Gujarati News » Sports » Other sports » Tennis: Tennis star Simona Halep begins a new innings of life with her 12 year old boyfriend, see gorgeous pics
Tennis: ટેનિસ સ્ટાર સિમોના હાલેપે 12 વર્ષ મોટા બોયફ્રેન્ડ સાથે શરુ કરી જીવનની નવી ઇનીંગ, જુઓ ખૂબસૂરત તસ્વીરો
વિશ્વ નંબર વન રહી ચૂકેલી ટેનિસ દિગ્ગજ સિમોના હાલેપે (Simona Halep) રોમાનિયામાં 41 વર્ષના ઉદ્યોગપતિ ટોની લુરુક (Toni Luruc) સાથે લગ્ન કર્યા છે. સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે.
ટેનિસમાં વિશ્વ નંબર વન સ્થાન પર રહી ચૂકેલી અને દિગ્ગજ સિમોના હાલેપે (Simona Halep) લગ્નના બંધને બંધાઇ ચૂકી છે. 29 વર્ષીય રોમાનિયન સ્ટારે રોમાનિયામાં તેના બિઝનેસમેન બોયફ્રેન્ડ ટોની લુરક (Toni Luruc) સાથે લગ્ન કર્યા. સ્ટાર પ્લેયરે ખાસ દિવસની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
1 / 6
ગયા અઠવાડિયે, હાલેપે જાહેર કર્યું હતુ કે તે ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે. યુએસ ઓપનથી પરત ફરતા ઓટોપેનીએ ચાહકોને એરપોર્ટ પર લગ્ન વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું, 'તે એક સુંદર ઘટના છે. હું ખૂબ જ લાગણીશીલ છું. આ ગ્રાન્ડ સ્લેમ જીતવા કરતાં અલગ લાગણીઓ છે, ટેનિસ ટેનિસ રહેશે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે અને હું ખુશ છું કે તે થઈ રહ્યું છે.
2 / 6
સિમોના હાલેપે સુંદર એમ્બ્રોડરી વાળુ ગાઉન પહર્યુ હતુ. જેમાં તે એકદમ ખૂબસૂરત દેખાઇ રહી હતી. જ્યારે તેના પતિ ટોનીએ આઇરુક બ્લેક બો ટાઇ સાથે થ્રી પીસ સૂટમાં હતો. સુંદર તસ્વીરોને તેઓએ સોશિયલ મીડીયામાં શેર કરી હતી. જે ખૂબ જ વાયરલ થઇ રહી છે.
3 / 6
સિમોના હાલેપના પતિ ટોની, એક બિઝનેસમેન છે. તેમના લગ્નમાં મિત્રો અને સંબંધીઓને આમંત્રણ આપ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર, મહેમાનોની યાદીમાં ઇલી નાસ્તાસ અને ઇઓન તિરિયાક જેવા ખેલાડીઓ, તેમજ રાષ્ટ્રપતિ ક્લોઝ ઇઓહાનીસ પણ પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા હતા છે.
4 / 6
સિમોના હાલેપે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લીધો ન હતો. ઈજાને કારણે તેણે આ નિર્ણય લીધો. ઈજા બાદ તેણે યુએસ ઓપનમાં ભાગ લીધો હતો. અહીં પણ તે માત્ર ત્રીજા રાઉન્ડમાં જ પહોંચી શકી હતી. તેણીને યુક્રેનની એલિના સ્વિટોલીનાએ 6-3, 6-3 થી હરાવી હતી.
5 / 6
સિમોના હાલેપ રોમાનિયાની મહાન ટેનિસ ખેલાડીઓમાંની એક છે. તેણે અત્યાર સુધી બે ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. તેણે પ્રથમ ગ્રાન્ડ સ્લેમ 2018 માં ફ્રેન્ચ ઓપનના રૂપમાં અને બીજો 2019 માં વિમ્બલ્ડન ચેમ્પિયનશિપના રુપમાં જીત્યો હતો. સિમોના 2017 અને 2019 ના વર્ષોમાં ડબલ્યુટીએ સિંગલ્સમાં નંબર 1 પર હતી.