AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં વરસાદની અછતથી ચિંતા, સૌરાષ્ટ્ર-કચ્છમાં કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા

દેવભૂમિદ્વારકા અને કચ્છ જેવા જિલ્લામાં વરસાદની અછતને જોતા કૃત્રિમ વરસાદનો વિકલ્પ ઉપયોગી બની શકે છે. જોકે, ક્લાઉડ સીડિંગ કરવા માટે માત્ર વાદળો હોવા પૂરતા નથી. વાતાવરણમાં યોગ્ય પ્રમાણમાં ભેજ, વાદળો અને પવનની ગતિ સહિતના જરૂરી પરિબળો હોવા જરૂરી છે.

ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં વરસાદની અછતથી ચિંતા, સૌરાષ્ટ્ર-કચ્છમાં કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
| Updated on: Aug 25, 2026 | 2:33 PM
Share

ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં વરસાદની ગતિ ધીમી પડતાં વરસાદની અછતને લઈને ચિંતા વધી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને કૃત્રિમ વરસાદ એટલે કે ક્લાઉડ સીડિંગનો વિકલ્પ ચર્ચામાં આવ્યો છે. હવામાન નિષ્ણાત ચિરાગ શાહે, ઓછા વરસાદ અંગે ચિંતા વ્યક્ત કરતાં, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં અનુકૂળ પરિસ્થિતિ હોય તો ક્લાઉડ સીડિંગનો ઉપયોગ કરી શકાય તેમ જણાવ્યું છે.

દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં કૃત્રિમ વરસાદની જરૂરિયાત

હવામાનના જાણકાર ચિરાગ શાહના જણાવ્યા મુજબ, દેવભૂમિદ્વારકા અને કચ્છ જેવા જિલ્લામાં વરસાદની અછતને જોતા કૃત્રિમ વરસાદનો વિકલ્પ ઉપયોગી બની શકે છે. જોકે, ક્લાઉડ સીડિંગ કરવા માટે માત્ર વાદળો હોવા પૂરતા નથી. વાતાવરણમાં યોગ્ય પ્રમાણમાં ભેજ, વાદળો અને પવનની ગતિ સહિતના જરૂરી પરિબળો હોવા જરૂરી છે.

તેમણે જણાવ્યું કે, જ્યારે વાતાવરણમાં વાદળો તો બને છે પરંતુ કેટલીક કુદરતી પ્રક્રિયાઓ પૂર્ણ ન થવાને કારણે વરસાદ પૃથ્વી સુધી પહોંચતો નથી, ત્યારે ચોક્કસ ટેકનિકનો ઉપયોગ કરીને વાદળોમાં વરસાદના બીજ નાખવામાં આવે છે. આ પ્રક્રિયાને ક્લાઉડ સીડિંગ કહેવામાં આવે છે.

ક્લાઉડ સીડિંગથી વરસાદ કેવી રીતે પડે?

ક્લાઉડ સીડિંગમાં યોગ્ય પ્રકારના વાદળોની અંદર ચોક્કસ પદાર્થોના કણો છોડવામાં આવે છે. આ કણો વાદળોમાં રહેલા પાણીના ટીપાં અથવા બરફના કણોને એકત્ર થવામાં મદદ કરે છે અને યોગ્ય પરિસ્થિતિમાં વરસાદની પ્રક્રિયાને વેગ મળી શકે છે.

નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે, અનુકૂળ વાતાવરણ હોય તો ક્લાઉડ સીડિંગના પ્રયાસો ચોક્કસ અંતરાલે કરી શકાય છે. જોકે, તેની સફળતા માટે વાદળોની સ્થિતિ અને વાતાવરણના અન્ય પરિબળોનું મૂલ્યાંકન કરવું જરૂરી છે.

કુદરતી વરસાદ અને કૃત્રિમ વરસાદમાં શું તફાવત?

કુદરતી રીતે વાતાવરણમાં બનેલી પ્રક્રિયાઓના કારણે વાદળોમાંથી વરસાદ પડે તેને કુદરતી વરસાદ કહેવામાં આવે છે. જ્યારે વાદળોમાં ભેજ અને પાણી હોવા છતાં વરસાદની પ્રક્રિયા પૂરતી રીતે આગળ ન વધે, ત્યારે વૈજ્ઞાનિક પદ્ધતિથી તેમાં હસ્તક્ષેપ કરીને વરસાદ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ પ્રક્રિયા કૃત્રિમ વરસાદ અથવા ક્લાઉડ સીડિંગ તરીકે ઓળખાય છે.

ગુજરાતમાં ક્લાઉડ સીડિંગ શક્ય?

ચિરાગ શાહના મતે, ગુજરાતમાં યોગ્ય વાતાવરણીય પરિબળો ઉપલબ્ધ હોય તો ક્લાઉડ સીડિંગ દ્વારા કૃત્રિમ વરસાદ કરવો શક્ય છે. ખાસ કરીને વરસાદની અછત ધરાવતા વિસ્તારોમાં જ્યારે વાદળો હાજર હોય, વાતાવરણમાં ભેજ હોય પરંતુ વરસાદ ન પડી રહ્યો હોય, ત્યારે ક્લાઉડ સીડિંગનો વિકલ્પ વિચારવા યોગ્ય બની શકે છે.

જોકે, ક્લાઉડ સીડિંગ કોઈપણ સમયે અને કોઈપણ વાદળોમાં કરી શકાય નહીં. તેના માટે જરૂરી વાતાવરણીય પરિબળો ઉપલબ્ધ હોવા જરૂરી છે. તેથી ગુજરાતમાં કૃત્રિમ વરસાદ અંગે કોઈ નિર્ણય લેતા પહેલાં હવામાનની સ્થિતિ, વાદળોની પ્રકૃતિ અને અન્ય વૈજ્ઞાનિક માપદંડોનું મૂલ્યાંકન મહત્વનું રહેશે.

ગુજરાતના બનાસકાંઠામાં કોંગો ફીવરના શંકાસ્પદ કેસથી તંત્ર દોડતું થયું

Follow Us
નવરાત્રીમાં ફૂડ સેફ્ટી પર AMCની બાજ નજર, નિયમો તોડશો તો સ્ટોલ થશે સીલ
નવરાત્રીમાં ફૂડ સેફ્ટી પર AMCની બાજ નજર, નિયમો તોડશો તો સ્ટોલ થશે સીલ
વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી ફરાર
વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી ફરાર
અગત્યનો નિર્ણય લેવો પડી શકે છે, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે
અગત્યનો નિર્ણય લેવો પડી શકે છે, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
g clip-path="url(#clip0_868_265)">