AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગોંડલના રાજકુમાર જાટ કેસમાં 'નવો વળાંક', ગુજરાત સરકારે હાઇકોર્ટમાં મહત્ત્વના પુરાવા રજૂ કર્યા - જુઓ Video

ગોંડલના રાજકુમાર જાટ કેસમાં ‘નવો વળાંક’, ગુજરાત સરકારે હાઇકોર્ટમાં મહત્ત્વના પુરાવા રજૂ કર્યા – જુઓ Video

| Updated on: Aug 25, 2026 | 4:36 PM
Share

ગોંડલના રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં એક મહત્ત્વનો રિપોર્ટ રજૂ કર્યો છે. આમાં રાજકુમાર જાટે જાતે જ કપડાં ઉતાર્યા હોવાના વીડિયો સહિતના નવા પુરાવા સુપરત કરાયા છે. મૃતકના મોબાઇલ ફોનમાંથી વાંધાજનક વીડિયો અને ડ્રગ્સ-દારૂના સેવનના દાવા પણ કરાયા છે, જેના આધારે હવે વધુ સુનાવણી થશે.

ગોંડલના રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં એક મોટો કાનૂની વળાંક આવ્યો છે. રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં કેસ સંબંધિત એક મહત્ત્વનો રિપોર્ટ રજૂ કર્યો છે. હાઇકોર્ટના અગાઉના આદેશ બાદ સરકારે પેનડ્રાઇવ સહિતના પુરાવા કોર્ટ સમક્ષ મુક્યા છે.

અગાઉ હાઇકોર્ટે રાજકુમાર જાટ નગ્ન અવસ્થામાં કેવી રીતે જોવા મળ્યા હતા, તે મુદ્દે સવાલો કર્યા હતા. આના જવાબમાં સરકારે કોર્ટમાં એક વીડિયો રજૂ કર્યો છે, જેમાં રાજકુમાર જાટે જાતે જ કપડાં ઉતાર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સરકારની રજૂઆત મુજબ, મૃતક રાજકુમાર જાટે માત્ર 16 કલાકમાં 51 કિલોમીટર જેટલું અંતર કાપ્યું હતું.

આ ઉપરાંત, મૃતકના મોબાઇલ ફોનમાંથી વાંધાજનક વીડિયો મળ્યા હોવાનો અને રાજકુમાર જાટ ડ્રગ્સ તથા દારૂનું સેવન કરતા હોવાનો દાવો પણ સરકારે કોર્ટમાં કર્યો છે. કેસમાં FSL રિપોર્ટ, નિષ્ણાત તબીબોના રિપોર્ટ અને માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતોની મદદ પણ લેવામાં આવી છે. આ સમગ્ર પુરાવા અને સરકારી રિપોર્ટને આધારે હાઇકોર્ટમાં આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે.

ગુજરાતનું આ શહેર છે ‘સિરામિક કિંગ’, ₹20થી શરૂ થાય છે ટાઇલ્સના ભાવ?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">