AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમેરિકામાં ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા ભારતીયો માટે મુશ્કેલી વધી શકે, H-1B વિઝા નિયમોમાં મોટા ફેરફારની તૈયારી

અમેરિકા H-1B વિઝા એક્સટેન્શન નીતિમાં ફેરફાર વિચારી રહ્યું છે, જેમાં 'ડિફરન્સ ટુ પ્રાયોર એપ્રુવલ' હટાવાશે. આનાથી ભારતીય H-1B ધારકો અને ગ્રીન કાર્ડ અરજદારો માટે મુશ્કેલી વધી શકે છે.

| Updated on: Oct 31, 2026 | 11:14 AM
Share
અમેરિકામાં કાયમી વસવાટ અને ગ્રીન કાર્ડ મેળવવાની રાહ જોઈ રહેલા ભારતીયો માટે મુશ્કેલી વધી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર H-1B વિઝા એક્સટેન્શન સંબંધિત મહત્વપૂર્ણ ઇમિગ્રેશન નીતિમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે.

1 / 7
ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) અને USCIS દ્વારા ‘ડિફરન્સ ટુ પ્રાયોર એપ્રુવલ’ નીતિ હટાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ અંગે 13 નવેમ્બર, 2026 સુધી જાહેર જનતા પાસેથી અભિપ્રાયો મંગાવવામાં આવ્યા છે. જોકે, હજુ આ પ્રસ્તાવ અંતિમ નિર્ણય બન્યો નથી.

2 / 7
હાલના નિયમો મુજબ, જો કોઈ કર્મચારી એક જ કંપનીમાં સમાન પદ અને જવાબદારીઓ સાથે H-1B વિઝાનું એક્સટેન્શન માગે છે, તો USCIS સામાન્ય રીતે તેની અગાઉની મંજૂરીને મહત્ત્વ આપે છે. એટલે કે, અગાઉના નિર્ણયમાં કોઈ મોટી ભૂલ કે નવી નકારાત્મક માહિતી સામે ન આવે ત્યાં સુધી ફરીથી સંપૂર્ણ તપાસ કરવાની જરૂર પડતી નથી. પરંતુ નવા પ્રસ્તાવ હેઠળ આ વ્યવસ્થામાં ફેરફાર થઈ શકે છે. દરેક વિઝા એક્સટેન્શન વખતે કર્મચારીની લાયકાત, નોકરીની સ્થિતિ, પગાર અને કંપની સાથેના સંબંધોની નવેસરથી તપાસ કરવામાં આવી શકે છે.

3 / 7
અમેરિકન સરકારનું કહેવું છે કે આ ફેરફારથી ખોટી મંજૂરીઓ અને વિઝા સંબંધિત ગેરરીતિઓ પર નિયંત્રણ લાવવામાં મદદ મળશે. જોકે, ભારતીય વ્યાવસાયિકો માટે આ નિર્ણય ચિંતાનો વિષય બની શકે છે.

4 / 7
નાણાકીય વર્ષ 2025માં H-1B વિઝા મેળવનારાઓમાં આશરે 71 ટકા ભારતીય નાગરિકો હતા. બીજી તરફ, રોજગાર આધારિત ગ્રીન કાર્ડ માટે લાખો ભારતીયો લાંબી કતારમાં છે.

5 / 7
નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસી (NFAP)ના વિશ્લેષણ મુજબ, ગ્રીન કાર્ડના બેકલોગમાં આશરે 10 લાખ ભારતીયો સામેલ છે. આવી સ્થિતિમાં H-1B વિઝાનું નિયમિત એક્સટેન્શન તેમના માટે અત્યંત મહત્ત્વનું છે. નિષ્ણાતોના મતે, નવા નિયમો લાગુ થાય તો અરજીઓમાં વધુ તપાસ, પુરાવા માટેની વિનંતીઓ (RFE) અને પ્રક્રિયામાં વિલંબ વધી શકે છે.

6 / 7
આ ફેરફારની અસર H-4 વિઝા પર રહેતા આશ્રિત જીવનસાથીઓ પર પણ પડી શકે છે. ખાસ કરીને તેમના વર્ક પરમિટ અને રોજગારની મંજૂરીને લઈને અનિશ્ચિતતા વધી શકે છે. જોકે, અંતિમ નિયમ જાહેર ન થાય ત્યાં સુધી ભારતીય અરજદારોએ પરિસ્થિતિ પર નજર રાખવી જરૂરી છે.

7 / 7

US-UK અને કેનેડામાં પ્રવેશ પ્રક્રિયા શરૂ, 2027 માં એડમિશન લેવા જાણો અરજીની સંપૂર્ણ સમયરેખા

Follow Us
અરવલ્લીમાં ઠાકોર યુવાનો દ્વારા OBC અનામત વર્ગીકરણની માંગ

મહેસાણાના વિસનગરમાં ચંદનના 14 વૃક્ષોની ચોરી ! Video

મહેસાણામાં ST બસના ડ્રાઇવરે નશાની હાલતમાં ચલાવી બસ ! Video

Breaking News : અમદાવાદમાં મકાનમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ

વડોદરા દારૂકાંડમાં ખળભળાટ, બાપોદના PI-PSI સસ્પેન્ડ ! Video

વનવિભાગનાં કર્મીઓનો સિંહની પજવણી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો

સંત જલારામ બાપાની 227મી જન્મજયંતિ: વીરપુરમાં ભવ્ય ઉજવણીની તૈયારીઓ

ઠાકોર સમાજના સ્નેહ મિલનમાં ગેનીબેને આગેવાનોને એક થવા કરી હાકલ

ભાવનગરમાં APMCના નામે બનાવટી ખાતા બનાવી ₹2 કરોડનું કૌભાંડ આચરાયુ

Breaking News : દૂધ બાદ અમુલના દહીં અને લસ્સીના ભાવ વધ્યા

g clip-path="url(#clip0_868_265)">