‘ફેસ સ્ટીમિંગ’ કે ‘ફેસ આઇસિંગ’? ત્વચા માટે કઈ પદ્ધતિ છે ‘સૌથી શ્રેષ્ઠ’ અને ‘ફાયદાકારક’?
આજના ભાગદોડ ભરેલા સમયમાં દરેક વ્યક્તિ સુંદર અને ચમકતી ત્વચા ઈચ્છે છે. આ માટે ત્વચાની ખાસ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે, જેમાં 'ફેસ સ્ટીમિંગ' (ચહેરા પર વરાળ લેવી) અને 'ફેસ આઇસિંગ' (બરફનો શેક કરવો) સૌથી વધુ ચર્ચામાં રહેતી બે લોકપ્રિય પદ્ધતિ છે.

આજના સમયમાં દરેક વ્યક્તિ સુંદર અને ચમકતી ત્વચા મેળવવા માંગે છે. આ માટે અવારનવાર લોકો ભાત-ભાતના પ્રોડક્ટ્સ અને ઘરગથ્થુ ઉપાયોનો ઉપયોગ કરે છે. આમાં ફેસ સ્ટીમિંગ (મોં પર વરાળ લેવી) અને ફેસ આઇસિંગ (મોં પર બરફ ઘસવો) પણ ખૂબ ચર્ચામાં રહે છે.
ઘણા લોકો ચહેરા પર વરાળ લઈને ત્વચાની ઊંડાણપૂર્વક સફાઈ કરવાનું પસંદ કરે છે, તો કેટલાક ચહેરા પર બરફ લગાવીને તરત ગ્લો મેળવવા માંગે છે. જો કે, આ બંને રીતો ત્વચા પર બિલકુલ અલગ રીતે કામ કરે છે.
ફેસ સ્ટીમિંગ શું છે?
ક્લીવલેન્ડ ક્લિનિકના એક રિપોર્ટ અનુસાર, ફેસ સ્ટીમિંગ એટલે કે ચહેરા પર વરાળ લેવી. ગરમ વરાળ ત્વચાનું તાપમાન વધારે છે, જેનાથી રોમછિદ્રો ખુલી જાય છે અને ત્વચાની અંદર જમા થયેલી ગંદકી, વધારાનું તેલ અને મૃત કોષો નરમ થઈને સરળતાથી સાફ થઈ જાય છે. ચહેરાની સફાઈ માટે રાત્રે સૂતા પહેલા અથવા અઠવાડિયામાં એકવાર ફેસ સ્ટીમિંગ એટલે કે વરાળ લેવી સારી માનવામાં આવે છે.
ફેસ સ્ટીમિંગ એટલે કે વરાળ લેવાની સાચી રીત:
- સૌથી પહેલા ચહેરાને હળવા ફેસવોશથી સારી રીતે ધોઈ લો.
- એક વાસણમાં પાણી ઉકાળો અને તેનાથી 10 થી 12 ઇંચનું અંતર રાખીને બેસો.
- માથા પર ટુવાલ ઢાંકી લો, જેથી વરાળ બહાર ન નીકળે.
- 5 થી 7 મિનિટ સુધી વરાળ લો.
- ત્યારબાદ મુલાયમ કપડાથી ચહેરો લૂછી લો અને તુરંત મોઇશ્ચરાઇઝર લગાવો.
ફેસ આઇસિંગ શું છે?
નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત એક સ્ટડી અનુસાર, ફેસ આઇસિંગ એટલે કે ચહેરા પર બરફનો ઉપયોગ કરવો. બરફની ઠંડકથી ત્વચાની રક્તવાહિનીઓ થોડા સમય માટે સંકોચાઈ જાય છે અને પછી સામાન્ય થવા પર બ્લડ ફ્લો (લોહીનું પરિભ્રમણ) વધુ સારું થઈ જાય છે.
આનાથી ચહેરા પરનો સોજો, લાલાશ અને આંખો નીચેનો સોજો ઓછો થઈ શકે છે, જેનાથી ત્વચા તાજગી અને મજબૂત લાગે છે. સવારે ઊઠ્યા પછી, ખાસ કરીને જ્યારે ચહેરો સૂજાયેલો લાગે અથવા મેકઅપ પહેલા બરફનો શેક કરવો ફાયદાકારક હોઈ શકે છે.
બરફના શેકની સાચી રીત:
- બરફને ક્યારેય પણ સીધો ત્વચા પર ન લગાવો.
- તેને સાફ સુતરાઉ કપડા કે રૂમાલમાં લપેટી લો.
- 1 થી 2 મિનિટ સુધી ચહેરા પર વર્તુળાકાર (ગોળ) ગતિમાં હળવા હાથે લગાવો.
- બરફને એક જગ્યાએ વધારે વાર સુધી ન રાખો.
