વાવ થરાદમાં ખેડૂતોએ પાણી માટે ઢોલ વગાડી સિંચાઈ વિભાગને જગાડવાનો કર્યો પ્રયાસ, નિયમિત પાણી આપવાની માગ
વાવ થરાદમાં ખેડૂતોએ સિંચાઈ વિભાગ સામે તાત્કાલિક પાણી આપવાની માગ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. ચાંગા પંપિંગ સ્ટેશનના પાંચે પંપ શરૂ કરવાની માગ સાથે દિયોદર લાખણી વિસ્તારના ગામોને નિયમિત પાણી આપવાની માગ કરી છે.
વાવ-થરાદમાં સુજલામ સુફલામ કાચી કેનાલમાં પાણીની માગને લઈને ખેડૂતોનો વિરોધ ઉગ્ર બન્યો છે. વાસણા ગામ નજીક ખેડૂતોએ ઢોલ વગાડી સિંચાઈ વિભાગને જગાડવાનો પ્રયાસ કર્યો અને પોતાનો વિરોધ નોંધાવ્યો. તેમની માગ છે કે ચાંગા પંમ્પિંગ સ્ટેશનના પાંચેય પંપ તાત્કાલિક શરૂ કરવામાં આવે જેથી દિયોદર લાખણી વિસ્તારના ગામોને સિંચાઈ માટે નિયમિત પાણી મળી શકે.
ખેડૂતોની રજૂઆત છે કે હાલ વરસાદ ખેંચાવાને કારણે પાક નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. સિંચાઈ માટે કેનાલના પાણી પર તેમને આધારિત રહેવુ પડે છે. અગાઉ CM દ્વારા સુજલામ સુફલામ કાચી કેનાલમાં પાણી આપવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી ખેડૂતોને પાણી મળ્યુ નથી. પરિણામે તેમના ઉભા પાક બળી રહ્યા છે. ખેડૂતો સિંચાઈ વિભાગને તાત્કાલિક પાણી છોડવા અને છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચાડવા વિનંતિ કરી રહ્યા છે. સમયસર પાણી નહીં મળે તો પાક બળી જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.
શું ખાંડની નિકાસ કરતા દેશે 10 વર્ષ બાદ ફરી એકવાર ખાંડની આયાત કરવી પડશે? આખરે ખાંડના ભાવમાં અચાનક કેમ થયો ધરખમ વધારો? વાંચો
Sanatan Sanskruti: મહાભારત કાળના 5 રહસ્યમી શિવ મંદિર, જે કળિયુગ આજે પણ છે જાગૃત
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
