AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જુનાગઢમાં ખેડૂતોની મહેનત પર ફરી વળ્યુ પાણી, ભેંસાણમાં માવઠાને કારણે મગફળીને તૈયાર પાક પલળ્યો- Video

જુનાગઢમાં ખેડૂતોની મહેનત પર ફરી વળ્યુ પાણી, ભેંસાણમાં માવઠાને કારણે મગફળીને તૈયાર પાક પલળ્યો- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2026 | 4:15 PM
Share

જુનાગઢ જિલ્લાના ખેડૂતો પર કુદરતનો વધુ એક માર પડ્યો છે અને ધરતીપુત્રો કુદરતી થપાટો સામે લાચાર બન્યા છે. ભેંસાણ અને વિસાવદરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોા ખેતરોમાં મગફળીના પાથરા પલળી ગયા છે, જ્યારે સોયાબિનના પાકને પણ મોટુ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

જુનાગઢ જિલ્લાના ખેડૂતોની માઠી દશા બેઠી છે. પહેલા અપૂરતા વરસાદે ખેડૂતોને રડાવ્યા અને હવે માવઠાનો માર ખેડૂતોની કમર તોડી રહ્યો છે. ભેંસાણ અને વિસાવદર તાલુકામાં એક ઈંચ જેટલો કમોસમી વરસાદ વરસી જતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અણધાર્યા વરસાદને કારણે ખેડૂતોના ખેતરોમાં પાથરેલી મગફળી પલળી ગઈ છે. આ તરફ સોયાબિનના પાકને પણ નુકસાન થવાની ભીતિ છે. એટલુ જ નહીં પશુઓ માટે એક્ઠો કરેલો ઘાસચારો પણ પલળી ગયો છે. આ તરફ ખેડૂતો પણ જુનાગઢને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ કરી રહ્ય છે. હાલ તહેવાર ટાણે આવેલા માવઠાએ ખેડૂતોની દિવાળી બગાડી નાખી છે ત્યારે ધરતીપુત્રો સરકાર પાસે નુકસાનીનું વળતર આપવાન માગ કરી રહ્યા છે.

ગઈકાલે ભેસાણ અને વિસાવદર પંથકમાં એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યયો હતો. જેના કારણે ખેતરોમાં પાથરેલી મગફળી વરસાદી પાણીમાં પલળી ગઈ છે. મહામહેનતે તૈયાર કરેલો પાક પલળી જતા ખેડૂતોને વ્યાપક નુકસાન થયુ છે. બીજી તરફ પશુઓ માટે એક્ઠો કરેલો ઘાસચારો પણ પલળી જતા ખેડૂતોને બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે. હાલ લાચાર ધરતીપુત્રો સરકાર સામે સહાયની આશા રાખીને બેઠા છે. તેઓ સરકારને સવાલ કરી રહ્યા છે કે અન્ય જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા તો જુનાગઢને કેમ નહીં. હજુ પણ વરસાદી માહોલ યથાવત્ છે જો વધુ વરસાદ પડશે તો ખેતરમાં પડેલી મગફળી વધુ પલળશે અને ખેડૂતોના હાથમાં કંઈ નહીં બચે.

ખેડૂતોની હાલ એક જ માગ છે કે ભેંસાણ પંથકમાં તાત્કાલિક નુકસાનીનો સરવે કરવામાં આવે, પાક અને ઘાસચારાને થયેલા નુકસાનનું મૂલ્યાંક કરી ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે. કારણ કે કુદરતના માર સામે જગતનો તાત લાચાર બન્યો છે.

Input Credit- Vijaysinh Parmar- Junagdh

એક સમયે પીવાના પાણી માટે તરસતુ, ભૂખમરાથી પીડાતા આ શહેરે રણપ્રદેશમાંથી કેવી રીતે ઉભુ કર્યુ અમીરીનું સામ્રાજ્ય- વાંચો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">