AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : KKR સહિત IPLની 4 ટીમો ગૌતમ ગંભીરની પાછળ પડી! વર્લ્ડ કપ 2027 પછી બદલાશે ટીમ ઈન્ડિયાનો કોચ?

IPL 2024માં મળેલી સફળતા બાદ જ ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાનો હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. તેનો કાર્યકાળ વર્લ્ડ કપ 2027 સુધીનો છે. પરંતુ શું તે પહેલાં અથવા ત્યારબાદ તેઓ IPLમાં વાપસી કરશે?

| Updated on: Oct 30, 2026 | 12:30 PM
Share
ટીમ ઈન્ડિયાનો કોચ ગૌતમ ગંભીરના ભવિષ્યને લઈને છેલ્લા કેટલાક મહિનાઓથી અનેક અટકળો ચાલી રહી છે. ઘણી વખત એવી ચર્ચા સામે આવી હતી કે વર્લ્ડ કપ પહેલાં પણ ગંભીરને કોચ પદ પરથી હટાવવામાં આવી શકે છે. જોકે, તેનો કાર્યકાળ વર્લ્ડ કપ 2027 સુધીનો છે. (Image Source | PTI)

1 / 7
પરંતુ પૂર્વ ચીફ સિલેક્ટર અજિત અગરકર પદ પરથી હટી ગયા બાદ ગંભીરને લઈને આવી ચર્ચાઓ થોડી શાંત થઈ છે. આ દરમિયાન એક તાજા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે IPLની કેટલીક ટીમોએ અત્યારથી જ આ ભારતીય કોચને પોતાની ટીમમાં સામેલ કરવા માટે પ્રયાસો શરૂ કરી દીધા છે. સૂત્રો અનુસાર, IPLની કેટલીક ફ્રેન્ચાઇઝીઓ ગૌતમ ગંભીરનો સંપર્ક કરીને તેને પોતાના મેન્ટર બનાવવા માગે છે. ઓછામાં ઓછી 4 ટીમો ઇચ્છે છે કે ગંભીર ટીમ ઈન્ડિયાથી અલગ થતાં જ તેની સાથે જોડાય. (Image Source | PTI)

2 / 7
તેનું મુખ્ય કારણ ટીમ ઈન્ડિયા સાથે ગંભીરની સફળતા અને IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સને ચેમ્પિયન બનાવવાની તેની સિદ્ધિ છે. ગંભીરને પોતાની ટીમમાં સામેલ કરવા માગે છે 4 ટીમો. હવે સવાલ એ છે કે કઈ એવી ટીમો છે, જે ગૌતમ ગંભીરને પોતાના મેન્ટર અથવા કોચ બનાવવા માગે છે? આ યાદીમાં સૌથી પહેલું નામ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)નું છે. આ ટીમ સાથે ગંભીરના જૂના સંબંધો છે. (Image Source | PTI)

3 / 7
સૂત્રો અનુસાર, KKR ફરી એકવાર ગંભીરને પોતાના મેન્ટર બનાવવા માટે ઉત્સુક છે. ટીમ 2028ની સિઝનમાં તેમની સાથે ફરી નવી સફર શરૂ કરવા માગે છે. ઉલ્લેખનીય છે કે IPL 2024માં ગૌતમ ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સનો મેન્ટર હતો. તેના માર્ગદર્શન હેઠળ KKRએ 10 વર્ષ બાદ IPLનો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ જ ગંભીરને ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. (Image Source | PTI)

4 / 7
KKR ઉપરાંત આ અહેવાલમાં રાજસ્થાન રોયલ્સનું નામ પણ સામે આવ્યું છે. થોડા સમય પહેલાં આ ટીમે પણ ગંભીર સાથે આ મુદ્દે વાતચીત કરી હોવાનું કહેવાય છે. આ બે ટીમો સિવાય અન્ય બે ફ્રેન્ચાઇઝીઓનાં નામ હજુ સુધી સામે આવ્યાં નથી. જોકે, તેમાંથી એક ટીમ IPLની સૌથી સફળ ટીમોમાં સામેલ હોવાનું કહેવાય છે. (Image Source | PTI)

5 / 7
હવે આ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) છે કે મુંબઈ ઈન્ડિયન્સ (MI) અથવા અન્ય કોઈ ફ્રેન્ચાઇઝી, તે સ્પષ્ટ થયું નથી. જ્યારે ચોથી ટીમ અત્યાર સુધી એકપણ IPL ટાઇટલ જીતી શકી નથી. જોકે, ગૌતમ ગંભીર IPLમાં વાપસી કરશે કે નહીં તે અંગે હાલમાં કોઈ સ્પષ્ટતા નથી. વર્ષ 2024માં જ્યારે BCCIએ ગંભીરને ટીમ ઈન્ડિયાનો નવો હેડ કોચ તરીકે નિયુક્ત કર્યો હતો, ત્યારે તેમને વર્લ્ડ કપ 2027 સુધીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. (Image Source | PTI)

6 / 7
તેથી હાલની સ્થિતિમાં ગંભીર વર્લ્ડ કપ 2027 સુધી ટીમ ઈન્ડિયાના કોચ તરીકે જવાબદારી નિભાવશે. હવે સવાલ એ છે કે શું BCCI તેનો કાર્યકાળ 2028ના ઓલિમ્પિક્સ સુધી લંબાવશે કે પછી ગંભીર પોતે જ આગળ કોચ તરીકે ચાલુ રહેવાની ના પાડશે? (Image Source | PTI)

7 / 7

આ પણ વાંચો, Breaking News : ગુજરાતના સ્ટાર્ટઅપનો ચોંકાવનારો દાવો! હવે શેરડી નહીં, માણસના કપાયેલા વાળમાંથી બનશે પેટ્રોલ-ઇથેનોલ ?

Follow Us
ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશ પ્રવાસના ખર્ચ મુદ્દે નવો વિવાદ, જુઓ Video

સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓને મળી મોટી ભેટ મળશે

ભૂતાનમાં ગ્લેશિયર લેક ફાટતા આસામ અને પશ્ચિમ બંગાળમાં પૂરનો ખતરો

બનાસકાંઠામાં PM મોદીના આગમનને લઈને દિવાળી જેવો માહોલ

આજનું રાશિફળ: અણધાર્યો ધનલાભ અને અટકેલા સરકારી કામો થશે પૂર્ણ

હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી શરૂ, ખેડૂતોને મળ્યા સારા ભાવ

બનાસકાંઠા: ભીલડીમાં 324.77 કરોડ ના ખર્ચે તૈયાર થયુ પશુ સંવર્ધન કેન્દ્ર

સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે

ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી

વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે

g clip-path="url(#clip0_868_265)">