Vastu Tips: ઘરમાં ઘડિયાળ અને કેલેન્ડરને ભૂલથી પણ આ દિશામાં ન લગાવતા, અટકી જશે તરક્કી
ઘડિયાળ અને કેલેન્ડરથી ભૂલથી પણ આ દિશામાં ન લગાવો, તેનાથી અશુભ પરિસ્થિતિ નિર્માણ થાય છે. ઘડિયાળ અને કેલેન્ડર માટે વાસ્તુ શાસ્ત્રમાં મહત્વપૂર્ણ દિશા સૂચવવામાં આવી છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની રહેલી પ્રત્યેક વસ્તુમાં પોઝિટિવ અને નેગેટિવ બંને પ્રકારની એનર્જી હોય છે. જો તેને યોગ્ય સ્થાને અથવા યોગ્ય દિશામાં ન રાખવામાં આવે તો આ વસ્તુઓ નેગેટિવ એનર્જી ફેલાવે છે. બીજી તરફ જો આ વસ્તુઓને યોગ્ય સ્થાન અને યોગ્ય દિશામાં રાખો છો તો એ પોઝિટિવિટીથી ઘરને ભરી દે છે. જેનાથી ઘરના સદસ્યોની ઉન્નતિ થાય છે અને સુખ સમૃદ્ધિ વધે છે. આજનું વિજ્ઞાન પણ એ વાતને માને છે કે ઘરમાં રહેલી દરેક વસ્તુ ઊર્જા તરંગો છોડે છે. જેનો પ્રભાવ મનુષ્યના જીવન પર પડે છે.

આવી જ કેટલીક વસ્તુઓ છે જેનો આપણા જીવનમાં ઘણુ મહત્વ છે. આ વસ્તુઓ આપણને સમયનું જ્ઞાન કરે છે. આ વસ્તુઓની સહાયતાથી આપણે શુભ અને અશુભ સમયને જાણી શકીએ છીએ. આ વસ્તુઓ આપણા સારા અને ખરાબ સમયનો લેખા-જોખા પણ રાખે છે. આ વસ્તુઓ છે ઘડિયાળ અને કેલેન્ડર.

દરેક લોકોના ઘરમાં ઘડિયાળ અને કેલેન્ડર હોય જ છે. ઘડિયાળ વિતેલા સમય અને આવનારા સમય વિશે સૂચિત કરે છે. આપણા જીવનમાં સૌથી વધુ મહત્વ સમયનું જ હોય છે. સમય જ આપણા જીવનચક્રને સંચાલિત કરે છે. દરેકનો સમય એક જેવો નથી હોતો. સારો-નરસો સમય દરેકના જીવનમાં આવે જ છે. સમયનું ચક્ર નિરંતર ચાલ્યા કરે છે. સમય કોઈના માટે નથી રોકાતો પરંતુ જો આપણે શાસ્ત્રો અનુસાર આચરણ કરીએ તો આપણા સમયને મજબુત બનાવી શકીએ છીએ. વાસ્તુ શાસ્ત્રના નિયમોનું પાલન કરી આપણે આપણા જીવનને વધુ સારુ બનાવી શકીએ છીએ.

વાસ્તુના નિયમો અનુસાર આપણા ઘરમાં દીવાલ પર લગાવેલી ઘડિયાળ અત્યંત મહત્વપૂર્ણ સંકેત આપે છે. જો ઘડિયાળને યોગ્ય દિશા અને યોગ્ય સ્થાન પર લગાવવામાં આવે તો તેનાથી આપણા જીવનમાં અનેક શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. જો વાસ્તુના નિયમોનું પાલન કરીને તમે ઘડિયાળ અને કેલેન્ડરને યોગ્ય દિશામાં લગાવો છો તે તમે ખુદ સારા ફેરફાર અનુભવ કરશો અને તમને એવુ લાગશે કે તમારા જીવનની સમસ્યા દૂર થઈ રહી છે.

ઘડિયાળનો આકાર: ઘડિયાળનો આકાર જો ગોળ અથવા અંડાકાર હોય તો તે ઉત્તમ ગણાય છે. વાસ્તુશાસ્ત્રમાં ખૂણાવાળી અને ધારદાર વસ્તુઓને નકારાત્મક ઊર્જાનો સ્ત્રોત ગણાવાઈ છે. આથી ઘડિયાળ ચોરસ ન હોવી જોઈએ.

