AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાશ્મીર ખીણને બદલે જમ્મુના સુરક્ષિત વિસ્તારોમાં કેમ કરાઈ રહ્યાં છે આંતકી હુમલા ?

જમ્મુ કાશ્મીરમાંથી 370 કલમ રદ થયા બાદ, કેન્દ્ર સરકાર, સુરક્ષા એજન્સીઓ, ગુપ્તચર તંત્ર, પોલીસ વગેરેનું ધ્યાન કાશ્મીર ખીણ પ્રદેશ ઉપર સૌથી વધુ હતું. આ એવો વિસ્તાર છે કે, જમ્મુ કાશ્મીરને લગતા કોઈ પણ મુદ્દે હોબાળો મચી જાય છે. આ બધાની વચ્ચે પાકિસ્તાન પ્રેરિત આતંકે જમ્મુના સુરક્ષિત વિસ્તારને નિશાને લીધુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2024 | 3:41 PM
જમ્મુ ક્ષેત્રના કઠુઆ જિલ્લામાં ગઈકાલ સોમવારે આતંકવાદીઓએ ભારતીય સૈન્યજવાનોના વાહન પર હુમલો કર્યો હતો. આતંકવાદીઓના આ હુમલામાં પાંચ જવાન શહીદ થયા છે તો અન્ય પાંચ જવાન ઘાયલ થયા છે.

1 / 5
આતંકીઓએ પહેલા સેનાના વાહનને ગ્રેનેડથી નિશાન બનાવ્યું હતું. ત્યારબાદ ગોળીબાર કર્યો હતો. આ વિસ્તાર જમ્મુ ક્ષેત્રમાં આવતા ઉધમપુર જિલ્લાના બસંતગઢને અડીને આવેલો છે.

2 / 5
ભારતીય સુરક્ષા દળોએ કાશ્મીર ખીણમાં સક્રીય આતંકવાદીઓની કમર તોડી નાખતા હવે આતંકી સંગઠનો જમ્મુ ડિવિઝનને નિશાન બનાવી રહ્યા છે. ભૂતકાળના આતંકવાદી હુમલાઓ પણ ક્યાંક ને ક્યાંક આ તરફ ઈશારો કરે છે.

3 / 5
સૈન્ય વાહન ઉપર જે રીતે ગોળીબાર થયો છે તે જોતા કહી શકાય કે હુમલાખોરો રસ્તાની ઉપર આવેલ પર્વતીય વિસ્તારમાંથી ગોળીબાર કર્યો હોઈ શકે છે.

4 / 5
સૈન્ય વાહનો પર હુમલાની જાણ થતા જ સુરક્ષા દળના અન્ય જવાનો પણ ત્વરીત ઘટનાસ્થળે પહોચી ગયા હતા. ઘટનાસ્થળની ચકાસણી કર્યા બાદ, સુરક્ષાદળના જવાનો પણ ગોળીબાર કરીને  આતંકવાદીઓ ક્યા માર્ગે ભાગ્યા હોઈ શકે છે તેનુ પગેરુ મેળવીને વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">