Trending Video : સવારી પણ અને શોપિંગ પણ! આ ટેક્સીમાં મુસાફરોને મળે છે મફત સામાન, જુઓ વાયરલ વીડિયો
મોટાભાગે શહેરોમાં લોકો ટેક્સી, રીક્ષાનો રોજ ઉપયોગ મુસાફરી કરવા માટે અથવા તો સ્ટેશને જવા માટે કરે છે. બેંગકોકના એક ટેક્સી ડ્રાઇવરે તેની કેબને મિની-માર્ટમાં રૂપાંતરિત કરી છે. જે મુસાફરોને મફત દૈનિક આવશ્યક વસ્તુઓ આપે છે.

રસ્તાઓ પર દોડતી એક અનોખી ટેક્સી હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કેબની અનોખી વિશેષતા એ છે કે અંદર પગ મૂકતા સુપરમાર્કેટ જેવું લાગે છે. મુસાફરોની સુવિધા માટે, ડ્રાઇવરે કારને મિની-માર્ટમાં રૂપાંતરિત કરી છે. જે મફત આવશ્યક વસ્તુઓ આપે છે. થાઇલેન્ડની પ્રખ્યાત આતિથ્યને પ્રતિબિંબિત કરતી આ સુંદર પહેલને સોશિયલ મીડિયા પર વ્યાપક પ્રશંસા મળી રહી છે.
ચાલતું-ફરતું સુપરમાર્કેટ
આ વાયરલ વિડિઓમાં, ટેક્સીની પાછળની અને આગળની સીટો નાની અને મોટી બધી આવશ્યક વસ્તુઓ સાથે સરસ રીતે ગોઠવાયેલી છે. મુસાફરો તેમની મુસાફરી દરમિયાન મોજાં, ટૂથબ્રશ, અરીસા, બેબી પાવડર અને બિલાડીનો ખોરાક પણ સરળતાથી શોધી શકે છે. પિવા માટે પાણીની બોટલ પણ મફતમાં ઉપલબ્ધ છે.
આ મફત દુકાન કેવી રીતે ચાલી રહી છે?
આ કોઈ એક દિવસનો સ્ટંટ નથી. આ ડ્રાઈવર છેલ્લા 10 વર્ષથી પોતાની ટેક્સીમાં મફત સામાન આપી રહ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે તે મુસાફરો પાસેથી સામાન માટે એક પણ રૂપિયો વસૂલતો નથી. ખુશહાલીભરી સવારી પછી મુસાફરો ગમે તે ટિપ્સ આપે, ડ્રાઈવર તે પૈસાનો ઉપયોગ આગામી સવારી માટે નવો સામાન ખરીદવા માટે કરે છે. આ રીતે તેની મફત દુકાન વર્ષોથી ચાલી રહી છે.
સોશિયલ મીડિયા પર હૃદય જીતતો વીડિયો
આ હૃદયસ્પર્શી વીડિયો @floraandnote નામના એકાઉન્ટ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, “જ્યારે તમે બેંગકોકમાં હોવ, ત્યારે આ ટેક્સી માટે ચોક્કસ ધ્યાન રાખો.” વીડિયોને 1,24,000 થી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. કમેંટ્સ સેક્શનમાં, લોકો ડ્રાઈવરની નિઃસ્વાર્થ વિચારસરણી અને થાઈલેન્ડના લોકોના દયાળુ સ્વભાવની પ્રશંસા કરી રહ્યા છે.
Video જુઓ
View this post on Instagram
