AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News :T20 World Cup જીતવાની સાથે હાર્દિક પંડ્યા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ ,ગર્લફ્રેન્ડ માહિકા સાથે એક ફોટો બન્યું કારણ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડકપ 2026નો ખિતાબ ન્યુઝીલેન્ડને હરાવી જીત્યો હતો. ભારતીય ટીમની જીત બાદ હાર્દિક પંડ્યા પોતાની ગર્લફ્રેન્ડ માહિકા શર્માની સાથે મેદાન પર જશ્ન મનાવતો જોવા મળ્યો હતો.

Breaking News :T20 World Cup જીતવાની સાથે હાર્દિક પંડ્યા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ ,ગર્લફ્રેન્ડ માહિકા સાથે એક ફોટો બન્યું કારણ
| Updated on: Mar 12, 2026 | 9:38 AM
Share

ટીમ ઈન્ડિયાએ સતત બીજી વખત ટી20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યા બાદ દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી20 વર્લ્ડકપ 2026ની ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવી ટ્રોફી પોતાને નામ કરી હતી. ટીમ ઈન્ડિયાના ખેલાડી આ જીતના જશ્નના ડબ્યા છે અને પોતાના ઘરે પરત ફર્યા છે. જ્યાં તેનું શાનદાર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. પરંતુ ખિતાબી જીત પછી અંદાજે 3 મહિનાની અંદર ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા એક મુસીબતમાં ફસાયો છે. પુણેના એક એડવોકેટે હાર્દિક પર રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરવાનો આરોપ લગાવતા પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

ગર્લફ્રેન્ડ માહિકા સાથે ફોટો ક્લિક કરવો ભારે પડ્યો

જાણકારી મુજબ હાર્દિક પંડ્યા વિરુદ્ધ પુણેના શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. આ ફરિયાદ એક સ્થાનિક એડવોકેટ વાઝિદ ખાને નોંધાવી છે. તેમજ આરોપ લગાવ્યો છે કે, હાર્દિક પંડ્યાએ મેચ પૂર્ણ થયા બાગ જશ્ન મનાવતી વખતે રાષ્ટ્રીય ધવ્જનું અપમાન કર્યું છે. તેની ફરિયાદમાં એડવોકેટે કહ્યું કે, પંડ્યા એક મંચ પર રાષ્ટ્રીય ધ્વજને પોતાના શરીર પર લપેટી જોવા મળ્યો હતો. તેમજ તેની તેની ગર્લફ્રેન્ડ પણ જોવા મળી હતી.

ફરિયાદીએ આ મામલે ભારતીય ક્રિકેટર વિરુદ્ધ FIR દાખલ કરવાની માંગ કરી છે. તેમણે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું એ દરેક નાગરિકની જવાબદારી છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.હાલમાં પોલીસે ફરિયાદ તો દાખલ કરી નથી પરંતુ ફરિયાદ મળવાની વાત કરી છે તેમજ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

સમગ્ર મામલો શું છે જાણો?

આ ઘટના હાલમાં બની છે. જ્યારે ભારતીય ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી20 વર્લ્ડકપ જીતવાનો જશ્ન મનાવી રહી હતી. જીત્યા બાદ તમામ ખેલાડીઓ પોતાના પરિવાર સાથે જશ્ન મનાવી રહ્યા હતા. આ દરમિયાન હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા પણ જોવા મળી હતી. આ દરમિયાન હાર્દિક અને માહિકા શર્મા ટ્રોફીના પોડિયમ પર બેસતા જોવા મળ્યા હતા. જેમાં હાર્દિક પંડ્યાએ રાષ્ટ્રધવ્જ પોતાના શરીર પર લપેટ્યો હતો. પછી, તેઓ બંને થોડીક સેકન્ડ માટે પોડિયમ પર સૂઈ ગયા, અને હવે આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ભારતને T20 વર્લ્ડ કપ જીતાડવામાં ગુજ્જુ ઓલરાઉન્ડરનો મોટો ફાળો, આવો છે હાર્દિક પંડ્યાનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
g clip-path="url(#clip0_868_265)">