કલમ 144 અને કર્ફ્યુ વચ્ચે શું છે અંતર? જાણો વિગતો
દેશમાં કોરોના વકર્યો ત્યારે સંપૂર્ણ ભારતમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો હતો અને જ્યારે હાલમાં જ ઉત્તર પ્રદેશનો નામચીન માફિયા અતીક અહેમદ અને તેનો ભાઈ અશરફની હત્યા થયા બાદ સમગ્ર ઉત્તર પ્રદેશમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.


ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં અતીક અને તેના ભાઈ અશરફની હત્યા બાદ UPના દરેક જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.

શાંતિ ભંગ થવાની શક્યતાના આધારે ક્રિમનલ પ્રોસીજર(CrPC)ની કલમ 144 લગાવવામાં આવે છે, આ કલમ લાગુ થતા 5થી વધારે લોકો ભેગા થઈ શકે નહિં

કલમ 144 લાગુ કરવાનો નિર્ણય એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ આપે છે અને કલમ લાગુ થવાની સાથે સમગ્ર વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી શકે છે, તે વિસ્તારોમાં હથીયારો લઈ જવા પર રોક લગાવવામાં આવે છે

આ કલમ લગાવવાનું મુખ્ય કારણ લોકોને એક જગ્યા પર એકત્ર થવાથી રોકવાનો છે, આ કલમ એવા વિસ્તારોમાં લગાવવામાં આવે છે. જ્યા કોઈની સુરક્ષા, સ્વાસ્થ સાથે ખતરો કે દંગા થવાની આશંકા હોય.

આ કલમ 2 મહિના માટે હોય છે પણ 6 મહિના સુધી સરકાર લંબાવી શકે છે, જો કે તેનાથી વધારી શકાશે નહિં.

કલમ 144ના ભંગ બદલ દંગામાં સમાવેશ હોવાનો કેસ થઈ શકે છે, આ કેસ મુજબ 3 વર્ષ સુધીની સજા થઈ શકે છે

કલમ 144માં ઘરમાંથી બહાર નીકળવા પ્રતિબંધ નથી, જ્યારે કર્ફ્યુ એક્સ્ટ્રીમ હાલાતમાં જ લગાવવામાં આવે છે અને તેમા ઘરમાંથી બહાર નીકળવા પર પ્રતિબંધ છે. કર્ફ્યુમાં ફક્ત ઈમરજન્સી સેવા ચાલુ રહે છે

































































