T20 World Cup 2024: રિષભ પંત અને કુલદીપ યાદવને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવા ઈચ્છે છે આ દિગ્ગજ ખેલાડી

ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ જીતવા માટે સખત પ્રેક્ટિસ કરી રહી છે. ન્યૂયોર્કમાં તેમની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે છે. જો કે તે પહેલા મોટો સવાલ એ છે કે ટીમ ઈન્ડિયા કઈ પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરશે? ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડીએ તેની પ્લેઈંગ ઈલેવનમાંથી રિષભ પંત અને કુલદીપ યાદવને બહાર કરી દીધા છે.

T20 World Cup 2024: રિષભ પંત અને કુલદીપ યાદવને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવા ઈચ્છે છે આ દિગ્ગજ ખેલાડી
Rishabh Pant & Kuldeep Yadav
Follow Us:
| Updated on: Jun 01, 2024 | 5:57 PM

ટીમ ઈન્ડિયાના T20 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત પહેલા મોટો સવાલ એ છે કે રોહિત અને કંપની કઈ પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરશે? ટીમ ઈન્ડિયા પાસે 15 એવા ખેલાડી છે જે પોતાના દમ પર મેચ જીતી શકે છે પરંતુ મેચમાં માત્ર 11 જ રમશે. આ સવાલો વચ્ચે હરભજન સિંહે ખૂબ જ આશ્ચર્યજનક પ્લેઈંગ ઈલેવનની પસંદગી કરી છે જેમાં તેણે રિષભ પંત અને કુલદીપ યાદવને ટીમમાંથી બહાર રાખ્યા છે. તેણે શિવમ દુબે અને અક્ષર પટેલને પણ ટીમમાં સ્થાન આપ્યું નથી.

હરભજન સિંહે પંતને કેમ બહાર કર્યો?

હરભજન સિંહે રિષભ પંતને બહાર કરી સંજુ સેમસનને ટીમમાં સામેલ કર્યો છે. સંજુ સેમસન સારા ફોર્મમાં છે તેથી તેણે પંત કરતા આ ખેલાડીને પ્રાધાન્ય આપ્યું છે. આ સિવાય હરભજને કુલદીપ યાદવ કરતા યુઝવેન્દ્ર ચહલને પ્રાધાન્ય આપ્યું છે અને તેનું કારણ તેનું રિસ્ટ સ્પિનર ​ છે. છેલ્લા કેટલાક દિવસોમાં કુલદીપ યાદવનું પ્રદર્શન પણ સારું રહ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

હરભજનની પ્લેઈંગ ઈલેવનમાં કોણ સામેલ?

હરભજન સિંહના મતે ટીમ ઈન્ડિયાએ રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલથી જ શરૂઆત કરવી જોઈએ. તે ઈચ્છે છે કે વિરાટ કોહલી નંબર 3 પર અને સૂર્યકુમાર યાદવ નંબર 4 પર બેટિંગ કરે. આ પછી, પાંચમા સ્થાને સંજુ સેમસન, પછી છઠ્ઠા સ્થાને હાર્દિક પંડ્યા, જાડેજા સાતમા નંબરે અને તે પછી તેને પ્લેઈંગ ઈલેવનમાં અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહના રૂપમાં ત્રણ ઝડપી બોલરો જોઈએ છે.

સ્પિનર ​​તરીકે કુલદીપને ન મળ્યું સ્થાન

હરભજને સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલને પ્લેઈંગ ઈલેવનમાં રાખ્યો છે. હરભજન સિંહની આ પ્લેઈંગ ઈલેવન સાથે કદાચ ઘણા લોકો સહમત નહીં થાય. હવે જોવાનું એ રહે છે કે પ્રથમ મેચમાં રોહિત શર્મા કઈ પ્લેઈંગ-11ને મેદાનમાં ઉતારે છે.

આ પણ વાંચો : T20 World Cup 2024 : બાંગ્લાદેશ સામે પ્રેક્ટિસ મેચ આસાન નહીં હોય, ટીમ ઈન્ડિયાએ આ 5 પડકારોનો સામનો કરવો પડશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">