પદ્મ શ્રી

પદ્મ શ્રી

પદ્મ શ્રી એ ભારત સરકાર દ્વારા આપવામાં આવતું સન્માન છે. તે સામાન્ય રીતે માત્ર ઈન્ડિયાના નાગરિકોને, જીવનના વિવિધ ક્ષેત્રો જેમ કે કલા, શિક્ષણ, ઉદ્યોગ, સાહિત્ય, વિજ્ઞાન, રમતગમત, દવા, સમાજ સેવા અને જાહેર જીવન વગેરેમાં તેમની સેવાઓ માટે ચોક્કસ યોગદાનને ઓળખવા માટે આપવામાં આવે છે.

ભારતના નાગરિક પુરસ્કારોના પદાનુક્રમમાં તે ચોથો પુરસ્કાર છે, તે અનુક્રમે ભારત રત્ન, પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણ બાદ આપવામાં આવે છે. તેની આગળ, “પદ્મ” અને “શ્રી” શબ્દો દેવનાગરી લિપિમાં કોતરેલા છે.

જ્યારે કોઈને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવે છે, ત્યારે ભારતના રાષ્ટ્રપતિ તેને પ્રમાણપત્ર અને મેડલથી સન્માનિત કરે છે. બીજી તરફ જો ઈનામના રકમની વાત કરીએ તો, પદ્મશ્રી મેડલ વિજેતાઓને કોઈપણ પ્રકારની રકમ આપવામાં આવતી નથી. આ માત્ર એક સન્માન છે જે ભારત સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોમાં સારું કામ કરવા બદલ આપવામાં આવે છે. માત્ર પદ્મશ્રી જ નહીં, કોઈ પણ પદ્મ પુરસ્કારમાં પૈસા આપવામાં આવતા નથી.

 

Read More

Padma Award : રાષ્ટ્રપતિ મુર્મૂએ વેંકૈયા નાયડુ, ડો. તેજસ પટેલ, મિથુન ચક્રવર્તી સહિતનાઓને પદ્મ પુરસ્કાર કર્યો અર્પણ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સોમવારે પદ્મ પુરસ્કારો માટે પસંદ કરાયેલી હસ્તીઓને એવોર્ડ આપ્યા હતા. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, અભિનેતા મિથુન ચક્રવર્તી, ગાયિકા ઉષા ઉથુપ, ભજન-ગાયક કાલુરામ બામણિયા, જાણીતા કાર્ડિયોલોજીસ્ટ ડોકટર તેજસ મધુસુદન પટેલ, બાંગ્લાદેશી ગાયિકા રેઝવાના ચૌધરી સહીતની હસ્તીઓએ એવોર્ડ મેળવ્યા હતા.

સાહિત્યકાર રઘુવીર ચૌધરીને પદ્મશ્રી સન્માન, કહ્યું- નાગરિક સન્માનથી દેશ સાથે જોડાવાનો મોકો મળ્યો

રઘુવીર ચૌધરીને 2015માં જ્ઞાનપીઠ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. ત્યારે પદ્મશ્રી મળ્યા બાદ રઘુવીર ચૌધરીએ TV9 સાથે ખાસ વાતચીત કરી અને કહ્યું કે સાહિત્ય ક્ષેત્રે તો અનેક એવોર્ડ મળ્યા છે. પરંતુ નાગરિક સન્માન મળવાથી દેશ સાથે જોડાવાનો મોકો મળે છે.

કોણ છે એ ગુજરાતી, જેમને મળ્યુ છે પદ્મ એવોર્ડનું સન્માન ?

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ગુરુવારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. 26 જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ દેશની 132 વિભૂતિઓને પદ્મભૂષણ, અને પદ્મવિભૂષણ અને પદ્મશ્રી એવોર્ડથી એનાયત કરાયા છે. દેશના 132 એવોર્ડમાંથી 5ને પદ્મવિભૂષણ, 17ને પદ્મભૂષણ અને 110 વિભૂતિઓને પદ્મશ્રી એવોર્ડ અપાયા. છે. જેમાં ગુજરાતના 6 દિગ્ગજોને પદ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

20 વર્ષમાં રમી 1000થી વધુ મેચ, હવે ભારતીય દિગ્ગજનું ચમક્યું નસીબ, નંબર-1 બનતા જ મળ્યો પદ્મશ્રી

મહેશ ભૂપતિ અને લિએન્ડર પેસની હાજરી દરમિયાન રોહન બોપન્નાની વધુ ચર્ચા થઈ ન હતી પરંતુ તેણે તેમ છતાં હાર ન માની અને ટેનિસ કોર્ટમાં અડગ રહ્યો. હવે 43 વર્ષની ઉંમરે પણ તે સખત મહેનત અને જોશથી પોતાનું ભાગ્ય લખી રહ્યો છે અને તેમના પ્રયત્નોને યોગ્ય સન્માન મળી રહ્યું છે.

Padma Awards 2024 Sports: ભારતની પ્રાચીન રમતને ઉડાન આપનાર ‘ગુરુ’ને મોદી સરકારે આપ્યો પદ્મ પુરસ્કાર

મોદી સરકારે મલખમના ગુરુ ઉદય વિશ્વનાથ દેશપાંડેને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા છે. મલખમ એ ભારતીય સંસ્કૃતિની જૂની રમત છે, જેને પુનઃજીવિત કરવામાં આવી રહી છે અને તેમાં ઉદય વિશ્વનાથ દેશપાંડેનું મોટું યોગદાન છે.

પદ્મ પુરસ્કારોની જાહેરાત, તેજસ મધુસૂદનને પદ્મભૂષણ સહિત ગુજરાતના 6 લોકોને પદ્મ સન્માન, વાંચો લિસ્ટ

વલસાડના 72 વર્ષીય ડૉ. યઝદી માણેકશા ઇટાલિયાને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે. યઝદી માણેકશા જાણીતા માઇક્રો બાયોલોજિસ્ટ છે. તેમને સીકલ સેલ નામની બિમારી નાથવા માટે કરેલ ઉત્કૃષ્ટ કામગીરી બદલ પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ : 5 પદ્મ વિભૂષણ, 17 પદ્મ ભૂષણ અને 110 પદ્મ શ્રી, પદ્મ પુરસ્કારોની થઈ જાહેરાત

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ આજે 25 જાન્યુઆરી ગુરુવારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રીથી સન્માનિત થનાર વ્યક્તિઓના નામની જાહેરાત કરવામાં આવી હતી. અગાઉ 23 જાન્યુઆરીએ સરકારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી કુરપરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી.

પદ્મ પુરસ્કારોની થઈ જાહેરાત, 34 લોકોને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે

પદ્મ પુરસ્કારો એ ભારત રત્ન પછી સૌથી મહત્વપૂર્ણ સન્માન છે, જે ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે, જે ત્રણ શ્રેણીઓમાં આપવામાં આવે છે: પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી. ભારત સરકાર દ્વારા વર્ષ 1954માં પદ્મ પુરસ્કારની શરૂઆત કરવામાં આવી હતી. વર્ષ 1955માં તેને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ નામ આપવામાં આવ્યું હતું. ત્યારથી આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">