Breaking: IPL 2024નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર, ફાઈનલ 26 મેના રોજ ચેન્નાઈમાં રમાશે, જાણો ક્યારે રમાશે બાકીની મેચો

IPL 2024: ભારતીય બોર્ડે ફેબ્રુઆરીમાં IPL 2024 સિઝનના માત્ર 17 દિવસનું શેડ્યૂલ જાહેર કર્યું હતું, જેમાં 21 મેચો રમવાની છે. ત્યારે BCCIએ કહ્યું હતું કે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ તે બાકીની મેચોનું શેડ્યૂલ જાહેર કરશે. હવે બોર્ડે બાકીની 53 મેચોની તારીખો પણ જણાવી દીધી છે.

Breaking: IPL 2024નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર, ફાઈનલ 26 મેના રોજ ચેન્નાઈમાં રમાશે, જાણો ક્યારે રમાશે બાકીની મેચો
Follow Us:
| Updated on: Mar 25, 2024 | 5:52 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગની નવી સિઝન શરૂ થઈ ગઈ છે પરંતુ તેનું સંપૂર્ણ શેડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ફેબ્રુઆરીમાં માત્ર 17 દિવસનું શિડ્યુલ જાહેર કર્યું હતું અને આવી સ્થિતિમાં બધા બાકીની મેચોની તારીખોની રાહ જોઈ રહ્યા હતા. એ રાહ પણ હવે પૂરી થઈ ગઈ છે. BCCIએ સોમવારે 25 માર્ચે ચાહકો માટે ટુર્નામેન્ટની તમામ 74 મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. આ સાથે એ પણ પુષ્ટિ થઈ ગઈ છે કે ટૂર્નામેન્ટની ફાઈનલ 26મી મે રવિવારે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.

IPL 2024ની ફાઈનલ 26 મેના રોજ ચેન્નાઈમાં રમાશે

IPL 2024 સિઝનની શરૂઆત શુક્રવાર, 22 માર્ચે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની ટક્કર સાથે થઈ હતી. ગયા મહિને જ આની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, તે સમયે ભારતીય બોર્ડ દ્વારા માત્ર 21 મેચોની તારીખો અને સ્થળની જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ 22 માર્ચથી 7 એપ્રિલ સુધીનો હતો. ભારતીય બોર્ડે તે સમયે સંપૂર્ણ કાર્યક્રમની જાહેરાત કરી ન હતી કારણ કે તે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાતની રાહ જોઈ રહી હતી.

No Muslim Country : દુનિયાનો એક એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી

IPL 2024 ભારતમાં જ પૂર્ણ થશે

16 માર્ચે ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ત્યારથી ભારતીય બોર્ડ આઈપીએલની બાકીની મેચોનું શેડ્યૂલ બનાવવામાં વ્યસ્ત હતું. તે જ સમયે, બીસીસીઆઈએ ટૂર્નામેન્ટનો બાકીનો ભાગ વિદેશમાં યોજાશે તેવા દાવાઓને પણ ફગાવી દીધા હતા. હવે બાકીની મેચોની જાહેરાત સાથે, એ પણ પુષ્ટિ થઈ ગઈ છે કે સમગ્ર IPL 2024 સિઝન ફક્ત ભારતમાં જ રમાશે.

આ પણ વાંચો : IPL 2024 વચ્ચે MS ધોની પર તૂટ્યો મુસીબતોનો પહાડ, કરોડોની છેતરપિંડીના કેસમાં ફસાયા “થાલા”

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">