ખેડાના રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્ય વિભાગ થયુ દોડતુ, તમામ પરત લેવાનો કરાયો આદેશ- Video
ખેડાના રઢુ PHC સેન્ટરમાં બાળકોને આપવામાં આવતી દવામાંથી જીવડાં ફરતા હોવાની અત્યંત ગંભીર બાબત સામે આવી છે. આ અંગેનો વીડિયો વાયરલ થયા બાદ આરોગ્ય વિભાગ સફાળુ જાગ્યુ છે અને શંકાસ્પદ તમામ દવાઓ પરત લેવાનો આદેશ આપ્યો છે.
ખેડાના રઢુ PHC સેન્ટરમાં જીવડા નીકળતા હોવાનો વીડિયો બે દિવસ પહેલા વાયરલ થયો હતો. આ અંગે Tv9 દ્વારા પણ તંત્રને જગાડતો અહેવાલ પ્રસારીત કરાયો હતો. જે બાદ આરોગ્ય વિભાગ સફાળુ જાગ્યુ છે અને શંકાસ્પદ તમામ દવાઓ પાછી ખેંચવા આદેશ કર્યો છે. હાલ તમામ સરકારી કેન્દ્રોમાંથી દવા પરત ખેંચવા આદેશ કર્યો છે. હાલ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે દ્વારા ત્વરિત તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ બેચની તમામ સરકારી કેન્દ્રમાંથી પરત મગાવી વધુ તપાસ હાથ ધરી છે.
રઢુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બાળકોને આપવામાં આવતી દવામાં જીવડાં ફરતા હોવાનો વીડિયો 2 દિવસ પહેલા વાયરલ થયો હતો. મામલાની ગંભીરતાને ધ્યાને લઈને આરોગ્ય વિભાગ તથા નડિયાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ત્વરિત તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન શંકાસ્પદ બેચની તમામ દવાઓ સરકારી કેન્દ્રોમાંથી તાત્કાલિક અસરથી પરત ખેંચવાનો આદેશ આપવામાં આવ્યો તેમજ બેચની દવાને તમામ સરકારી કેન્દ્રમાંથી પરત મગાવી વધુ તપાસ હાથ ધરી.
આપને જણાવી દઈએ કે એક બાળકના વાલી દ્વારા દવામાં જીવડાં ફરતા હોવાનો વીડિયો વાયરલ કર્યો હતો. આ ઘટનાની ગંભીરતાને સમજી પ્રારંભિક તપાસના તબક્કામાં તમામ દવાઓ તાત્કાલિક અસરથી સરકારી આરોગ્ય કેન્દ્રમાંથી પરત લઈ લેવાનો આદેશ કરાયો છે. તાલુકા આરોગ્ય અધિકારી, ખેડાના ઈન્ચાર્જ, ડૉ. એમ.એચ. મકવાણાએ જણાવ્યુ હતુકે વાયરલ દવાનો સ્ટોક હાલ પૂરતો સ્થગિત કરી, તેનો વપરાશ બંધ કરવામાં આવ્યો છે.
દવાનું નામ સિફિક્ઝીમ (Cefixime) છે, જે પાંચ વર્ષ સુધીના બાળકોને ચેપની સારવાર માટે આપવામાં આવતી એન્ટિબાયોટિક દવા છે. આ ઘટનાએ સરકારી આરોગ્ય કેન્દ્રોમાં પૂરી પાડવામાં આવતી દવાઓની ગુણવત્તા અને સલામતી અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને સત્ય હકીકત બહાર લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
Input Credit- Dharmendra Kapasi- Kheda
શું ખાંડની નિકાસ કરતા દેશે 10 વર્ષ બાદ ફરી એકવાર ખાંડની આયાત કરવી પડશે? આખરે ખાંડના ભાવમાં અચાનક કેમ થયો ધરખમ વધારો? વાંચો
Sanatan Sanskruti: મહાભારત કાળના 5 રહસ્યમી શિવ મંદિર, જે કળિયુગ આજે પણ છે જાગૃત
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