દેવી દેવતાની તસવીર: ઘડિયાળમાં દેવી દેવતાની તસવીર ન હોવી જોઈએ. ભગવાનની પૂજા-આરાધના કરવામાં આવે છે. તસવીરો પર માળા-હાર ચડાવવામાં આવે છે. ધૂપ અગરબત્તી લગાવવામાં આવે છે. પરંતુ જો ઘડિયાળમાં ભગવાનની તસવીર હોય તો તેના પર ધૂળ જામે છે. તેનાથી ભગવાનનું અપમાન થાય છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર બંધ ઘડિયાળને ક્યારેય દીવાલ પર ન રાખવી જોઈએ. તેનુ અશુભ પરિણામ પ્રાપ્ત થાય છે. ઘડિયાળ યોગ્ય સમય પર સેટ કરીને રાખવી જોઈએ. વાસ્તુ નિયમો અનુસાર બંધ ઘડિયાળ દુર્ભાગ્ય લઈને આવે છે. જે ઘડિયાળ સમયથી પાછળ ચાલે છે એ ઘરમાં રહેનારા લોકો દરેક કામમાં પાછળ રહી જાય છે. તેમનો વિકાસ નથી થતો.

ઘડિયાળની યોગ્ય દિશા: વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘડિયાળને ક્યારેય દક્ષિણ દિશામાં ન રાખવી જોઈએ. દક્ષિણ દિશા મૃત્યુની દિશા માનવામાં આવે છે. આ દિશાની દિવાલ પર ઘડિયાળ લગાવવાથી અપયશ મળે છે. આ દિશામાં ઘડિયાળ લગાવવાથી તેને જોતા સમયે મનુષ્યનું મુખ દક્ષિણ તરફ રહે છે. તેને અશુભ માનવામાં આવે છે.

દક્ષિણ દિશા ઠહેરાવ (થોભવાની) દિશા મનાય છે. આથી અહીં સમય સૂચક વસ્તુઓેને રાખવામાં નથી આવતી. તેનાથી ઘરના સદસ્યોની તરક્કીના અવસર અટકી જાય છે અને ઘરના મોભીના સ્વાસ્થ્ય પર બુરી અસર પણ પડે છે

ઘડિયાળને હંમેશા પૂર્વ અથવા ઉત્તર દિશાની દિવાલ પર લગાવવી જોઈએ. ઉત્તર દિશા કુબેરની દિશા અને પૂર્વને સૂર્યની દિશા મનાય છે. ઘડિયાળને ક્યારેય મુખ્ય દ્વાર ના દરવાજાની ઉપર કે પાછળ ન રાખો. તેનાથી સમયનો અશુભ પ્રભાવ તમારી દિનચર્યા પર પડે છે.

કેલેન્ડરની દિશા: કેલેન્ડર શુભ અશુભ તિથિઓથી અવગત કરાવે છે. કેલેન્ડર લગાવવા વાસ્તુ શાસ્ત્રમાં પૂર્વ અથવા ઉત્તર દિશા જ ઉત્તમ ગણાય છે. પૂર્વ દિશામાં કેલેન્ડર લગાવવાથી મનુષ્યની પ્રગતિ થાય છે. આ દિશામાં ઉગતા સૂર્યની તસવીરોવાળુ કેલેન્ડર લગાવો. જે લાલ અથવા ગુલાબી રંગનું હોય. તેના અત્યંત શુભ પરિણામો પ્રાપ્ત થાય છે.

ઉત્તર દિશામાં નદી, સમુદ્ર, ઝરણાની તસવીરોવાળુ કેલેન્ડર લગાવવુ જોઈએ. જેમા લીલો અને સફેદ રંગ વધુ હોય.

પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે કેલેન્ડર હિંસક જાનવરો કે દુ:ખી ચહેરાની તસવીરોવાળુ ન હોય. કારણ કે આવી તસવીરો ઘરમાં નકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે.

ક્યારેય પણ નવા કેલેન્ડરને જૂના કેલેન્ડરની ઉપર ન લગાવો.આવુ કરવાથી ઘરમાં નકારાત્મક્તાનો સંચાર થાય છે.
Sanatan Sanskruti: મહાભારત કાળના 5 રહસ્યમી શિવ મંદિર, જે કળિયુગ આજે પણ છે જાગૃત
