Breaking News : આમિર ખાને ત્રીજા લગ્નને લઈ ખુલાસો કર્યો, હું ગૌરી સાથે લગ્ન કરી ચૂક્યો છું અમે પાર્ટનર છીએ
આમિર ખાનની ફિલ્મ સિતારે જમીન પર હાલમાં રિલીઝ થઈ છે. તેમજ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે અને સારી એવી કમાણી પણ કરી રહી છે. આ વચ્ચે આમિર ખાન પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં આવ્યો છે. તો ચાલો જાણીએ આમિરે ગૌરી સાથે લગ્નને લઈ શું ખુલાસો કર્યો છે.

બોલિવુડ અભિનેતા આમિર ખાન હાલમાં પોતાની ફિલ્મ સિતારે જમીન પરને લઈ ચર્ચામાં છે. આમિરની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે અને આ ફિલ્મ લોકોને ખુબ પસંદ પણ આવી રહી છે. આમિર ખાને પોતાની ફિલ્મને લઈને જ નહી પરંતુ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં છે. તો ચાલો જાણીએ ગૌરી સ્પ્રૈટને ડેટ કરી રહ્યો છે. હવે તેમને લગ્ન વિશે પણ વાત કરી છે. તો ચાલો જાણીએ આમિર ખાને શું ખુલાસો કર્યો છે.

એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં આમિર ખાને તેમના અને ગૌરી સાથેના સંબંધોને લઈને પણ વાત કરી છે. આ દરમિયાન આમિર ખાને વાત કરતા કહ્યું કે, દિલમાં તે ગૌરી સાથે લગ્ન કરી ચૂક્યો છે અને બંન્ને સાથે છે. અમે એક બીજાને લઈ સીરિયસ છીએ. અમે બંન્ને પાર્ટનર્સ છીએ અને સાથે છીએ.

આમિર ખાને આગળ કહ્યું કે, લગ્ન એક એવી વસ્તુ છે. હું દિલમાં ગૌરી સાથે લગ્ન કરી ચૂક્યો છું. હવે અમે ઓફિશિયલ કરશું કે નહી. અમે આગળ વધતા નિર્ણય લેશું. આ સિવાય આમિર ખાને એક પોડકાસ્ટમાં વાત કરતા કહ્યું હતું કે, જ્યારે તે ગૌરીને મળ્યો ન હતો. તો તેમને વૃદ્ધ સમજતો હતો આટલું જ નહી તે નિર્ણય લઈ ચૂક્યો હતો કે, તે લગ્ન કરશે નહી.

આમરિ ખાને કહ્યું તે સમયે વિચારતો હતો કે, હવે આ ઉંમરે કોણ મળશે? તેની મુલાકાત ગૌરી સાથે થઈ ગઈ છે. બંન્નેની મિત્રતા પ્રેમમાં પરિવર્તિ થઈ છે અને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા.

તમને જણાવી દઈએ કે, આમિર ખાનના પહેલા 2 વખત લગ્ન થઈ ચૂક્યા છે. બંન્ને પત્નીઓ સાથે છૂટાછેડા લઈ ચૂક્યો છે. આજે પણ તે તેની પૂર્વ પત્ની રીના દત્તા અને કિરણ રાવ બેસ્ટ ફ્રેન્ડ માને છે. અને અનેક વખત સાથે પણ જોવા મળતા હોય છે.
60મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે અભિનેતા, 2 વખત થયા છે છુટાછેડા અહી ક્લિક કરો
