Home Vastu Tips : ઘરની કઈ દિશામાં દીવાલ પર પૂર્વજોના ફોટા લગાવવા જોઈએ ?
પૂર્વજોની તસવીરો દીવાલ પર કઈ દિશામાં રાખવી જોઈએ તેને લઈને હાર કોઈના મનમાં પ્રશ્ન હશે. તેનાથી પણ મહત્વની વાત એ છે કે તસવીરોમાં પૂર્વજોનું મુખ કઈ દિશામાં હોવું જોઈએ? ત્યારે તમારે આ 4 બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

ઘણી વખત દિશાઓની યોગ્ય જાણકારી ન હોવાને કારણે અથવા યોગ્ય માહિતીના અભાવે આપણે આપણા મૃત પૂર્વજોનો ફોટો ગમે ત્યાં લગાવી દઈએ છીએ. જેની આપણા જીવન પર નકારાત્મક અસર પડે છે. આજના લેખમાં આપણે જાણીશું કે પૂર્વજોની તસવીરો કઈ દિશામાં લગાવવી જોઈએ.

ઘણા લોકો તેમના મૃત પૂર્વજોની તસવીરો તેમના ઘરમાં લગાવે છે અને તેમની પૂજા કરે છે. પરંતુ દિશાની સાચી જાણકારી ન હોવાને કારણે પૂર્વજોની તસવીર ખોટી દિશામાં લગાવવાથી ઘરમાં પિતૃ દોષ આવી શકે છે. ત્યારે આ બાબતે જ્યોતિષી અને વાસ્તુ સલાહકાર દ્વારા આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે કે પૂર્વજોની તસવીર કઈ દિશામાં લગાવવી યોગ્ય છે અને તેમને કઈ દિશામાં મુખ રાખવું જોઈએ.

વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂર્વજોના ફોટા લગાવવા માટે દક્ષિણ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. દક્ષિણ દિશામાં પૂર્વજોના ચિત્રો લગાવવાથી તેમનું મુખ ઉત્તર દિશા તરફ હોવું જોઈએ. દક્ષિણ દિશાને યમની દિશા માનવામાં આવે છે. જો આ દિશામાં પૂર્વજોના ચિત્રો લગાવવામાં આવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ડ્રોઈંગ રૂમ કે બેડરૂમમાં પૂર્વજોની તસવીરો ન રાખવી જોઈએ. આમ કરવાથી પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થવા લાગે છે. જેના કારણે પરિવારમાં અનેક પ્રકારની બીમારીઓ ફેલાવા લાગે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ભૂલથી પણ ઘરમાં પૂર્વજોની એકથી વધુ તસવીર ન લગાવવી જોઈએ. મૃત પૂર્વજોની એકથી વધુ તસવીરો લગાવવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધી શકે છે.
