્યું છે. આમિર ખાનના પ્રોડક્શન હાઉસ ‘આમિર ખાન પ્રોડક્શન્સ’ દ્વારા સોશિયલ મીડિયા પર ડિસ્પ્લે ઇમેજ બદલી નાખવામાં આવી છે. આ પહેલા પ્રોડક્શન હાઉસની ડીપીમાં સત્તાવાર લોગો હતો પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આમિર અને તેની ટીમ દ્વારા લેવામાં આવેલ આ પગલાને લોકો ‘ડેમેજ કંટ્રોલ’ કહી રહ્યા છે.

આમિર ખાનના પ્રોડક્શન હાઉસની ડીપીમાં સત્તાવાર લોગોને બદલે ભારતીય ધ્વજનો ફોટો મૂકવામાં આવ્યો છે. ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ, એક્સ અને ફેસબુક પર ડીપી બદલવામાં આવી છે. આ સિવાય સોશિયલ મીડિયા બાયોમાં લખ્યું છે કે, ‘યહાં એક અલગ અંદાજ હૈ.’ એવું માનવામાં આવે છે કે, આ લાઈન તેની આગામી ફિલ્મ ‘સિતારે જમીન પર’ની છે, જેના થકી આમિર અને ટીમ ફિલ્મનું પ્રમોશન કરી રહી છે.

આમિરની આ ચાલથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, તે નકલી દેશભક્તિ બતાવે છે. સૂત્રો મુજબ જાણવા મળ્યું છે કે, જો પહલગામ ઘટના અને ભારતીય સેના વિશે આમિર પોસ્ટ કરશે તો તેના પાકિસ્તાની ફોલોવર્સ ઘટી જશે.

આ એ જ આમિર ખાન છે કે, જેણે અગાઉ ‘સરફરોશ’ અને ‘રંગ દે બસંતિ’ ‘મંગલ પાંડે’ જેવી દેશભક્તિની ફિલ્મો આપી છે. આ એ જ મુસ્લિમ એક્ટર છે કે, જેણે કેટલાંક વર્ષો પહેલા સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, મને ભારતમાં રહેતા ડર લાગે છે. આ વાતથી ભારતીય જનતા અને મુસ્લિમ એક્ટર આમિરના ભારતીય ફેન્સ રોષે ભરાયા હતા.

કેટલાંક લોકોએ કહ્યું હતું કે, દેશમાં લગભગ 57 મુસ્લિમ દેશો છે તમે ત્યાં જઈને રહી શકો છો. આ સિવાય ઘણા લોકોએ કહ્યું કે, ફ્લાઇટ ટિકિટ અમે કરાવી આપીશું તમને ડર લાગતો હોય તો ભારત દેશ છોડી દો. જો કે, આમિરે બીજા દેશમાં જવાનો જે નિર્ણય હતો તેને નકાર્યો હતો. આમિરને ખબર હતી કે, બીજા મુસ્લિમ દેશોમાં ક્યાંકને ક્યાંક યુદ્ધ ચાલી રહ્યું છે અને ભવિષ્યમાં પણ યુદ્ધ થઈ શકે છે તેવી સ્થિતિ છે.

હવે એવામાં આ મોટા પરદાનો નકલી દેશભક્ત તેનો ખરો રંગ બતાવી રહ્યો છે. મુસ્લિમ એક્ટર આમિરની ફિલ્મ ‘સિતારે જમીન પર’ રિલિઝ થવા જઈ રહી છે અને તેમાં આમિરે કરોડો રૂપિયા દાવ પર લગાડ્યા છે. હવે આપણા જ દેશમાં રહીને કરોડો કમાતો આ એક્ટર જો પહલગામ અને ભારતીય સેના વિશે બે શબ્દો ન બોલી શકતો હોય તો તેવા એક્ટરની ફિલ્મ પાછળ ટિકિટના પૈસા ખર્ચ કરવા એ એક મોટી મૂર્ખામી છે.

ભારતમાં સૈન્યની ત્રણ પાંખ છે. જય હિન્દ ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળ. સૈન્યની આ ત્રણેય પાંખની કામગીરી પણ અલગ અલગ છે. ભારતીય સેનાના સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">