હિન્દી બોલવામાં ખચકાટ અનુભવતા આ દિગ્ગજ સ્ટારને લોકોએ કહ્યું, “ભાઈ તારું ઘર હિન્દી ફિલ્મોથી ચાલે છે”
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી દરમિયાન આમિર ખાને મરાઠીમાં મત આપવા અપીલ કરી હતી, પરંતુ હિન્દીમાં બોલવાનું કહેવામાં આવતાં તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

ગુરુવાર 15 જાન્યુઆરીના દિવસે મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીમાં બોલિવુડ, રમત-ગમત સહિત અનેક રાજકારણીએ પોતાનો કિંમતે મત આપ્યો હતો. મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવાતા આમિર ખાન પણ મત આપવા માટે પહોંચ્યા હતા. મત આપ્યા બાદ લોકોને મતદાન કરવાની પણ અપીલ કરી હતી. પરંતુ આ વખતે તે એવું બોલ્યા કે, જેના કારણે આજે ચર્ચામાં છે.
હિન્દી બોલવાથી સંકોચ
પાપારાઝી સાથે વાત કરતા, આમિર ખાને મરાઠીમાં વાત કરી, લોકોને મતદાન કરવા માટે વિનંતી કરી. પછી પાપારાઝીએ તેમને હિન્દીમાં પણ કહેવા કહ્યું. આ સાંભળીને, અભિનેતા ચોંકી ગયો. જાણ તેઓ હિન્દી જાણતા ન હોય કે,પછી હિન્દી ભાષા સામે કોઈ વિરોધ હોય.હવે આ કહેવા પાછળ અભિનેતાનો શું ઈરાદો હતો, તે તો તે જ વધુ સારી રીતે કહી શકે છે.લોકોનું કહેવું છે કે,ભાઈ તમે કરોડો રુપિયાની હિન્દી ફિલ્મો કરો છો તો પછી હિન્દી બોલવાથી સંકોચ કેમ રાખો છે. અન્ય યુઝરે કહ્યું ભાઈ તારું ઘર હિન્દી ફિલ્મોથી ચાલે છે. હિન્દીમાં ફિલ્મો કેમ બનાવો છે. તો એક યુઝરે કહ્યું હવે મરાઠીમાં ફિલ્મો કરશે.
View this post on Instagram
દેશ છોડવાની વાત કરી હતી
ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર જીતી લીધું છે. પાકિસ્તાનને એટલો મોટો ઘા માર્યો હતો કે, તે ક્યારેય ભુલી શકશે નહી. ત્યારે પણ આમિર ખાન ભિખારી દેશ પાકિસ્તાન વિશે કાંઈ પણ બોલ્યા ન હતા. આ અભિનેતા હિન્દી ફિલ્મોમાં કામ કરે છે પરંતુ હિન્દી બોલતા શરમ આવે છે.તમને જણાવી દઈએ કે, આમિર ખાને ખુદ કહ્યું હતુ કે, તેમણે 44 વર્ષની ઉંમરમાં મરાઠી ભાષા શીખી છે.તેમણે દેશ છોડવાની વાત કરી હતી.2015-16માં આમિર ખાને એક કાર્યક્રમમાં કહ્યું હતું કે તેઓ દેશમાં વધતી જતી અસહિષ્ણુતાથી ચિંતિત છે. ઘરે તેમની પત્ની (હવે ભૂતપૂર્વ પત્ની) કિરણ રાવ સાથે વાત કરતી વખતે તેમણે પૂછ્યું, “શું આપણે ભારત છોડી દેવો જોઈએ?” આમિરના આ નિવેદનથી હોબાળો મચી ગયો હતો.
હિન્દી-મરાઠી વિવાદ
તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં હિન્દી -મરાઠી વિવાદ ખુબ ચર્ચામાં રહ્યો હતો. જ્યારે સરકારે રાજ્યની પ્રાઈમરી સ્કુલમાં હિન્દીને ત્રીજી ભાષા બનવાવાનો પ્લાન કર્યો હતો. વિરોધ બાદ સરકારે આ નિર્ણય પરત લીધો હતો.
