Yoga Tips : ઉપવાસ દરમિયાન તમે આખો દિવસ ઉર્જાવાન રહેશો, યોગની આ ટિપ્સ અપનાવો અને સારી રીતે યોગાભ્યાસ કરો
Yoga Tips : સ્વસ્થ રહેવા અને રોગોથી બચવા માટે યોગ કરવો જોઈએ. યોગ શરીરને ઉર્જાવાન, ફિટ અને એક્ટિવ રાખવામાં લાંબા ગાળાના ફાયદા પણ પ્રદાન કરી શકે છે. આ ન્યૂઝમાં ઉપવાસ દરમિયાન કરવા માટેના યોગાસનો વિશે જાણો.

તમારે અવારનવાર ઉપવાસ કરવાના થતા હોય તો તમારા યોગ ક્યારેક છુટી જતા હોય છે. આજે અમે તમને આ સમસ્યાનો હલ શોધી આપીશુ. જો તમે આ સમય દરમિયાન ઉપવાસ કરી રહ્યા છો, તો પૂરતું પાણી પીઓ. શરીરને હાઇડ્રેટેડ રાખો. આ ઉપરાંત ખોરાક ન ખાવાથી શરીરની ઉર્જા ઓછી થવા લાગે છે.

તમે ફળો ખાઈને તમારી જાતને તાજગી આપવાનો પ્રયાસ કરી શકો છો, પરંતુ જો તમે શરીરની ઉર્જા જાળવી રાખવા માંગતા હો તો તમે યોગનો સહારો લઈ શકો છો. પહેલા તો આખા દિવસ દરમિયાન શરીરને કોઈ લોડ પડે તેવું કામ ન કરવું જોઈએ. પોતાની હેલ્થનું ધ્યાન રાખવું.

શરીરમાં ઉર્જાના પરિભ્રમણ માટે પ્રાણાયામ શ્રેષ્ઠ કસરત માનવામાં આવે છે. વિવિધ પ્રકારના પ્રાણાયામને તમારી દિનચર્યાનો ભાગ બનાવીને તમે દિવસભર તમારી જાતને ઉર્જાવાન રાખી શકો છો. પ્રાણાયામ દ્વારા મગજમાં ઓક્સિજનયુક્ત રક્તનું પરિભ્રમણ વધારી શકાય છે જે ઘણી ગંભીર સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરી શકે છે.

પશ્ચિમોતાનાસન: શરીરને એનર્જેટિક રાખવા માટે અને કમરની ચરબી ઓગાળવા માટે તમે પશ્ચિમોતાનાસન પણ કરી શકો છો. તેમાં વધારે ઉર્જાની જરુર નહી પડે.

તાડાસન: શરીને સ્ટ્રેચપ કરવા માટે અને સ્ફુર્તિ લાવવા માટે તાડાસન પણ કરી શકો છો. આમાં પણ વધારે એનર્જીની જરુર પડતી નથી. તમે આસાનીથી આ આસન કરી શકશો.

પર્વતાસન: શરીરના બધા બોડી પાર્ટસને એનર્જી આપવા માટે તમે પર્વતાસન પણ કરી શકો છો. તેમાં દરેક અંગને આરામ મળશે અને એક્ટિવ પણ રહેશે.
નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે. યોગના વધારે ન્યૂઝ વાંચવા માટે આ પેજ સાથે જોડાયેલા રહો.






































































