Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં સોનું ખરીદનારા માટે સારા સમાચાર! એક જ મહિનામાં ₹10,690 ઘટ્યો ભાવ, જાણો આજના 24K, 22K અને 18K ના રેટ્સ
અમદાવાદમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાતા ખરીદદારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 10 દિવસના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. જાણો અમદાવાદમાં સોનાના ભાવનો ટ્રેન્ડ અને ફિઝિકલ ગોલ્ડ તથા ગોલ્ડ ETF વચ્ચે ખરીદીના ખર્ચમાં કેટલો તફાવત છે.

આજની તારીખ 31 ઓક્ટોબર 2026 ના રોજ અમદાવાદમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,38,930 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,27,350 અને 1,04,200 છે. (Image Source | Groww)

આજે 31 ઓક્ટોબરે 24 અને 22 કેરેટમાં પ્રતિ 10 ગ્રામમાં 2.38% ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે 18 કેરેટના ભાવમાં પ્રતિ 10 ગ્રામમાં 2.37% નો ઘટાડો જોવા મળી રહ્યો છે. (Image Source | iStock)

છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી વધારે ભાવ 22 ઓક્ટોબરના રોજ નોંધાયો હતો. જેમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,44,430 હતો. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,32,390 અને 1,08,320 હતો. (Image Source | Groww)

અમદાવાદમાં, છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી ઓછો ભાવ આજની તારીખે નોંધાયો છે. જેમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,38,930 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,27,350 અને 1,04,200 છે. (Image Source | Groww)

આજે 24K સોનાનો ભાવ ₹1,38,930 છે. જે 30 સપ્ટેમ્બર 2026 ના રોજનો ભાવ ₹1,49,620 હતો. જેની સરખામણીએ આજના ભાવમાં ₹10,690 નો ઘટાડો થયો છે. (Image Source | Groww)

અમદાવાદમાં 10 ગ્રામ 24K ફિઝિકલ સોનું અને ગોલ્ડ ETF ખરીદવા વચ્ચેના ખર્ચનો તફાવત દર્શાવે છે. બંનેની મૂળ કિંમત ₹1,38,930.00 અને 3% GST (₹4,167.90) સરખા છે. પરંતુ ફિઝિકલ સોનામાં ઘડામણ, વેસ્ટેજ અને હોલમાર્કિંગ ચાર્જ ઉમેરાતા તે ₹1,62,583.10 થી ₹1,75,251.80 માં પડે છે. જ્યારે ગોલ્ડ ETF માં આ વધારાના ખર્ચ ન હોવાથી તે ₹1,39,624.65 થી ₹1,40,319.30 માં છે. (Image Source | Groww)

નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | iStock)
આ પણ વાંચો, Gold Silver Rate In Gujarat : ગુજરાતમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો, ખરીદદારો માટે આવી રાહતની તક
