Indian Railway : ભારતીય રેલવેનું એન્જિન કોઈ પણ સ્ટેશન પર બંધ કેમ નથી કરાતું ? જાણો કેટલી માઈલેજ આપે છે ડીઝલ એન્જિન
ભારતીય રેલવેની ટ્રેન જોતા ઘણી વાર મનમાં એ પ્રશ્ન ઉદભવે છે કે આ એન્જિન સતત ચાલુ કેમ રાખવામાં આવે છે અને એક લિટર ડીઝલમાં આ ટ્રેન કેટલું અંતર કાપે છે? આજના લેખમાં આપણે આ અંગે વિગતે જાણશું.

અસલમાં કોઈ શંકા નથી કે ભારતીય રેલવે દેશની જીવનરેખા તરીકે કાર્ય કરે છે, જ્યાં દરરોજ લાખો નહીં, કરોડો યાત્રીઓ સફર કરે છે. રેલવેમાં હાલ ડીઝલ, ઈલેક્ટ્રિક અને ઘણી હદ સુધી અત્યારે ખાસ પ્રસંગો માટે જ ચલાવાતી સ્ટીમ એન્જિનવાળી ટ્રેનો શામેલ છે. (Credits: - Canva)

ખાસ કરીને ડીઝલ એન્જિનને લઈને લોકોને ઘણા પ્રકારના પ્રશ્નો ઉદભવે છે. આવા પ્રશ્નોમાં એક સામાન્ય અને વારંવાર પૂછાતો પ્રશ્ન એ છે કે 'આ એન્જિન એક લિટર ડીઝલમાં કેટલાં કિલોમીટર ચાલે?' અનેક લોકો આ અંગે ચોક્કસ માહિતી જાણવા ઇચ્છે છે. (Credits: - Canva)

ડીઝલ એન્જિન દ્વારા ચાલી રહેલી ટ્રેનોનું માઈલેજ ઘણી બાબતો પર નિર્ભર હોય છે. ઉદાહરણ તરીકે, જો 12 ડબ્બાવાળી પેસેન્જર ટ્રેન ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત થાય, તો તે લગભગ 6 લિટર ડીઝલમાં 1 કિલોમીટરનું અંતર કાપે છે. તે જ રીતે, 24 કોચવાળી એક્સપ્રેસ ટ્રેન પણ લગભગ સમાન પ્રમાણમાં પ્રતિ કિમી અંદાજે 6 લિટર ડીઝલ વાપરે છે. જ્યારે કોઈ એક્સપ્રેસ ટ્રેન માત્ર 12 ડબ્બાઓ સાથે દોડે છે, ત્યારે તેનું માઈલેજ વધીને પ્રતિ કિલોમીટર અંદાજે 4.5 લિટર સુધી આવી જાય છે. (Credits: - Canva)

પેસેન્જર અને એક્સપ્રેસ ટ્રેનોના માઈલેજમાં તફાવત થવાનું મુખ્ય કારણ એ છે કે પેસેન્જર ટ્રેનો ઘણા સ્ટેશનો પર સ્ટોપ કરતી હોય છે. જેના કારણે વારંવાર બ્રેક લગાવવી પડે છે અને એક્સિલરેટરનો ઉપયોગ કરવો પડે છે. બ્રેક અને એક્સિલરેટરના વધુ ઉપયોગથી ઈંધણ વધુ વપરાય છે અને માઈલેજ ઘટે છે. બીજી તરફ, એક્સપ્રેસ ટ્રેનો ઓછા સ્ટોપ સાથે દોડે છે, એટલે બ્રેક અને એક્સિલરેટરનો ઓછો ઉપયોગ થાય છે. અને પરિણામે તે વધુ માઈલેજ આપે છે. ( Credits: Getty Images )

માલગાડીના માઈલેજની વાત કરીએ તો, તે પેસેન્જર ટ્રેનોની તુલનાએ સામાન્ય રીતે ઓછી હોય છે. તેનું મુખ્ય કારણ એ છે કે માલગાડીઓમાં ભાર ખૂબ વધુ હોય છે, જેને ખેંચવા માટે એન્જિન પર વધુ ભાર પડે છે અને તેથી ઈંધણ પણ વધારે વપરાય છે.ખાસ કરીને પર્વતીય વિસ્તારોમાં, જ્યાં ઊંચાઈ અને ઢોળાણ વધારે હોય છે, ત્યાં માલગાડી ચલાવવા માટે એકથી વધુ એન્જિન જોડવાનું જરૂરી બની જાય છે. (Credits: - Canva)

ઘણીવાર જોવા મળે છે કે ડીઝલ એન્જિન કલાકો સુધી એક જગ્યાએ ઊભા રહેવા છતાં પણ બંધ કરવામાં આવતા નથી. મોટાં ભાગે લોકો માનતા હોય છે કે એવા એન્જિનને ફરીથી ચાલુ કરવા માટે ઘણું ડીઝલ વાપરવું પડે છે, તેથી એ તાત્કાલિક બંધ ન કરીને ચાલુ જ રાખવામાં આવે છે. જોકે, હકીકતમાં આ માન્યતા સંપૂર્ણપણે સાચી નથી. (Credits: - Canva)

ડીઝલ એન્જિન સતત ચાલુ રાખવા પાછળ બે મુખ્ય કારણો હોય છે. પ્રથમ કારણ એ છે કે, એકવાર એન્જિન બંધ થઈ જાય તો બ્રેક પાઈપમાં રહેલું દબાણ હળવું પડી જાય છે, અને તેને ફરીથી પોતાની પૂર્વાવસ્થામાં લાવવા માટે ઘણો સમય લાગે છે. (Credits: - Canva)

બીજું કારણ એ છે કે ડીઝલ એન્જિનને સંપૂર્ણ રીતે ચાલુ સ્થિતિમાં લાવતાં સાધારણ રીતે 20 થી 25 મિનિટનો સમય લાગી જાય છે. તેથી, ડીઝલ એન્જિન બંધ કરવાને બદલે તેને ચાલુ જ રાખવાનું વધુ યોગ્ય માનવામાં આવે છે. (Credits: - Canva)
ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. રેલવેના વધુ સમાચાર વાંચવા માટે આપ અહી ક્લિક કરો.
