AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગીર સોમનાથના તાલાલા અને કોડીનારમાં માવઠાનો કેર, મગફળી, ચણાના પાકને નુકસાનની ભીતિ- Video

ગીર સોમનાથના તાલાલા અને કોડીનારમાં માવઠાનો કેર, મગફળી, ચણાના પાકને નુકસાનની ભીતિ- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2026 | 6:16 PM
Share

ગીર સોમનાથના તાલાલા અને કોડીનારમાં માવઠાએ મુસીબત વધારી છે, એકતરફ અપૂરતા વરસાદને કારણે ખેડૂતોને ઉનાળુ પાકમાં નુકસાન વેઠવુ પડ્યુ છે. હવે માવઠારૂપી વરસાદ વરસતા ખેડૂતોના વાવેતર કરેલા પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે.

ગીર સોમનાથના તાલાલા અને કોડિનારમાં મુસીબતનું માવઠુ આવ્યુ છે. તાલાલાના વડાળા, જાવંત્રી, ગીર અને વિઠલપુરમાં માવઠા રૂપી વરસાદ વરસ્યો. આ તરફ કોડિનારના વલાદર, સાંઢણીધાર, કંટાળા, ઘાટવડ, પાવટી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો. માવઠા સ્વરૂપે વરસેલા આ કમોસમી વરસાદથી મગફળી અને ચણાના વાવેતર કરાયેલા પાકોને ભારે નુકસાન જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છ. કોડિનારના જગતિયા ગામેથી ખેડૂતોની બર્બાદીના દૃશ્યો સામે આવ્યા. જ્યા ખેડૂતનો મગફળીનો પાક પલળ્યો. કમોસમી વરસાદે ખેડૂતના પાકને તહસનહસ કરી નાખ્યો.

આ વિસ્તારમાં ખેડૂતોનો મગફળીનો પાક લણવા માટે તૈયાર હતો પરંતુ અચાનક ધોધમાર વરસાદ તૂટી પડતા પાકને વ્યાપક નુકસાન પહોચ્યુ છે. ખેડૂતોના ભાગે હવે કંઈ બચ્યુ નથી. ગામમાં પણ ભર ચોમાસા જેવા દૃશ્યો જોવા મળ્યા હતા. રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. આ તરફ ખેતરમાં ખેડૂતોનો મગફળીનો તૈયાર પાક પાણીમાં ગરકાવ થયો હતો.

ખેડૂતોને હાલ બેવડો માર પડી રહ્યો છે. પહેલા અપૂરતા વરસાદન કારણે પાકને નુકસાન પહોંચ્યુ અને હાલ વાવેલા પાક પર માવઠુ ફરી વળ્યુ. ખેડૂતોને મોં મા આવેલો કોળિયો છીનવાયો છે. આ તરફ ચણાના પાકને પણ વ્યાપક નુકસાન થયુ છે.

Input Credit- Dilip Mori- Gir Somanath

યુરોપમાં 6 દેશોમાં એક જ ટાઈમે ભડકેલી હિંસા, વિરોધ પ્રદર્શનો અને અરાજક્તા પાછળ શું ટ્રમ્પનો હાથ છે?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">