BSNLનો 365 દિવસની વેલિડિટી સાથેનો સૌથી સસ્તો પ્લાન, રોજ મળશે 3GB ડેઈલી ડેટા
સરકારી ટેલિકોમ કંપની 365 દિવસની વેલિડિટી ધરાવતો એક કિફાયતી પ્લાન ઓફર કરે છે, જેમાં દરરોજ 3GB હાઈ-સ્પીડ ડેટાનો લાભ મળે છે. કંપનીએ તેના સોશિયલ મીડિયા માધ્યમો દ્વારા આ પ્લાનની વિગતો શેર કરી છે.

BSNL તેના વપરાશકર્તાઓ માટે પોસાય તેવા રિચાર્જ પ્લાન દ્વારા આકર્ષક ઓફરો આપવાનું ચાલુ રાખે છે. સરકારી ટેલિકોમ કંપની 365 દિવસની વેલિડિટી ધરાવતો એક કિફાયતી પ્લાન ઓફર કરે છે, જેમાં દરરોજ 3GB હાઈ-સ્પીડ ડેટાનો લાભ મળે છે. કંપનીએ તેના સોશિયલ મીડિયા માધ્યમો દ્વારા આ પ્લાનની વિગતો શેર કરી છે.

BSNL ઈન્ડિયાએ તેના સત્તાવાર X (અગાઉનું ટ્વિટર) હેન્ડલ દ્વારા જાહેરાત કરી છે કે 365 દિવસની વેલિડિટી ધરાવતા આ પ્લાનની કિંમત ₹2,799 છે.

લાભોની વાત કરીએ તો, વપરાશકર્તાઓને સમગ્ર ભારતમાં અનલિમિટેડ વોઈસ કોલિંગ અને ફ્રી નેશનલ રોમિંગ મળે છે. આ ઉપરાંત, આ પ્લાનમાં દરરોજ 3GB હાઈ-સ્પીડ ડેટા અને 100 ફ્રી SMS આપવામાં આવે છે.

BSNLનો આ રિચાર્જ પ્લાન ખાનગી ટેલિકોમ ઓપરેટરો દ્વારા ઓફર કરવામાં આવતા વાર્ષિક પ્લાન કરતાં ₹1,000 થી ₹1,200 જેટલો સસ્તો છે. તાજેતરમાં, BSNL એ દેશભરમાં લાખો નવા 4G ટાવર સ્થાપીને તેના નેટવર્કનો વિસ્તાર કર્યો છે.

આ 4G ટાવર સંપૂર્ણપણે 5G-રેડી છે અને સરકારી ટેલિકોમ કંપની ટૂંક સમયમાં 5G સેવાઓ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. BSNL એ 365 દિવસનો વધુ એક પ્લાન પણ રજૂ કર્યો છે, જેમાં ખાસ કરીને અકસ્માત વીમા કવરેજ (એક્સિડેન્ટલ ઈન્સ્યોરન્સ)નો સમાવેશ થાય છે.

આ પ્લાનમાં ₹1 લાખનું અકસ્માત કવર અને ₹10,000નો સાયબર વીમો મળે છે. BSNL એ આ પ્લાનની કિંમત ₹2,499 રાખી છે. આ પ્રીપેડ પ્લાનના અન્ય લાભોમાં સમગ્ર ભારતમાં ગમે ત્યાં અનલિમિટેડ વોઈસ કોલિંગ અને ફ્રી નેશનલ રોમિંગનો સમાવેશ થાય છે.

વધુમાં, વપરાશકર્તાઓને દરરોજ 2GB હાઈ-સ્પીડ ડેટા અને 100 ફ્રી SMS મળશે. આ પ્લાનમાં સામેલ વીમા લાભોની વાત કરીએ તો, વ્યક્તિગત અકસ્માત કવર રોડ અકસ્માત, દાઝી જવું (આગથી), સાપ કરડવો, વીજળી પડવી અને વીજળીનો ઝટકો લાગવો જેવી ઘટનાઓ માટે લાગુ પડે છે.
દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
