કુલદીપ યાદવ
કુલદીપ યાદવએ તેના ક્રિકેટ સફરની શરૂઆત એક ફાસ્ટ બોલર તરીકે કાનપુર ક્રિકેટ એકેડમીમાં કરી હતી, પણ તેના કોચના આગ્રહ બાદ તે લેફ્ટ આર્મ સ્પિનર બન્યો હતો. ભારતમાં કુલદીપ યાદવની સ્કિલ સાથેના વધુ બોલર નથી અને તેથી ક્રિકેટ જગતમાં તે જલ્દી ચર્ચામાં આવ્યો હતો. તેણે 17-વર્ષની વયે પોતાની પ્રથમ અંડર-19 મેચ 2012માં રમી હતી. 2014માં અંડર-19 વિશ્વ કપમાં તેણે સ્પર્ધાની પોતાની બીજી મેચમાં હેટ્રીક ઝડપી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેણે માર્ચ 2017માં ધર્મશાળામાં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યૂ કર્યુ હતુ અને પ્રથમ ઇનિંગમાં 4 વિકેટ ઝડપી હતી. વન-ડે અને ટી-20 ફોર્મેટમાં તેણે 2017માં વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પર ડેબ્યૂ કર્યુ હતુ.કુલદીપ યાદવ પ્રથમ ભારતીય બોલર છે જેણે આતંરરાષ્ટ્રીય ક્રિકેટમાં બે હેટ્રીક લીધી છે. વન-ડે ક્રિકેટમાં 2017માં ઓસ્ટ્રેલિયા સામે અને 2019માં વેસ્ટ ઇન્ડિઝ સામે તેણે હેટ્રીક લીધી હતી.